Navratri Recipes: સ્કંદમાતાને રાજી કરવા કેળામાંથી બનાવો આ ફરાળી કેક

Navratri Recipes: નવરાત્રી દરમિયાન નવદુર્ગા એટલે કે માતા દુર્ગાના નવ અવતારની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદમાતા (Skandamata)ની આરાધના કરવામાં આવે છે. પાંચમા નોરતે દેવી સ્કંદમાતાને કેળાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. તો કેળામાંથી બનતી બે ખાસ નવરાત્રી રેસિપી (Navratri Recipes) તૈયાર કરીને મા સ્કંદમાતાને રાજી કરવા થઈ જાઓ તૈયાર. સ્કંદમાતા એટલે […]

Share:

Navratri Recipes: નવરાત્રી દરમિયાન નવદુર્ગા એટલે કે માતા દુર્ગાના નવ અવતારની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદમાતા (Skandamata)ની આરાધના કરવામાં આવે છે. પાંચમા નોરતે દેવી સ્કંદમાતાને કેળાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. તો કેળામાંથી બનતી બે ખાસ નવરાત્રી રેસિપી (Navratri Recipes) તૈયાર કરીને મા સ્કંદમાતાને રાજી કરવા થઈ જાઓ તૈયાર.

સ્કંદમાતા એટલે ભગવાન કાર્તિકેયના માતા. દેવીને ચાર ભુજાઓ અને ત્રણ આંખો છે અને તેઓ સિંહ પર સવારી કરે છે. ઘણી વખત તેમને કમળ પર બેઠેલા પણ દર્શાવવામાં આવે છે જેથી તેઓ ‘પદ્માસના દેવી’ તરીકે પણ ઓળખાય છે. સ્કંદમાતા (Skandamata)એ ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે. 

ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે. તથા તેમનો ચોથો હાથ વરદમુદ્રામાં છે. આમ મા સ્કંદમાતાની આરાધના કરવાથી ભગવાન કાર્તિકેયની પણ કૃપા વરસે છે. 

વધુ વાંચો: નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન આ કુટ્ટુ બીટરૂટ ટિક્કીની રેસિપી અજમાવો

Navratri Recipes:

1. નાળિયેર અને કેળાનો ભોગ

શું જોઈશે- 1 ટેબલ સ્પૂન ઘી, 2 ટેબલ સ્પૂન નાળિયેરનું છીણ, 2 ટેબલ સ્પૂન ગોળ, એક ચપટી ઈલાયચી પાવડર, 2-3 બદામ, 2-3 કાજુ, 1 કેળું.

રીત- પહોળા વાસણમાં એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં 2 ચમચી નાળિયેરનું છીણ ઉમેરી તેની સુગંધ પ્રસરે અને હળવો બદામી રંગ આવે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહીને ગરમ કરો. ત્યાર બાદ તેમાં 2 ચમચી ગોળ અને ઈલાયચી પાવડર ઉમેરો અને હલાવતા રહો. સાથે જ કાજુ બદામનો ભૂકો કરીને ઉમેરો અને કેળાને ઝીણું સમારીને મિક્સ કરી બધું સરખી રીતે મિક્સ કરી દો એટલે તમારો ભોગ તૈયાર છે. તેને ગુલાબની પાંખડીથી સજાવી મા સ્કંદમાતાને ધરાવો. 

વધુ વાંચો: ચોથા નોરતે માતા કુષ્માંડાને રાજી કરવા તૈયાર કરો આ ભોગ

2. કેળાની ફરાળી કેક

શું જોઈશે- 1 કપ (150 ગ્રામ) ખજૂર, 1/2 કપ ગરમ દૂધ, 2 મીડિયમ સાઈઝના પાકા કેળા, 1/3 કપ (60 મિલી) રિફાઈન્ડ તેલ, 1 1/2 કપ (200 ગ્રામ) ફરાળી લોટ, 1 ટી સ્પૂન તજનો ભૂકો, 1 1/2 ટી સ્પૂન બેકિંગ સોડા, 3 ટેબલ સ્પૂન હુંફાળુ પાણી, 1/4 કપ સમારેલા ડ્રાયફ્રુટ્સ.

રીત- એક બાઉલમાં ખજૂર અને દૂધને 30 મિનિટ પલાળો. હવે તેમાં કેળા ઉમેરીને બ્લેન્ડરમાં પીસીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો અને બાઉલમાં કાઢી લો. તેમાં તેલ ઉમેરીને 1-2 મિનિટ સરખું હલાવી મિક્સ કરો અને ફરાળી લોટ, તજનો ભૂકો ઉમેરી ફરી હલાવી લો. 

છેલ્લા સ્ટેજમાં તે મિશ્રણમાં બેકિંગ સોડા, હુંફાળુ પાણી અને ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરખું મિક્સ કરીને 6 ઈંચના ગ્રીસ કરેલા કેક ટીનમાં નીચે બટર પેપર પાથરીને રેડી દો અને ઉપર કાજુ, બદામથી સજાવીને પ્રીહિટ ઓવનમાં 30-35 મિનિટ માટે 180 ડિગ્રીએ બેક કરી લો. કેક ઠંડી પડે એટલે તેને અનમોલ્ડ કરી માતાજીને ભોગ ધરાવો.