નોન સ્ટિક પેન આ 7 સ્થિતિમાં આવી જાય તો તેને બદલી કા

નોન સ્ટિક પેનનો મુખ્ય ફાયદો એ છે કે તેમાં ઓછા તેલમાં ખોરાક સરળતાથી રંધાઈ જાય છે. નોન સ્ટિક પેનમાં ખોરાક ચોંટી જવાનો ડર પણ રહેતો નથી. તેના અનેક ફાયદા છતાં તે લાંબા સમય સુધી વાપરી શકાતું નથી. તેને કયા સુધી વાપરી શકાય તે સમજવા માટે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે, જેથી આપણે નૉન સ્ટિકના […]

Share:

નોન સ્ટિક પેનનો મુખ્ય ફાયદો એ છે કે તેમાં ઓછા તેલમાં ખોરાક સરળતાથી રંધાઈ જાય છે. નોન સ્ટિક પેનમાં ખોરાક ચોંટી જવાનો ડર પણ રહેતો નથી. તેના અનેક ફાયદા છતાં તે લાંબા સમય સુધી વાપરી શકાતું નથી. તેને કયા સુધી વાપરી શકાય તે સમજવા માટે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે, જેથી આપણે નૉન સ્ટિકના ઉપયોગ દ્વારા સ્વાથ્યપ્રદ ભોજનનો આનંદ લઈ શકીએ. 

નોન-સ્ટિક તવામાં રાંધવું ઘણું સુવિધાજનક છે અને સરળ છે. જો તમે ઓછા તેલમાં વાનગી બનાવવા માંગતા હોય તો પણ તે શક્ય છે. તાંબુ, સ્ટેનલેસ સ્ટીલ, કાર્બન સ્ટીલ અને કાસ્ટ આયર્ન જેવી સામગ્રીઓનું આયુષ્ય લાંબુ હોય છે, ત્યારે નોન-સ્ટીક પેન લાંબા સમય સુધી વાપરી શકાતું નથી. 

મોટાભાગના નોન-સ્ટીક તવાઓને ટેફલોન નામના રસાયણ સાથે કોટેડ કરવામાં આવે છે, જેમાં પરફ્લુરોઓક્ટેનોઇક એસિડ (PFOA) હોય છે, જે તેને સાફ કરવામાં સરળ બનાવે છે.  કેટલીક બ્રાન્ડ્સ તેમના નોન-સ્ટીક પેન પર સિરામિક કોટિંગનો પણ ઉપયોગ કરે છે.  રસોઈ માટે નોન સ્ટિક પેન ક્યા સુધી વાપરી શકાય તેનો યોગ્ય સમય જાણવો જરૂરી છે સાથે જ તમારા જૂનાં પેનને નવાં સાથે બદલવો પણ જરૂરી છે. જો આ 7 સ્થિતિ જણાઈ આવે તો તમારે તરત નવા પેનને વસાવવાની આવશ્યકતા છે.

1. સ્ક્રેચ

ટેફલોનથી બનતા નોનસ્ટિકનાં લેયરમાં પરફ્લુરોઓક્ટેનોઈક એસિડ (PFOA) નામનું હાનિકારક રસાયણ હોઈ શકે છે. જ્યારે તેમાં સ્ક્રેચ પડે ત્યારે તવાને બદલવો જોઈએ. 

2.  વધારે જૂનો થઈ ગયો હોય

દર પાંચ વર્ષે નોન-સ્ટીક પેન બદલવાની ભલામણ કરવામાં આવે છે.  2015 બાદ  PFOA મુક્ત પેનનું ઉત્પાદન બજારમાં આવ્યું છે. પરંતુ સામાન્યપણે પણ અતિશય જૂનું પેન વાપરવું જોઈએ નહીં. 

3. રંગીન બને

 નોન-સ્ટીક પેનમાં ઠેકઠેકાણે કળા ડાઘા જેવુ અને પડ જેવુ બને તો શક્ય છે કે તેના કોટિંગમાં સમસ્યા ઊભી થઈ છે અને તરત જ તેને બદલી દેવું જોઈએ. 

4. આકાર બદલાવો

 ઘણીવાર નોન સ્ટિક વધારે ગરમ થાય અને તેનો આકાર બદલાઈ જાય છે. જેથી સમાનપણે બધે ગરમી પહોંચતી નથી. આ સમયે નવું પેન લઈ લેવું જોઈએ. 

5. કોટિંગ ઉપસી આવે 

ઘણીવાર એવું બને કે, કોટિંગ તેની જગ્યાએથી ઉપસી આવે છે, નીકળી પણ જતું હોય છે. આવા પેન વાપરવા એ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.  આવા સમયે તેને સ્થાને નવું પેન વાપરવું જોઈએ. 

6. કાટ લાગી જવો

નોન-સ્ટીક કોટિંગ નીકળી જાય ત્યારે ત્યાં પાણીનો ભેજ થાય છે અને ત્યાં કાટ લાગે છે. જે આપણાં ખોરાકમાં આવતા ખોરાકનો સ્વાદ બગડી શકે છે.  

7. ખોરાક ચોંટવા લાગે 

ખોરાક નોનસ્ટિક પેનને ચોંટે નહીં તે તેની મુખ્ય ખાસિયત છે અને જ્યારે તેમાં ખોરાક ચોંટે ત્યારે સમજવું કે તેને બદલવાનો સમય આવી ગયો છે.