શરીરની ઉર્જામાં વધારો કરે છે પામ ઓઈલઃ તેના અન્ય ફાયદાઓ જાણીને ચોંકી જશો!

આ તેલ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આ તેલ ભોજનના ઉપયોગમાં લો છો તો સૌથી બેસ્ટ છે.

Share:

તાડનું ઝાડ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે આ ઝાડ લાલ કે નારંગી રંગનું હોય છે. તાડનું તેલ એટલે કે “પામ ઓઈલ” અનેક ઔષઘીય ગુણોથી ભરપૂર હોય છે. પામ ઓઈલ મુખ્યત્વે બે રીતે હોય છે જેમાં એક અમેરિકન તાડનું તેલ અને બીજું આફ્રીકન તાડનું તેલ. જો કે છેલ્લા વર્ષોથી આ તેલનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આ તેલ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આ તેલ ભોજનના ઉપયોગમાં લો છો તો સૌથી બેસ્ટ છે. અનેક ગુણોથી ભરપૂર આ તેલ તમે ઘર વપરાશ માટે લો છો તો તમારી હેલ્થને અનેક રીતે ફાયદો થાય છે. આ તેલનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.

 

પામ ઓઈલ શું છે?

આ તેલ પામ વૃક્ષોના ફળમાંથી મેળવવામાં આવતું ખાદ્ય વનસ્પતિ તેલ છે, જેનું વૈજ્ઞાનિક નામ એલેઈસ ગિનીન્સિસ છે. બે પ્રકારના તેલનું ઉત્પાદન કરી શકાય છે.

2. કયા ઉત્પાદનોમાં વપરાય છે?

પામ તેલ લગભગ દરેક વસ્તુમાં હોય છે. તે તમને સુપરમાર્કેટ્સમાં મળે છે તે લગભગ 50% પેકેજ્ડ ઉત્પાદનોમાં હોય છે. પિઝા, ડોનટ્સ અને ચોકલેટથી લઈને ડિઓડરન્ટ, શેમ્પૂ, ટૂથપેસ્ટ અને લિપસ્ટિક સુધીની દરેક વસ્તુમાં પામ ઓઈલનું મિશ્રણ હોય છે. વિશ્વના ઘણા ભાગોમાં તેનો ઉપયોગ પશુ આહાર અને જૈવ બળતણ તરીકે પણ થાય છે. 

 

પામ ઓઈલથી થતા ફાયદાઓ... 

વિટામીન ઇ

  • તાડના તેલમાં વિટામીન ઇનું પ્રમાણ સારું હોય છે. 
  • વેબએમડીની ખબર અનુસાર તાડના તેલમાં એન્ટી ઓક્સિડન્ટસનો સ્ત્રોત બહુ મોટા પ્રમાણમાં હોય છે. 
  • આ વિટામીન શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે સૌથી જરૂરી છે. 
  • અનેક અભ્યાસ પરથી આ વાતની જાણ થઇ છે કે આપણાં આહારમાં વિટામીન ઇ શામેલ કરવાથી હાર્ટને લગતા રોગ, કેટલાક પ્રકારના કેન્સર જેવી બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.

મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે જરૂરી

  • તાડના તેલમાં વિટામીન ઇ સારા પ્રમાણમાં હોવાથી મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. 
  • આમાં વિટામીન ઇ ટોકોટ્રિયોનલના રૂપમાં મળે છે જે માનવ મસ્તિષ્કને બીજા એન્ટી ઓક્સિડન્ટની તુલનામાં ખતરનાક કારકોથી બચાવે છે.
  • હાર્ટને લગતી અનેક બીમારીઓથી બચાવે છે.
  • તાડના તેલમાં રહેલા ગુણો હાર્ટને લગતી અનેક બીમારીઓમાંથી રાહત અપાવવાનું કામ કરે છે. 
  • આ સાથે જ તાડનું તેલ વિટામીન Aની માત્રા વધારવામાં મદદ કરે છે. વિટામીન A આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે બહુ જરૂરી છે. 
  • તાડના તેલને આહારમાં શામેલ કરવાથી વિટામીન Aની અસર આપણાં શરીરમાં અધિક રીતે પહોંચે છે. 
  • તાડનું તેલ મોતિયાબિંદની સમસ્યા પણ ઓછી કરે છે.
  • શરીરની ઉર્જામાં વધારો કરે છે 

 

તાડના તેલમાં અનેક પોષક તત્વો મળે છે

 

  • આમાં એક બીટા કેરાટીન નામનું પોષક તત્વ હોય છે. 
  • આ શરીરમાં ઉર્જાનું સ્તર સુધારે છે અને સાથે આપણાં શરીરમાં હોર્મોનલ સંતુલન કરવામાં ઠીક કરે છે.