Navratri Recipes: ઉપવાસ દરમિયાન આ 5 મિલેટ્સની વાનગી બનશે પોષણનો સ્ત્રોત

Navratri Recipes: આજથી શારદીય નવરાત્રી (Navratri 2023)ના ઉપવાસ શરૂ થઈ ગયા છે. નવરાત્રીના આદ્યાત્મિક મહત્વ ઉપરાંત 9 દિવસ સુધી ઉપવાસ અને સાત્વિક ભોજન કરવાનું પણ અનેરૂં મહત્વ રહેલું છે. નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવાથી શરીર ડિટોક્સ થાય છે. ત્યારે નવરાત્રીના ઉપવાસ (Navratri Fasting) દરમિયાન ખાવા-પીવામાં અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. તમે અહીં દર્શાવેલી […]

Share:

Navratri Recipes: આજથી શારદીય નવરાત્રી (Navratri 2023)ના ઉપવાસ શરૂ થઈ ગયા છે. નવરાત્રીના આદ્યાત્મિક મહત્વ ઉપરાંત 9 દિવસ સુધી ઉપવાસ અને સાત્વિક ભોજન કરવાનું પણ અનેરૂં મહત્વ રહેલું છે. નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવાથી શરીર ડિટોક્સ થાય છે. ત્યારે નવરાત્રીના ઉપવાસ (Navratri Fasting) દરમિયાન ખાવા-પીવામાં અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. તમે અહીં દર્શાવેલી નવરાત્રી રેસિપી (Navratri Recipes)ને ડાયેટમાં સામેલ કરીને ઉપવાસ દરમિયાન શરીરને જરૂરી પોષક તત્વોનું પણ ધ્યાન રાખી શકો છો. 

નવરાત્રી દરમિયાન મિલેટ્સ (Millets)ની વાનગીઓને ઉપવાસ અને એકટાણામાં સામેલ કરવાથી શરીરને જરૂરી મિનરલ્સ અને વિટામીન્સ મળી રહે છે. ઉપરાંત મિલેટ્સ ગ્લુટન ફ્રી હોય છે અને ફાઈબરનો પણ સ્ત્રોત હોય છે જે શરીર માટે લાભદાયી છે. મિલેટ્સનો GI ઓછો હોવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ મળે છે. 

વધુ વાંચો: Navratri 2023: ઉપવાસ દરમિયાન તીખું-તળેલું ખાવાના બદલે અપનાવો 7 આરોગ્યપ્રદ ટિપ્સ

નવરાત્રી ઉપવાસમાં સામેલ કરો આ મિલેટ્સ

1. સામો ( Barnyard millet)

સામો ગ્લુટન ફ્રી હોવાની સાથે જ કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર અને વિવિધ વિટામીન્સ અને ખનિજો સહિતના આવશ્યક પોષક તત્વોનો ખૂબ સારો સ્ત્રોત છે. સામાની ખીચડી, પુલાવ, ખીર શરીરને આખો દિવસ ઉર્જા પ્રદાન કરશે. 

2. રાજગરો ( Amaranth)

રાજગરામાં પ્રોટીન, જરૂરી એમિનો એસિડ અને આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજો હોય છે. તેની રોટલી, ચિક્કી, લાડુ પાચનમાં પણ મદદરૂપ બને છે. 

3. કાંગ (Foxtail millet)

કાંગમાં ખૂબ ઓછી કેલેરી અને હાઈ ફાઈબર હોય છે. કાંગના ઈડલી, ઢોંસા, ઉપમા વગેરે સ્વાદની સાથે શરીરને જરૂરી પોષણ પૂરૂ પાડે છે. 

4. બાજરી (Pearl Millet)

બાજરી ગ્લુટન ફ્રી અને અત્યંત પૌષ્ટિક ધાન છે. એકટાણા દરમિયાન બાજરીની રોટલી, પરાઠા, પોરીજ વગેરેનું સેવન કરવાથી ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ અને આયર્ન જેવા જરૂરી ખનીજો મળી રહે છે. 

5. કુટકી (Little Millet)

કુટકી ગ્લુટન ફ્રી હોવાની સાથે જ પ્રોટીન, ફાઈબર અને વિવિધ વિટામીન્સનો શાનદાર સ્ત્રોત છે. એકટાણામાં કુટકીની ઈડલી, પુલાવ કે ઉપમા બનાવીને ખાવાથી શરીરને જરૂરી પોષણ મળી રહે છે. 

વધુ વાંચો: Navratri 2023: નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીને લગાવો આ ભોગ, જાણો રેસિપી

આ Navratri Recipes જરૂર ટ્રાય કરો

1. બાજરીની પોરીજ

એક પેનમાં થોડું દૂધ ગરમ કરીને તે ગરમ થાય એટલે તેમાં થોડો બાજરીનો લોટ ઉમેરી દો અને રાબ જેવું ઘટ્ટ પ્રવાહી બનાવો. તેમાં ગળપણ માટે તમે મધ, કેળા કે ખજૂર પણ ઉમેરી શકો છો. 

2. પુલાવ કે ખીચડી

સામો કે મોરૈયો, સાબુદાણા જેવી ફરાળી વસ્તુઓ પુલાવ કે ખીચડી બનાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. બટેકા, ટામેટા, લીલા મરચાં, મીઠા લીમડા, શીંગદાણા વગેરેનો વઘાર તૈયાર કરીને પુલાવ કે ખીચડી બનાવવાથી તમે ઉપવાસ દરમિયાન સ્વાદિષ્ટ ડીશની લિજ્જત માણવાની સાથે ભરપેટ ભોજનનો આનંદ માણી શકશો.