Diwali 2023: કન્યા રાશિમાં ખાસ યોગથી દિવાળી દરમિયાન 5 રાશિના જાતકોને થશે લાભ

Diwali 2023: ભૌતિક સુખ સુવિધાનો સ્વામી શુક્ર ગ્રહ દિવાળી (Diwali 2023) પહેલાં  3 નવેમ્બરે સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ શુક્રના સ્વામિત્વવાળી તુલા રાશિમાંથી બુધની રાશિ કન્યામાં પ્રવેશ કરી ચુક્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિમાં શુક્ર અને કેતુની યુતિ બની રહી છે, જેનાથી શુક્ર કેતુ યુતિ (Shukra Ketu yuti) બની રહ્યો […]

Share:

Diwali 2023: ભૌતિક સુખ સુવિધાનો સ્વામી શુક્ર ગ્રહ દિવાળી (Diwali 2023) પહેલાં  3 નવેમ્બરે સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ શુક્રના સ્વામિત્વવાળી તુલા રાશિમાંથી બુધની રાશિ કન્યામાં પ્રવેશ કરી ચુક્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિમાં શુક્ર અને કેતુની યુતિ બની રહી છે, જેનાથી શુક્ર કેતુ યુતિ (Shukra Ketu yuti) બની રહ્યો છે. 

શુક્ર કન્યા રાશિમાં 29 નવેમ્બર સુધી રહેશે પછી તુલા રાશિમાં પ્રવેશ કરશે. તે સાથે જ શુક્ર અને કેતુની યુતિ સમાપ્ત થઈ જશે. શુક્ર કેતુના ગુરુ પણ છે માટે જ એક રાશિમાં બંને ગ્રહનું હોવું ખાસ માનવામાં આવી રહ્યું છે. કન્યા રાશિમાં શુક્ર અને કેતુ  કેટલીક રાશિ માટે ખૂબ શુભ માનવામાં આવે છે. ત્યારે દિવાળી (Diwali 2023)આસપાસ આ રાશિઓની સુખ સુવિધાઓમાં વધારો થશે. જાણો કન્યા રાશિમાં શુક્ર અને કેતુના ગોચરથી કઈ રાશિઓને ફાયદો થશેઃ

વધુ વાંચો: દિવાળીમાં આ જવેલરી પહેરીને મેળવો સ્ટાઈલિશ લૂક

દિવાળી (Diwali 2023) દરમિયાન આ જાતિના રાશકોને લાભ થશે

1. મિથુન

મિથુન રાશિના જાતકોને શુક્ર કેતુ યુતિ (Shukra Ketu yuti) લાભ મળશે. આ સમયગાળા દરમિયાન રોકાણ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મળશે અને તેમના વિચારો અને કાર્યો વિશે સ્પષ્ટતા થશે. વ્યાપારીઓ સારો નફો મેળવશે અને કેતુની શુભ અસર પણ રહેશે. સ્વાસ્થ્ય સુધરશે અને તમને તમારા માતા-પિતા તરફથી આશીર્વાદ મળશે. વિવાહિત જીવન પણ સારું રહેશે.

2. કર્ક 

આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ મળશે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો, તો તમને આ સમયગાળા દરમિયાન સારો નફો મળશે અને તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે. તમે વ્યવસાયમાં તાલમેલથી લાભ મેળવી શકશો. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે.

વધુ વાંચો:ખૂબ જ સરળતાથી બનતી આ સુગર ફ્રી મીઠાઈ તહેવારમાં ઉમેરશે અનેરો સ્વાદ

3. કન્યા

શુક્ર તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને કેતુ પહેલાથી જ આ રાશિમાં હાજર છે. આ સમય દરમિયાન, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ વધશે અને ધાર્મિક પ્રવૃત્તિઓથી માનસિક શાંતિ પણ મળશે. એકંદરે તમામ ક્ષેત્રે પ્રગતિ થશે.

4. વૃશ્ચિક

શુક્ર કેતુ યુતિ (Shukra Ketu yuti) આ રાશિના જાતકોને આરામ કરવાની તક આપશે અને વ્યવસાયમાં ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. ગ્રહોના શુભ પ્રભાવને કારણે તમને વિવાહિત જીવનની સમસ્યાઓથી રાહત મળશે. કારકિર્દીના સંબંધમાં વિદેશ પ્રવાસ પર જવાની તક પણ મળશે. તમારી ક્ષમતાઓના આધારે સારું નામ કમાઈ શકશો. નોકરીયાત લોકોને સારી તક મળશે. અવિવાહિત લોકો આ સમયગાળા દરમિયાન કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે.

5. મકર

તમે તમારા વ્યવસાયને આગળ વધારીને સારી સફળતા પ્રાપ્ત કરી શકશો અને સમાજમાં તમારી નવી છબિ પણ બનશે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓનો પરાજય થશે અને દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. પિતાના સહયોગથી નવી મિલકત ખરીદવાની ઈચ્છા પૂર્ણ થશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થશે.

Tags :