બાળકોમાં આત્મવિશ્વાસ અને વાક્ચાતુર્ય વધારવાની ટિપ્સ

આપણાં ગુજરાતીમાં શબ્દ છે વાકચાતુર્ય. આજના યુગમાં એકબીજા સાથે સંવાદની અને ચપળતાની જરૂરિયાત વધતી જાય છે. ઘણા બાળકોમાં બોલવાની આવડત મોડી આવે છે. તે સમયે તેમનાં માતા પિતાએ થોડી ધીરજ રાખી તેને આ કળા વિકસાવવાનો સમય આપવો જોઈએ.  એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર, સંયુક્ત પરિવારમાં રહેતું બાળક જલ્દી બોલતા શીખે છે, જ્યારે વિભક્ત કુટુંબમાં રહેતું બાળક […]

Share:

આપણાં ગુજરાતીમાં શબ્દ છે વાકચાતુર્ય. આજના યુગમાં એકબીજા સાથે સંવાદની અને ચપળતાની જરૂરિયાત વધતી જાય છે. ઘણા બાળકોમાં બોલવાની આવડત મોડી આવે છે. તે સમયે તેમનાં માતા પિતાએ થોડી ધીરજ રાખી તેને આ કળા વિકસાવવાનો સમય આપવો જોઈએ. 

એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર, સંયુક્ત પરિવારમાં રહેતું બાળક જલ્દી બોલતા શીખે છે, જ્યારે વિભક્ત કુટુંબમાં રહેતું બાળક થોડું મોડેથી બોલતા શીખે છે કારણ કે, મોટા કુટુંબમાં તેની સાથે વાત કરવા ઘણા લોકો મળી જાય છે. એટલે નાનપણથી જ બાળકમાં વાતચીત કરવાની કળા વિકસે છે. બાળકો સાથે નાનપણથી જ સામાન્ય વાતચીત કરવી જોઈએ, teni સાથે તોતડી ભાષામાં વાત ન કરવી જોઈએ અને બાળકને શું સમજ પડે એવું વિચારવાના બદલે તેના વિચારો વ્યક્ત થવા દેવા જોઇએ.

બાળકને કઈક શીખવતા હોય ત્યારે તેઓને શાંત વાતાવરણ જરૂરી હોય છે આથી તે ધાયન રાખવું જોઈએ કે તેઓ હોમવર્ક કરતાં હોય કે વાંચતાં હોય કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતાં હોય ત્યારે શાંત વાતાવરણ મળી રહે. 

બાળકને પૂછવામાં આવતા કોઈપણ પ્રશ્નનો ઉત્તર આપવામાં તેને જવાબ ગોઠવીને બોલવામા સમય લાગી શકે છે. તે માટે તેને પૂરતો સમય આપવો પોઈએ. 

બાળકો સામે એવા પ્રશ્નો મૂકી શકાય જેનો જવાબ માત્ર હા અથવા ના માં ન હોય અમે તેમની વિચાર કરવાની આવડતનો ઉપયોગ કરી કોઈ જવાબ આપી શકે. જ્યારે બાળક બોલતા શિખતો હોય ત્યારે તેને માત્ર સુધારવાનો જ ઉદ્દેશ રાખવાથી તેમનામાં ઉત્સાહ ઘટી શકે છે. તેમણે બોલવાનું પ્રોત્સાહન આપવું જોઈએ. સમયાંતરે તેમણે નવા નવા  શબ્દો સાથે વાત કરવાથી તેમને આ શબ્દોનો અર્થ સમજાવવાનો પણ ચાન્સ મળે છે. 

આપણા ઘરે કોઇ મહેમાન આવે કે આપણે કોઈના ઘરે મહેમાન બનીને જઈએ એટલે સામાન્ય રીતે ઘરનાં બાળકો પોતાનો મોબાઈલ, ટીવી કે ટેબ્લેટ લઈને એક ખૂણામાં બેસી જશે.  આ બાળકોનાં મોં ખોલવા માટે, તેમના વિચારો જાણવા માટે તેમની દુનિયામાં ડોકિયું કરવું ખૂબ જરૂરી છે, બાળકોની પસંદ-નાપસંદ, તેમની આવડત, સ્કિલ, વગેરે વિશે વાત કરવાથી, તેમની પ્રશંસા કરવાથી, બાળક ધીમે ધીમે ખૂલશે, બાળકને પણ બધા સાથે વાત કરવાની મજા આવશે અને તે તેમની સાથે હળીમળી જશે.

ઘણાં માતા-પિતા બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન અપાવવા જ પ્રવૃત્ત હોય છે. તેથી, બાળકોનો સંપૂર્ણ વિકાસ થતો નથી, બાળકોની સંવાદ ક્ષમતા વધારવા માટે તેમની શાળા-કોલેજમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, વક્તૃત્વ સ્પર્ધા, ડિબેટ, ગ્રૂપ ચર્ચા, નાટક, ગીત-સંગીત, લેખન કૌશલ્ય, રમતગમત વગેરેમાં ભાગ લેવા પ્રેરિત કરવા જોઈએ. વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તેમનો આત્મવિશ્વાસ, સ્વ ઓળખ અને જ્ઞાનમાં વધારો થાય છે, તેઓ પોતાની જાત અને વાતાવરણ પ્રત્યે સજાગ બને છે અને સહજતાથી પોતાના વિચારો પ્રસ્તુત કરી શકે છે.