ઓછી ઉંમરે સફેદ વાળ? આ કુદરતી ઉપચારોને રુટીનમાં કરો સામેલ, ડાઈની જરુર નહીં પડે

Premature grey hair: કેટલાંક લોકોને નાની ઉંમરે જ સફેદ વાળ આવવાનું શરુ થઈ જતુ હોય છે. આની પાછળ અત્યારની રહેણી કરણી અને ખાણી પાણી જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • નાની ઉંમરે આવતા સફેદ વાળ ચિંતા વધારી શકે
  • તમારા રુટીનમાં આ કુદરતી ચીજોને સામેલ કરો
  • આમ કરવાથી વાળ મજબૂત અને ચમકદાર બનશે

Grey Hair: આજની લાઈફ સ્ટાઈલ અને ખાણી પીણીના કારણે સફેદ વાળની સમસ્યા વધી રહી હોવાનું લાગી રહ્યું છે. જો કે, તમે તમારા સફેદ વાળને ડાઈ કરી શકો છો કે પછી બીજા કોઈ ઓપ્શન પણ અપનાવી શકો છો. પરંતુ તેના માટે કુદરતી ઉપચાર એક સૌથી વધુ સારો ઓપ્શન છે. આજે અમે તમારા માટે કેટલીક એવી કુદરતી ચીજવસ્તુઓનું લિસ્ટ લાવ્યા છીએ કે જેનાથી તમે તમારા સફેદ વાળને રોકી શકશો અને વાળ સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મેળવી શકશો. 

કઢી પત્તા 
સફેદ વાળ માટે કડી પત્તાને સૌથી વધુ કારગત માનવામાં આવે છે. આ વિટીમીન એ અને સીથી ભરપૂર હોય છે. જે વાળને પોષણ પ્રદાન કરે છે અને સ્વસ્થ પણ રાખે છે. આ પત્તા વાળને મજબૂત બનાવે છે અને તૂટવાથી બચાવે છે. તમે કડી પત્તાને ખાવામાં સામેલ કરી શકો છો. તેને ખાઈ પણ શકો છો. આ સિવાય વાળમાં જે તેલ વાપરતા હોવ તેમાં પણ તેને નાખીને યુઝ કરી શકો છો. આ કડી પત્તા તમારા વાળને કાળા કરવામાં મદદ કરશે. 

સુરજમુખી, કોળુ અને તલના બીજ
જો તમે તમારા ડાયટમાં સૂરજમુખી, કોળુ અને તલના બીજને સામેલ કરશો તો ફાયદો થઈ શકે છે. એનાથી તાંબા, સેલેનિયમ, આયરન, ઝિંક અને કેલ્શિયમ મળશે. આના પોષક તત્વો અને મિનરલ્સ વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. સાથે જ આ બીજ વાળને સફેદ થતા રોકવામાં મદદ કરશે. વાળને પાતળા થતા પણ રોકશે. વાળનો વિકાસ થશે અને ભરાવદાર તથા ચમકદાર બનશે. આ બીજોને ચટની કે સલાડમાં મિક્સ કરીને ખાઈ શકો છો. 

નારિયેળ
નારિયેળ તમારા સફેદ વાળને આગળ વધતા અટકાવી શકે છે. પ્રોટીન, મેગેનીઝ અને સેલેનિયમ તથા પોટેશિયમથી ભરપૂર હોય છે. જેનાથી વાળને પોષણ મળે છે અને મજબૂત થાય છે. તમે નારિયેળના તેલમાં જમવાનું રાંધી શકો છો. ન્હાતા પહેલાં તમારા વાળ પર લગાવી શકો છો. નારિયેળ પાણી તમારા ડેઈલી ડાયટમાં પણ સામેલ કરો. એનાથી ડીહાઈડ્રેટની સમસ્યા નહીં થાય.