તમારા બાળકનો વધારે Screen Time હાર્ટ એટેકને નોતરી શકે છે

Screen Time: વર્તમાન સમયમાં ટીવી, મોબાઈલ ફોન સહિતના ઉપકરણોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. ત્યારે બાળપણ દરમિયાન સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેની શું અસરો થઈ શકે તે અંગે વ્યાપકપણે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અભ્યાસના તારણો પરથી કહી શકાય કે, વધુ પડતો સ્ક્રીન ટાઈમ (Screen Time) બાળકોના ન્યુરોલોજિકલ વિકાસ અને સામાજીકરણ […]

Share:

Screen Time: વર્તમાન સમયમાં ટીવી, મોબાઈલ ફોન સહિતના ઉપકરણોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. ત્યારે બાળપણ દરમિયાન સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેની શું અસરો થઈ શકે તે અંગે વ્યાપકપણે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અભ્યાસના તારણો પરથી કહી શકાય કે, વધુ પડતો સ્ક્રીન ટાઈમ (Screen Time) બાળકોના ન્યુરોલોજિકલ વિકાસ અને સામાજીકરણ એમ બંને માટે હાનિકારક છે. ત્યારે તાજેતરના અભ્યાસ પ્રમાણે આ આદત ભાવિ હૃદયરોગ (Heart Disease)નું પણ કારણ બની શકે છે તેવું તારણ સામે આવ્યું છે. 

Screen Time બેઠાડુ જીવનશૈલીનું કારણ

વધુ પડતો સ્ક્રીનટાઈમ બાળકોને આસપાસના વાતાવરણથી ડિસ્કનેક્ટ કરી દે છે અને તેઓ એટલી હદે સ્ક્રીનના વ્યસની બની જાય છે કે ઘણી વખત તેમને મનોચિકિત્સકની જરૂર પણ પડી શકે છે. ઉપરાંત વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળપણમાં વ્યક્તિત્વ નિર્માણના પ્રારંભિક તબક્કામાં ન્યુરોકોગ્નિટિવ લર્નિંગ ડિસઓર્ડરનું કારણ બની શકે છે. તેની સીધી અસર બાળકનાં સંપૂર્ણ માનસિક વિકાસ પર થાય છે.

બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન ટેલિવિઝન, વીડિયો ગેમ્સ, મોબાઈલ ફોન અને ટેબ્લેટ સામે વધારે પડતો સમય વિતાવવાથી તે બેઠાડુ જીવનશૈલી તરફ દોરી જાય છે. વધુ પડતા સ્ક્રીન ટાઈમ અને બાળકોની બેઠાડુ જીવનશૈલી વચ્ચેનો સંબંધ જગજાહેર છે પરંતુ આ આદત હૃદયરોગ  (Heart Disease)નું કારણ પણ બની શકે છે. 

વધુ વાંચો: બાળકોમાં આક્રમક વર્તનને મર્યાદિત કરવા માટે, આ પેરેંટિંગ ટીપ્સ અપનાવો

સ્ક્રીન ટાઈમ અને હૃદયરોગ વચ્ચે સંબંધ

બાળકોનો ટેલિવિઝન, મોબાઈલ ફોન, વીડિયો ગેમ્સ વગેરેનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવા માટે નવું એક કારણ સામે આવ્યું છે. કુઓપિયોમાં યુનિવર્સિટી ઓફ ઈસ્ટર્ન ફિનલેન્ડ ખાતે એન્ડ્રુ અગબાજેની આગેવાની હેઠળના અને યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ 2023માં રજૂ કરાયેલા નવા અભ્યાસ મુજબ બેઠાડુ જીવનશૈલી ધરાવતા બાળકોને પ્રારંભિક પુખ્તાવસ્થામાં હૃદયને નુકસાન થવાનું જોખમ વધારે છે.

બીજા શબ્દોમાં કહીએ તો બાળપણમાં નિષ્ક્રિય રહેવાની આદત મોટી ઉંમરે વજન અને બ્લડ પ્રેશર સામાન્ય હોવા છતાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. સંશોધનમાં બાળપણની બેઠાડુ જીવનશૈલીની હૃદય પર શું અસરો પડે છે તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. 

અભ્યાસ માટે 1990 અને 1991ના ગાળામાં જન્મેલા 14,500 બાળકોના પુખ્ત ઉંમરના આરોગ્ય અને જીવનશૈલી ટ્રેક કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં સામેલ 55 ટકા, 766 જેટલી છોકરીઓ અને 45 ટકા છોકરાઓને 11 વર્ષની ઉંમરે સ્માર્ટવોચ પહેરવા કહેવામાં આવ્યું હતું અને 7 દિવસ સુધી તેમની પ્રવૃત્તિઓનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો: થાઈલેન્ડમાં કોવિડ-19ની સારવાર પછી બાળકની ડાર્ક બ્રાઉન આંખો વાદળી થતા તબીબો આશ્ચર્યમાં મુકાયા

ત્યાર બાદ તેઓ 15 અને 24 વર્ષના થયા ત્યારે ફરી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાથે જ તેમના ડાબા વેન્ટ્રિકલનું ઈકોકાર્ડિયોગ્રાફિકલ વિશ્લેષણ પણ કરાયું હતું અને તેમની તમાકુની આદતો, શારીરિક પ્રવૃત્તિ, સામાજિક-આર્થિક સ્થિતિ વગેરેના આધાર પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. 

ઈકોકાર્ડિયોગ્રાફીમાં યુવાનોના હૃદયના વજનમાં વધારો નોંધાયો હતો જે તેમની બેઠાડુ જીવનશૈલી સાથે સીધી રીતે સંબંધિત છે. આ કારણે પુખ્ત બન્યા બાદ તેમના માટે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે.