Sleep Anxiety: શું તમને પણ રાત્રે પથારીમાં પડ્યા પછી ચિંતા સતાવે છે? જાણો તેની અસરો

Sleep Anxiety: માણસને વિવિધ પ્રકારની ચિંતાઓ કોરી ખાતી હોય છે. જોકે અમુક ચિંતાઓ વાસ્તવિક કરતા માનસિક વધારે હોય છે. આવી જ એક ચિંતા છે જેને સ્લીપ એન્ઝાઈટી (Sleep Anxiety) કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિને સતત એમ થયા કરે છે કે, તેને પૂરતો આરામ નહીં મળે અને આ વાતની ચિંતા તેને સતાવવા લાગે છે. આ કારણે […]

Share:

Sleep Anxiety: માણસને વિવિધ પ્રકારની ચિંતાઓ કોરી ખાતી હોય છે. જોકે અમુક ચિંતાઓ વાસ્તવિક કરતા માનસિક વધારે હોય છે. આવી જ એક ચિંતા છે જેને સ્લીપ એન્ઝાઈટી (Sleep Anxiety) કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિને સતત એમ થયા કરે છે કે, તેને પૂરતો આરામ નહીં મળે અને આ વાતની ચિંતા તેને સતાવવા લાગે છે. આ કારણે હકીકતમાં ઉંઘ આવવામાં અથવા તો સારી ઉંઘ આવવામાં પણ સમસ્યા થાય છે. 

વધુ વાંચો… ગ્રીન ફટાકડા સાથે ઈકો-ફ્રેન્ડલી Diwali 2023ની ઉજવણી કરો

Sleep Anxietyની આડઅસરો

નવાઈની વાત એ છે કે, સ્લીપ એન્ઝાઈટીથી પીડાનારી વ્યક્તિ પોતાને પૂરતી ઉંઘ નહીં મળે તો શું થશે તે વાતને લઈ પણ ચિંતિત રહેવા લાગે છે આમ ચિંતાનું આ ચક્ર ફર્યા જ કરે છે જે તેમની આરામ કરવાની ક્ષમતામાં વધારે અવરોધરૂપ બને છે. સ્લીપ એન્ઝાઈટીથી પીડાનારી વ્યક્તિ સવાર પડવામાં કે, જાગવામાં કેટલા સમયની વાર છે તે સતત ચેક કરતી રહે છે. 

આ ઉપરાંત સ્લીપ એન્ઝાઈટી (Sleep Anxiety)થી પીડાનારી વ્યક્તિને પૂરતી ઉંઘ નહીં મળે તેવી ચિંતા સતાવે છે અને સાથે જ તેના લીધે બીજા દિવસે ચક્કર આવશે અને થાક અનુભવાશે તેની પણ ચિંતા સતાવવા લાગે છે. આ પ્રકારની અસ્વસ્થતા તણાવમાં પરિણમી શકે છે અને રોજિંદા કામકાજને અસર કરી શકે છે. 

સ્લીપ એન્ઝાઈટી ધરાવતા લોકો ઘણી વખત સૂવા માટેના યોગ્ય સમય વિશે વાત કરતા જોવા મળે છે. આ ઉપરાંત તેઓ ઉંઘવાના સમયને અનુરૂપ આવે તે રીતે પોતાની દૈનિક પ્રવૃત્તિઓ ગોઠવવા માટે પણ પ્રયત્નશીલ રહેતા હોય છે. ઘણી વખત આ સમસ્યા આરામ માટેના વળગણ અને ઉંડી આરામદાયક ઉંઘ લેવાની રીતો વિશેના સંશોધનો તરફ પણ દોરી જાય છે. 

જોકે સાથે જ તેઓ સૂવા જવાના વિચારથી પણ ડરતા હોય છે કારણ કે તેમને લાગે છે કે તેમને ઊંઘી જવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે. આમ ચેનની ઉંઘ આવશે કે નહીં તેની જ ચિંતા માણસને ચેનની ઉંઘથી વિમુખ કરી દે છે અને સમયાંતરે તેની અસર તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં અને શારીરિક રીતે પણ જોવા મળે છે. 

વધુ વાંચો…  Wet cough: કફ અને ગળફાથી રાહત મેળવવા માટે અપનાવો 9 ઘરગથ્થુ ઉપચાર

Sleep Anxietyથી સ્વાસ્થ્ય સમસ્યાઓ

આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે ઉંઘનો અભાવ તેમને વધુ ખરાબ સ્થિતિ તરફ દોરી જાય છે જેમાં તણાવ, ચીડિયાપણું અને પેનિક અટેક્સનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, સારી ગુણવત્તાવાળી ઉંઘ તણાવનો સામનો કરવામાં અને એકંદરે સુખાકારી જાળવવામાં મદદરૂપ બને છે. 

આવી સ્થિતિમાં ઉંઘવા માટેના નિયમિત સમયને વળગી રહેવાથી, સ્ક્રીન ટાઈમ ટાળવાથી, કોફી અને ચા જેવા ઉત્તેજક પીણાઓથી દૂર રહેવાથી, કસરત કરવાથી અને પથારીમાં જતા પહેલા વાંચનની આદત કેળવવાથી પણ લાભ મળશે. સૌથી અગત્યનું છે ઉંઘતા પહેલા શાંત રહેવાની જરૂરિયાતને સમજવી જેમાં ધ્યાન અને યોગ ચોક્કસથી મદદરૂપ બની શકે છે.