Navratri Recipes: ચોથા નોરતે માતા કુષ્માંડાને રાજી કરવા તૈયાર કરો આ ભોગ

Navratri Recipes: શારદીય નવરાત્રી જે મહા નવરાત્રી તરીકે પણ ઓળખાય છે તેને લઈ દેશભરના માઈભક્તોમાં ભારે ઉત્સાહ વ્યાપેલો છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતા દુર્ગાના વિવિધ 9 સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે ચોથા નોરતે માતાજીને ભોગ (Bhog) ધરાવવા જરૂરથી બનાવો અહીં દર્શાવેલી ખાસ નવરાત્રી રેસિપી (Navratri Recipes). શારદીય નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડા […]

Share:

Navratri Recipes: શારદીય નવરાત્રી જે મહા નવરાત્રી તરીકે પણ ઓળખાય છે તેને લઈ દેશભરના માઈભક્તોમાં ભારે ઉત્સાહ વ્યાપેલો છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતા દુર્ગાના વિવિધ 9 સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે ચોથા નોરતે માતાજીને ભોગ (Bhog) ધરાવવા જરૂરથી બનાવો અહીં દર્શાવેલી ખાસ નવરાત્રી રેસિપી (Navratri Recipes).

શારદીય નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડા (Goddess Kushmanda)ની આરાધના કરવામાં આવે છે. દેવી દુર્ગાનું ચોથું સ્વરૂપ માતા કુષ્માંડા નસીબ અને કલ્પનાનું પ્રતીક છે. રોયલ બ્લુ વસ્ત્રોમાં સજ્જ માતા કુષ્માંડા સિંહ પર સવારી કરે છે. માતાજીનો ભોગ (Bhog) તૈયાર કરતી વખતે અહીં દર્શાવેલી નવરાત્રી રેસિપી (Navratri Recipes) જરૂરથી ટ્રાય કરો. 

વધુ વાંચો: ઉપવાસ દરમિયાન એનર્જી લેવલ જાળવી રાખવા માટે ટ્રાય કરો આ હેલ્ધી પીણાં

1. નારિયેળ ગુલાબની ખીર

એક પેનમાં એક કપ કોકોનટ મિલ્ક, એક ટેબલ સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક લઈ તેમાં 200 ગ્રામ જેટલું સ્વીટ કોકોનટ ક્રીમ ઉમેરો અને 1 ટી સ્પૂન લીલી ઈલાયચીનો પાવડર એડ કરીને સરખી રીતે હલાવી ધીમા તાપે ગરમ કરવાનું શરૂ કરો. આ મિશ્રણને હલાવતા રહો અને ત્યાર બાદ તેમાં ¼ કપ જેટલી લીલા નાળિયેરની મલાઈ ઝીણી સમારીને ઉમેરો. એકાદ મિનિટ બાદ તેમાં 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી બદામ અને 2 ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ ઉમેરીને 4-5 ટેબલ સ્પૂન નાળિયેરનું છીણ પણ ઉમેરો. 

સમગ્ર મિશ્રણને થોડી વાર હલાવતા રહીને ધીમા તાપે ગરમ કરો એટલે તમારી નારિયેલ ગુલાબની ખીર તૈયાર છે. તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ગુલાબના શરબત અને ગુલાબની પાંખડીઓ વડે ડેકોરેટ કરીને ગરમાગરમ જ સર્વ કરો. માતા કુષ્માંડાનો ભોગ (Bhog) નારિયેળ ગુલાબની ખીર તૈયાર છે. 

વધુ વાંચો: નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન આ કુટ્ટુ બીટરૂટ ટિક્કીની રેસિપી અજમાવો

2. લોટનો હલવો

માતા કુષ્માંડા (Goddess Kushmanda)ના ભોગ (Bhog) માટે તમે એક પરંપરાગત પ્રસાદ પણ તૈયાર કરી શકો છો. આ માટે એક તાંસરી કે એ પ્રકારનું ઉંડુ પહોળું વાસણ ગરમ કરો અને તેમાં 1 વાટકી ઘી ઉમેરી તે ગરમ થાય એટલે તેમાં એ જ માપની 1 વાટકી ઘઉંનો કરકરો લોટ ઉમેરો અને ધીમા તાપે સતત હલાવતા રહીને ઘાટો બદામી રંગ આવવા દો. 

મિશ્રણને સતત હલાવતા રહો અને ઘાટો બદામી રંગ આવે એટલે તેમાં 1 વાટકી ખાંડ અને 2 વાટકી પાણી ઉમેરી સરખી રીતે હલાવો અને મધ્યમ ધીમી આંચ પર ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી પકાવો. ખડા પ્રસાદ કે લોટનો હલવો તૈયાર કરતી વખતે ઘી, લોટ, ખાંડ અને પાણી માટે એક જ માપની વાટકીનો પ્રયોગ કરવો. 

ચોથા નોરતે માતા કુષ્માંડા (Goddess Kushmanda)ની આરાધના કરવામાં આવે છે અને તેઓ અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખાય છે. તેમની આઠ ભુજાઓમાં કમંડળ, ધનુષ-બાણ, કમળનું ફૂલ, શંખ, ચક્ર, ગદા અને તમામ સિદ્ધિઓ આપનારી જપમાળા ધારણ કરેલી છે. ઉપરાંત માતાના એક હાથમાં અમૃત ભરેલો કળશ પણ છે. તેમની ભક્તિ કરવાથી આયુષ્ય, યશ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.