સ્કીટર સિન્ડ્રોમઃ જાણો મચ્છર કરડવાથી થતી આ એલર્જીના લક્ષણો અને તેની સારવારના ઘરગથ્થુ ઉપચાર

સ્કીટર સિન્ડ્રોમ એટલે કે મચ્છર કરડવાથી થતી એલર્જીએ એક દુર્લભ પ્રકારનું એલર્જીક રિએક્શન છે જે મચ્છર કરડવાના કારણે થતું હોય છે. સામાન્ય રીતે મચ્છર કરડવાથી મોટા ભાગના લોકોને તે જગ્યાએ સામાન્ય ખંજવાળ, લાલાશ અને સોજાનો અનુભવ થતો હોય છે. જોકે સ્કીટર સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં તેની વધારે પડતી અસર જોવા મળતી હોય છે. આ એલર્જીક રિએક્શન […]

Share:

સ્કીટર સિન્ડ્રોમ એટલે કે મચ્છર કરડવાથી થતી એલર્જીએ એક દુર્લભ પ્રકારનું એલર્જીક રિએક્શન છે જે મચ્છર કરડવાના કારણે થતું હોય છે. સામાન્ય રીતે મચ્છર કરડવાથી મોટા ભાગના લોકોને તે જગ્યાએ સામાન્ય ખંજવાળ, લાલાશ અને સોજાનો અનુભવ થતો હોય છે. જોકે સ્કીટર સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં તેની વધારે પડતી અસર જોવા મળતી હોય છે. આ એલર્જીક રિએક્શન માટે મચ્છરની લાળમાં રહેલું પ્રોટીન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. 

સામાન્ય રીતે મચ્છર કરડે એટલે તેની લાળમાં રહેલું પ્રોટીન માનવીના શરીરમાં પ્રવેશે છે. સામાન્ય રીતે લોકોનું શરીર તેના સામે નજીવી પ્રતિક્રિયા આપે છે. પરંતુ સંવેદનશીલ લોકોનું રોગપ્રતિકારક તંત્ર આ પ્રોટીનને ફોરિન સબસ્ટેન્સીસ તરીકે ઓળખે છે અને એલર્જીક રિએક્શનનું સર્જન કરે છે. 

સ્કીટર સિન્ડ્રોમ ખૂબ દુર્લભ ગણાય છે પરંતુ તેના ગંભીર લક્ષણોની અવગણના ઘણી વખત જીવલેણ બની શકે છે. આ કારણે સ્કીટર સિન્ડ્રોમના લક્ષણો અને તેની સારવાર વિશે જાણવું અગત્યનું બની જાય છે.

સ્કીટર સિન્ડ્રોમના લક્ષણો

– મચ્છર કરડ્યુ હોય તે જગ્યાએ તીવ્ર ખંજવાળ આવે છે જેથી અસ્વસ્થતા અનુભવાય છે. 

– મચ્છરના ડંખની જગ્યાએ સોજો આવે છે જે ધીમે ધીમે વિસ્તરે છે. 

– મચ્છર કરડ્યું હોય તેની આસપાસની ત્વચા લાલાશ પડતી બનીને સુજી જાય છે.

– ઘણાં લોકોને મચ્છર કરડ્યું હોય તે ભાગમાં પીડા કે અસ્વસ્થતા અનુભવાય છે.

– સ્કીટર સિન્ડ્રોમના ગંભીર સંજોગોમાં ફોડલા કે ચાંઠા થવા લાગે છે. 

– જ્યારે સ્કીટર સિન્ડ્રોમના દુર્લભ કિસ્સાઓમાં વ્યક્તિને તાવ, માથાનો દુઃખાવો કે થાક સહિતની સ્થિતિનો અનુભવ થાય છે. 

સ્કીટર સિન્ડ્રોમની સારવાર

સ્કીટર સિન્ડ્રોમ ધરાવતા દર્દીની સારવાર માટેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય રીતે લક્ષણોનું સંચાલન અને એલર્જીક રિએક્શનની તીવ્રતાને રોકવાનો સમાવેશ કરે છે. સ્કીટર સિન્ડ્રોમના લક્ષણો ગંભીર જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ રહે છે. જે વ્યક્તિને પહેલા પણ સ્કીટર સિન્ડ્રોમના લક્ષણો અનુભવાયા હોય તેણે મચ્છરોથી સાવધ રહેવાના રસ્તા અપનાવવા જોઈએ. 

– ખંજવાળ કે સોજો ઘટાડવા ઓવર-ધ-કાઉન્ટર એન્ટિહિસ્ટેમાઈન્સ ઉપયોગી બની શકે. 

– બળતરા ઘટાડવા માટે ટોપિકલ કોર્ટીકોસ્ટેરોઈડ ક્રીમ કે મલમ ઉપયોગી બને છે. 

– સ્કીટર સિન્ડ્રોમના ગંભીર સંજોગોમાં ઓરલ કોર્ટીકોસ્ટેરોઈડ્સ સૂચવવામાં આવે છે.

ઘરગથ્થુ ઉપચાર

સ્કીટર સિન્ડ્રોમના સરળ ઘરગથ્થુ ઉપચારોમાં બળતરા ઘટાડવા, પીડા અને ખંજવાળની સંવેદનાઓને શાંત કરવા માટે અને લાલાશ ઘટાડવા માટે મચ્છર કરડ્યું હોય તે જગ્યાએ બરફનો ઉપયોગ કરી શકાય. જો નોંધપાત્ર સોજો હોય તો તે ભાગને ઉંચો રાખવો એ પણ સારો વિચાર છે.

સ્કીટર સિન્ડ્રોમનો અન્ય લોકપ્રિય ઘરગથ્થુ ઉપચાર એ છે કે મચ્છર કરડ્યું હોય ત્યાં રાંધેલા ઓટમીલને ચોપડવા. ઉપરાંત મચ્છર કરડ્યું હોય ત્યાં ઓટ્સ લગાવવાથી કે ઓટમીલ બાથ કરવાથી ખંજવાળ અને સોજો ઓછો થઈ શકે છે કારણ કે તેમાં બળતરા વિરોધી અને એન્ટી ઑકિસડન્ટ ગુણધર્મો રહેલા હોય છે.