આ ટેક્નિકથી PCOS હોવા છતાં મહિલા ગર્ભવતી થઈ શકાય છે

પીસીઓએસ (PCOS) એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમની સમસ્યા આજકાલ અતિ સામાન્ય બની રહી છે. અને તેને કારણે મહિલાઓની પ્રજાનનક્ષમ વયને ખૂબ અસર થાય છે. PCOSનાં લક્ષણો દરેક વયક્તિએ  ઘણા અલગ હોય છે. અને તેને કારણે પિરિયડ દરમ્યાન, તરુણાવસ્થા દરમ્યાન તેમજ ગર્ભાવસ્થાનું આયોજન કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  લગ્ન બાદ મહિલાઓનું સ્વપ્ન હોય છે કે […]

Share:

પીસીઓએસ (PCOS) એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમની સમસ્યા આજકાલ અતિ સામાન્ય બની રહી છે. અને તેને કારણે મહિલાઓની પ્રજાનનક્ષમ વયને ખૂબ અસર થાય છે. PCOSનાં લક્ષણો દરેક વયક્તિએ  ઘણા અલગ હોય છે. અને તેને કારણે પિરિયડ દરમ્યાન, તરુણાવસ્થા દરમ્યાન તેમજ ગર્ભાવસ્થાનું આયોજન કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

લગ્ન બાદ મહિલાઓનું સ્વપ્ન હોય છે કે તે માતા બને પરંતુ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ ધરાવતી સ્ત્રીઓને તંદુરસ્ત ગર્ભાવસ્થા રહે તે માટે અનેક અવરોધજનક પડકારોનો સામનો કરવો પડે છે અને તે માટે ઉપચાર પધ્ધતિ અપનાવવી પડે છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર વિશ્વભરમાં 116 મિલિયનથી વધુ મહિલાઓને PCOS એટલે કે વસ્તી 3.4 % તેનાથી પ્રભાવિત છે. 

આથી, જો તમે માનતા હોય કે PCOSને કારણે ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી અનુભવવામાં માત્ર તમે એકલા છો તો તે તેવું નથી આ રોગ ધાર્યા કરતાં વધુ સામાન્ય બનતો જાય છે. 

જો તમે 12 મહિનાથી ગર્ભાવસ્થા માટે પ્રયત્ન કરી રહ્યા હોય અને તેમાં સફળતા ન મળે તો તમારે ડૉક્ટરની પાસે ઉપચાર કરવો આવશ્યક છે.  

તમે પ્રજનનક્ષમતા સારવારની મદદથી ગર્ભાવસ્થા પ્રાપ્ત કરી શકો છો. વિવિધ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (ART) પદ્ધતિઓ છે જેને તમે PCOS સાથે ગર્ભધારણ પ્રાપ્ત કરવા માટે પસંદ કરી શકો છો. 

કેટલીક સામાન્ય પ્રજનન સારવારમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ઓવ્યુલેશન ઈનડક્શન  – PCOS એ એક ડિસઓર્ડર છે જે ઓવ્યુલેશનને સીધી અસર કરે છે. તમારા ડૉક્ટર ઓવ્યુલેશનને પ્રેરિત કરવા માટે અમુક હોર્મોન્સની સારવાર આપે  છે. આ સારવાર ઈંડાનાપરિપક્વ ઉત્પાદનને વધારવામાં, ઈંડાની ગુણવત્તામાં વધારો કરવામાં અને તમારા ઓવ્યુલેશનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે જેના પરિણામે સ્વસ્થ ગર્ભધારણ થાય છે. 

IUI – ઇન્ટ્રાઉટેરિન ઇન્સેમિનેશન (IUI) એ અન્ય પ્રજનનક્ષમતા સારવાર છે જેમાં તંદુરસ્ત શુક્રાણુ કોષોને ગર્ભાશયમાં સીધા ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા શુક્રાણુઓને પરિપક્વ ઇંડાની નજીક લાવવામાં મદદ કરે છે, તેથી, ગર્ભધારણની શક્યતાઓને વેગ આપે છે. 

IVF સારવાર – ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન, સૌથી સામાન્ય પ્રજનન સારવારમાંની એક છે. આ પ્રક્રિયામાં, એક પરિપક્વ ઇંડા અને તંદુરસ્ત શુક્રાણુ કોષો સ્ત્રી અને પુરુષ પાર્ટનર પાસેથી મેળવવામાં આવે છે અને IVF લેબમાં પેટ્રી ડીશમાં ફળદ્રુપ થાય છે. PCOS ધરાવતી સ્ત્રીઓ માટે સ્વસ્થ ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવા માટે IVF સારવાર અસરકારક પદ્ધતિ છે. 

PCOS અને ગર્ભાવસ્થાને ખૂબ ગાઢ સંબંધ છે અને આ હોર્મોનલ ડિસઓર્ડર તમારા ન માત્ર તમારા સ્વાસ્થ્યને અસર કરે છે પરંતુ તમારી પ્રજનન ક્ષમતામાં પણ સમસ્યા ઊભી કરી શકે છે. PCOS ના લક્ષણોની સમયસર નોંધ લેવી જોઈએ અને તેના પર ધ્યાન આપવું જોઈએ. ઉપરોક્ત આપેલ પગલાં અને સારવાર પદ્ધતિઓ તમારી સગર્ભાવસ્થાની તકોને ઉજ્જવળ બનાવવામાં મદદ કરી શકે છે.