વિશ્વ અલ્ઝાઈમર્સ દિવસ પર જાણો અલ્ઝાઈમર રોગના જોખમને ઘટાડવા માટેના 7 ઉપાયો

અલ્ઝાઈમર્સ એક ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે જેમાં મગજના કોષો મરતા જાય છે અને તેના લીધે ધીમે-ધીમે વ્યક્તિની યાદશક્તિ પણ ઘટવા લાગે છે. અલ્ઝાઈમર્સના દર્દીને યાદશક્તિ ઘટવા ઉપરાંત અન્ય માનસિક તકલીફો પણ થતી હોય છે. દુનિયાભરમાં 21મી સપ્ટેમ્બરની ‘વિશ્વ અલ્ઝાઈમર્સ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અલોઈસ અલ્ઝાઈમર્સે સૌથી પહેલા આ બીમારીનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના […]

Share:

અલ્ઝાઈમર્સ એક ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે જેમાં મગજના કોષો મરતા જાય છે અને તેના લીધે ધીમે-ધીમે વ્યક્તિની યાદશક્તિ પણ ઘટવા લાગે છે. અલ્ઝાઈમર્સના દર્દીને યાદશક્તિ ઘટવા ઉપરાંત અન્ય માનસિક તકલીફો પણ થતી હોય છે. દુનિયાભરમાં 21મી સપ્ટેમ્બરની ‘વિશ્વ અલ્ઝાઈમર્સ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અલોઈસ અલ્ઝાઈમર્સે સૌથી પહેલા આ બીમારીનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના નામ પરથી આ બીમારીને અલ્ઝાઈમર્સ તરીકે ઓળખવામાં આવે છે. 

અલ્ઝાઈમર્સ જીવલેણ બની શકે છે

અલ્ઝાઈમર્સનો રોગ સમય જતા વિચારો, યાદશક્તિ અને સામાજીક કૌશલ્ય પર અસર કરે છે. અલ્ઝાઈમર્સના એડવાન્સ સ્ટેજમાં દર્દી પોતાના કેરટેકર પર આશ્રિત બની જાય છે અને મગજની કાર્યક્ષમતાને ગંભીર નુકસાન પહોંચવાની સાથે સાથે તે ડિહાઈડ્રેશન, કુપોષણ, ચેપ વગેરેનો ભોગ બને છે. આખરે અલ્ઝાઈમર્સ જીવલેણ બનીને મૃત્યુનું કારણ બની શકે છે. 

જોકે અમુક અભ્યાસો પ્રમાણે વ્યક્તિ પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને અલ્ઝાઈમર્સની શક્યતાને ઘટાડી શકે છે. અલ્ઝાઈમર્સની શક્યતા ઘટાડવા માટે દિનચર્યામાં નિયમિત શારીરિક પ્રવૃત્તિ, યોગ્ય આહાર, સ્ટ્રેસ અને ક્રોનિક કન્ડિશનના મેનેજમેન્ટનો સમાવેશ કરી શકાય.

જીવનશૈલીમાં 2-3 પરિબળોનું ધ્યાન રાખીને અલ્ઝાઈમર્સની શક્યતાને 37% જેટલી ઘટાડી શકાય છે અને 4-5 સ્વસ્થ પરિબળો અપનાવીને અલ્ઝાઈમર્સના જોખમમાં 60% જેટલો ઘટાડો કરી શકાય છે. 

અલ્ઝાઈમર્સનું જોખમ ઘટાડવા જીવનશૈલીમાં લાવો આ 7 ફેરફારોઃ

1. હૃદયને સ્વસ્થ રાખતું ડાયેટ અપનાવો

મગજના સ્વાસ્થ્યને જાળવવા માટે ફળો, શાકભાજી, આખા ધાન્ય અને પ્રોટીનથી ભરપૂર આહાર લો. ઉપરાંત બેરીઝ, લીલોતરી સહિતના એન્ટી ઓક્સિડેન્ટ્સથી સમૃદ્ધ ખોરાકને પ્રાધાન્ય આપો જે બ્રેઈન ઈન્ફ્લેમેશન અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે લડવામાં મદદરૂપ બને છે. અલ્ઝાઈમર્સના જોખમને ઘટાડવા માટે ઓમેગા 3 ફેટી એસિડના સ્ત્રોત સમાન અખરોટ અને સાલ્મનને ડાયેટમાં સ્થાન આપો. 

2. નિયમિત શારીરિક પ્રવૃત્તિ

એકંદર સ્વાસ્થ્ય વધારવા અને અલ્ઝાઈમર્સની શક્યતા ઘટાડવા માટે નિયમિત કસરતની દિનચર્યા અપનાવો. સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટ મોડરેટ ઈન્ટેનસિટીની એરોબિક કસરત કરો અથવા તો 75 મિનિટની અતિ તીવ્ર પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો. કસરત કરવાથી મગજમાં રક્ત પરિભ્રમણ વધે છે અને મગજની પેશીઓની તંદુરસ્તી જળવાય છે. 

3. માનસિક ઉત્તેજનાને પ્રોત્સાહન આપો

તમારી જ્ઞાનસંબંધી ક્ષમતાઓને નિયમિત પડકાર મળી રહે તેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. આ માટે વાંચન, કોયડા ઉકેલ, નવી સ્કીલ કેળવવી, બૌદ્ધિક રીતે ઉત્તેજના આપતા વાર્તાલાપમાં ભાગ લેવા સહિતની પ્રવૃત્તિ કરી શકાય. આ પ્રકારની પ્રવૃત્તિઓ અલ્ઝાઈમર્સના લક્ષણોની શરૂઆતમાં વિલંબ લાવે છે. 

4. પૂરતી ઉંઘ લો

રાત્રે નિયમિતપણે 7-9 કલાકની પૂરતી ઉંઘ લો. 

5. તણાવને મેનેજ કરો

ક્રોનિક સ્ટ્રેસ મગજના સ્વાસ્થ્ય માટે જોખમી છે માટે યોગ, મેડિટેશન, બ્રિથિંગ સહિતની પ્રવૃત્તિ દ્વારા તણાવને મેનેજ કરો. 

6. સામાજીક રીતે જોડાઓ

એકલતા અલ્ઝાઈમર્સનું જોખમ વધારે છે માટે મિત્રો અને પરિવારજનો સાથે નિયમિત સંપર્કમાં રહો અને સામાજીક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો.

7. સ્વાસ્થ્ય જાળવો

હાઈપરટેન્શન, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ સહિતની સ્થિતિ અલ્ઝાઈમર્સનું જોખમ વધારે છે માટે આરોગ્યની સંભાળ રાખો.