નીતા અંબાણીને એક સમયે ડોક્ટરે કીધુ હતું કે તેઓ માતા નહીં બની શકે

નીતા અંબાણી એક એવું વ્યક્તિત્વ છે જેને કોઇની ઓળખની જરર નથી.  નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરપર્સન અને સ્થાપક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર છે. તેણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા છે . દેશની સૌથી પ્રભાવશાળી મહિલાઓમાંની એક નીતા અંબાણીને ત્રણ સંતાનો ઈશા, આકાશ અને અનંત  છે. […]

Share:

નીતા અંબાણી એક એવું વ્યક્તિત્વ છે જેને કોઇની ઓળખની જરર નથી.  નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરપર્સન અને સ્થાપક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર છે. તેણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા છે . દેશની સૌથી પ્રભાવશાળી મહિલાઓમાંની એક નીતા અંબાણીને ત્રણ સંતાનો ઈશા, આકાશ અને અનંત  છે.

નીતા અંબાણી કહે છે કે, હું  હંમેશા માતા બનવા માંગતી હતી. “જ્યારે હું શાળામાં હતી  ત્યારે પણ, હું ‘જ્યારે હું માતા બનીશ…’ શીર્ષકવાળા લાંબા નિબંધો લખતી હતી.”

તેઓએ એક લાઈફસ્ટાઇલને લગતી એક વેબસાઈટને જણાવ્યું હતું. લગ્ન બાદ તેઓને   ડોક્ટરે જણાવ્યું કે તેઓ ક્યારેય માતા બની શકશે નહીં, ત્યારબાદ આઇવીએફ દ્વારા તેમણે જોડિયા બાળકોનો ગર્ભ ધારણ કર્યો. તેમ છતાં, તેમની ગર્ભાવસ્થા પણ સરળ નહતી. પ્રસૂતિના બે મહિના બાકી હતા ત્યારે જ તેમની હાલત નાજુક બની હતી અને તેમને તબીબી કટોકટીની સ્થિતિમાં પ્રસૂતિ કરાવવામાં આવી હતી. આ તેમની સકારાત્મકતા જ હતી જે તેમણે જીવવાનું જોમ પૂરું પાડતી હતી. ત્યાર બાદ ત્રણ વર્ષ પછી અનંતનો  જન્મ  કુદરતી રીતે થયો હતો.

“ મારાં બાળકો હજી નાના હતા, ત્યારે હું દર શુક્રવારે તેમને શાળાની કેન્ટીનમાં ખર્ચવા માટે 5 રૂપિયા આપતી. એક દિવસ, મારો સૌથી નાનો, અનંત, મારા બેડરૂમમાં દોડતો આવ્યો અને તેણે તેના બદલે 10 રૂપિયા આપવાની માંગ કરી. જ્યારે મેં તેને પ્રશ્ન કર્યો ત્યારે તેણે કહ્યું કે શાળામાં તેના મિત્રો જ્યારે પણ તેને પાંચ રૂપિયાનો સિક્કો બહાર કાઢતા જોતા હતા ત્યારે હસતા હતા, ‘તુ અંબાણી હૈ યા ભિખારી!’ ત્યારે હું અને મુકેશ હસવાનું ખાળી  શક્યા નહતા. 

મમ્મી  શરૂઆતમાં પૂર્ણ-સમયની માતા બનવા માંગતી હતી. પરંતુ જયારે અમે પાંચ વર્ષના હતા ત્યારે તેને ફરીથી કામ શરૂ કર્યું હતું. પરંતુ તેનો સ્વભાવ બહુ કડક હતો અને મારી અને મમ્મી વચ્ચે  ઝઘડો થતો ત્યારે અમે પપ્પાને ફોન કરીને સમસ્યાનો ઉકેલ લાવતા. જો અમે શાળામાં ગુલ્લી મારવા  માંગતા હોય, તો પપ્પા કહેતા કે, ‘તે કોઈ મોટી વાત નથી’ પરંતુ મમ્મી ખાતરી કરતી  કે અમે સમયસર ખાધું, સખત અભ્યાસ કર્યો અને અમને અમારો રમવાનો સમય પણ મળ્યો,” ઈશા અંબાણીએ વોગને કહ્યું.

તબીબી કારણસર અનંત માટે જ્યારે વજન ઘટાડવું જરૂરી હતું ત્યારે સતત તેની સાથે રહી તેમણે તેને વજન ઉતારવા પ્રોત્સાહિત કર્યો હતો.