Navratri Recipes: માતા કાલરાત્રિના પ્રસાદ માટે બનાવો ગોળની 2 સરળ મીઠાઈ

Navratri Recipes: શારદીય નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રિ (Goddess Kalratri)ની આરાધના કરવામાં આવે છે. તેમને ગોળ અથવા તો ગોળમાંથી બનેલો પ્રસાદ ધરાવવામાં આવે છે. માતા કાલરાત્રિએ દુર્ગા દેવીનું સૌથી વિકરાળ સ્વરૂપ છે અને રક્તબીજ રાક્ષસના સંહાર માટે ચંડીના કપાળમાંથી તેમનું નિર્માણ થયું હતું. ત્યારે મા કાલરાત્રિને પ્રસન્ન કરવા માટે તૈયાર કરો બે ખાસ નવરાત્રી રેસિપી […]

Share:

Navratri Recipes: શારદીય નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રિ (Goddess Kalratri)ની આરાધના કરવામાં આવે છે. તેમને ગોળ અથવા તો ગોળમાંથી બનેલો પ્રસાદ ધરાવવામાં આવે છે. માતા કાલરાત્રિએ દુર્ગા દેવીનું સૌથી વિકરાળ સ્વરૂપ છે અને રક્તબીજ રાક્ષસના સંહાર માટે ચંડીના કપાળમાંથી તેમનું નિર્માણ થયું હતું. ત્યારે મા કાલરાત્રિને પ્રસન્ન કરવા માટે તૈયાર કરો બે ખાસ નવરાત્રી રેસિપી (Navratri Recipes).

દેવી પાર્વતીએ રાક્ષસોના સંહાર માટે પોતાની બાહ્ય સુવર્ણ ત્વચા ઉતારી નાખી હતી માટે માતા કાલરાત્રિ (Goddess Kalratri)નો વાન અતિ શ્યામ છે. તેઓ ગધેડા પર સવારી કરે છે અને ગળામાં ખોપડીઓનો હાર પહેરે છે. તેમને ચાર હાથ છે જેમાં ડાબા હાથમાં તલવાર અને લોખંડનો હૂક ધારણ કરેલો છે જ્યારે જમણા હાથ અભય અને વરદ મુદ્રામાં છે. માતા કાલરાત્રિને ગોળથી બનેલી ખાસ નવરાત્રી રેસિપી (Navratri Recipes)નો ભોગ ધરાવવા ઉપરાંત રાત્રે ખીલેલી ચમેલીના ફૂલો અર્પણ કરવા જોઈએ. 

વધુ વાંચો: મા કાત્યાયનીને પ્રસન્ન કરવા માટે આ સ્વાદિષ્ટ ભોગ લગાવો

1. નાળિયેર ગોળના લાડુ

શું જોઈશે- 1.5 કપ છીણેલું નાળિયેર, 2 ટેબલ સ્પૂન ઘી, 2 ટેબલ સ્પૂન સમારેલી બદામ,  2 ટેબલ સ્પૂન સમારેલા કાજુ, 2 ટેબલ સ્પૂન કિસમિસ, 1/2 ટી સ્પૂન સૂંઠ, 1/4 ટી સ્પૂન જાયફળનો પાવડર, 3/4 કપ છીણેલો ગોળ.

રીત- પહોળા વાસણમાં છીણેલા નાળિયેરને ધીમા તાપે 2 મિનિટ માટે શેકો અને તેનો રંગ હળવો બદામી થવા આવે એટલે તેને અન્ય વાસણમાં કાઢી લો. હવે પેનમાં ઘી ગરમ કરી તેમાં એકાદ મિનિટ માટે સુકા મેવાને શેકો અને તેને નાળિયેરવાળા વાસણમાં ઠલવી તેમાં સૂંઠ, જાયફળનો પાવડર ઉમેરી સરખી રીતે મિક્સ કરો. હવે તેમાં છીણેલો ગોળ ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરીને તેના લાડુ વાળી લો એટલે માતા કાલરાત્રિ (Goddess Kalratri)નો ભોગ તૈયાર છે. 

2. ગોળવાળો સોજીનો હલવો

શું જોઈશે- 1 વાટકી સોજી કે રવો, 2-3 ટેબલ સ્પૂન ઘી, ચપટી ઈલાયચીનો ભૂકો, 1/2 ગરમ દૂધ, 2.5 કપ ગરમ પાણી, 2 ટેબલ સ્પૂન સમારેલી બદામ, 1/2 કપ છીણેલો ગોળ.  

રીત- કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં સોજી ઉમેરીને તેને 5-7 મિનિટ માટે ધીમા તાપે સતત હલાવતા રહીને શેકી લો. હવે તેમાં ઝીણી સમારેલી બદામ ઉમેરો અને એકાદ મિનિટ હલાવીને તેમાં ગરમ દૂધ અને પાણી ઉમેરી થોડી થોડી વારે હલાવતા રહીને ઢાંકીને તમને ગમે તેટલું ઘટ્ટ થવા દો અને આ સ્ટેજે તમે એકાદ ચમચી ઘી પણ ઉમેરી શકો છો. 

હવે તેમાં સમારેલો ગોળ અને ઈલાયચી પાવડર ઉમેરી વધુ 2-3 મિનિટ માટે હલાવતા રહીને ગરમ કરો એટલે તમારો સોજીનો હલવો તૈયાર છે. ખૂબ સરળતાથી બની જતી આ નવરાત્રી રેસિપી (Navratri Recipes)ને સુકા મેવા વડે સજાવી દો એટલે તમારો પ્રસાદ તૈયાર છે.

વધુ વાંચો: પાલતુ શ્વાનને નવરાત્રી દરમિયાન એક્ટિવ રાખવા માટે આ 4 રમતો અજમાવો