Skincare: દિવાળી બાદ ત્વચા ચમકદાર બનાવવા માટે આ રૂટિન અપનાવો

તણાવના કારણે પણ ત્વચાની ચમકને અસર પહોંચે છે માટે તણાવભરી સ્થિતિનો સામનો કરવા માટે તંદુરસ્ત રસ્તાઓ અપનાવો

Courtesy: Image: Pexels

Share:

 

Skincare: તહેવારો દરમિયાન ચમકતી ત્વચા મેળવવા માટે તમારામાંથી મોટા ભાગના લોકોએ પ્રી દિવાલી સ્કીનકેર (Skincare) રૂટિન અપનાવ્યું જ હશે. પરંતુ એ પણ સમજવું જોઈએ કે, તહેવારો દરમિયાન તમે ખાવા-પીવાની વસ્તુઓનો વધુ પડતો આનંદ માણો છો, વધુ પડતી ખાંડનું સેવન કરો છો, ખૂબ જ મેકઅપ લગાવો છો અને ઘણી વખત તમે તમારા સ્કીનકેર રૂટિનને ફોલો કરવાનું પણ ભૂલી ગયા હશો. આ કારણે તમારી ત્વચા પોતાની ચમક પાછી ગુમાવી દે છે અને નીરસ, શુષ્ક બની જાય છે. 

ફરી શરૂ કરી દો આ Skincare રૂટિન

દિવાળી દરમિયાન આહારશૈલી વગેરેના કારણે ત્વચા પોતાની ચમક ગુમાવી દે છે પરંતુ તેનો કાયાકલ્પ કરી તેને પુનર્જીવિત કરવી જરૂરી છે. આ માટે અહીં જે સ્કીનકેર રૂટિન બતાવ્યું છે તેને નિયમિતપણે ફોલો કરીને તમે ત્વચાની કુદરતી ચમક પાછી મેળવી શકશો.

1. ક્લીન્ઝર

સૌથી પહેલા તો ત્વચાના કુદરતી તેલને જાળવી રાખીને સાફ કરે તેવા હળવા ક્લીન્ઝર પર પસંદગી ઉતારો. તેમાં આલ્કોહોલ, સલ્ફેટ જેવા ત્વચા પર બળતરા કરી શકે તેવા કઠોર ઘટકો ન હોય તે ચેક કરી લો.

2. એક્સફોલિએટર

ક્લીન્ઝીંગ કર્યા બાદ સપ્તાહમાં 2-3 વખત ત્વચાના મૃત કોષો દૂર કરવા માટે એક્સફોલિએટરનો પણ ઉપયોગ કરો. તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે સેન્સિટિવ ત્વચા હોય તો ઝીણા દાણાવાળા ફિઝિકલ એક્સફોલિએટર અને ખીલની સમસ્યા હોય તો સેલિસિલિક એસિડવાળા કેમિકલ એક્સફોલિએટરનો ઉપયોગ કરવો. 

3. ટોનર

ત્વચાના pH લેવલને સંતુલિત કરવા માટે ક્લીન્ઝીંગ અને એક્સફોલિએટિંગ બાદ આલ્કોહોલ ફ્રી અને સુગંધહીન ટોનરનો ઉપયોગ કરો.

4. સીરમ

ટોનિંગ બાદ વિટામીન સી, નિઆસીનામાઈડ કે રેટિનોલ સહિતના ઘટકોવાળા સીરમનો ઉપયોગ કરવાથી ત્વચા ચમકદાર બને છે. 

5. મોઈશ્ચરાઈઝર

સીરમ લગાવ્યા બાદ ત્વચાને અનુરૂપ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરીને તેને હાઈડ્રેટ કરવી જોઈએ. તૈલીય ત્વચા હોય તો લાઈટ વેઈટ અને ઓઈલ ફ્રી જ્યારે સૂકી ત્વચા માટે ઘટ્ટ મોઈશ્ચરાઈઝર સારૂં કામ આપે છે. 

6. સનસ્ક્રીન 

30 કે તેથી વધુ SPF ધરાવતા બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીનની મદદથી તમે ત્વચાનું સૂર્યના યુવી કિરણોથી રક્ષણ કરી શકો છો. વાદળછાયા વાતાવરણમાં પણ સનસ્ક્રીન જરૂરથી લગાવવું.

 

Skincare માટે વધારાની ટિપ્સ

1. પૂરતી ઉંઘ લો

ત્વચાની કાયાકલ્પ કરવા માટે પૂરતી ઉંઘ ખૂબ મહત્વની છે.

2. હાઈડ્રેટ રહો

ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે પુષ્કળ માત્રામાં પાણી પીવાનું રાખો.

3. યોગ્ય આહાર લો

ફળો અને શાકભાજીથી ભરપૂર સંતુલિત આહાર પણ ત્વચાની સંભાળ માટે ખૂબ જરૂરી છે. 

4. સ્ટ્રેસ મેનેજ કરો

તણાવના કારણે પણ ત્વચાની ચમકને અસર પહોંચે છે માટે તણાવભરી સ્થિતિનો સામનો કરવા માટે તંદુરસ્ત રસ્તાઓ અપનાવો.