ઊંઘનો અભાવ અને ચક્કરઃ ઊંઘની કમી તમારું સંતુલન કેવી રીતે બગાડી શકે છે?

અપૂરતી ઊંઘના કારણે કેટલીક બીમારીઓ તમારા શરીરમાં ઘર કરી જાય છે. ડાયાબિટીસ, વજન વધવું, યાદ શક્તિ ઘટવી, સમજણ શક્તિ પર અસર થવી વગેરે જાતની મુશ્કેલીઓ તમને પડી શકે છે.

Share:

હાઈલાઇટ્સ

  • પૂરતી ઊંઘ નહીં લેતા હોવ તો ડાયાબિટીસની શક્યતા વધી જાય છે
  • તમારા શરીરનું વજન પણ વધવા લાગશે, સમજવાની શક્તિ પર થશે અસર
  • યાદ શક્તિ ઘટવા લાગે છે અને તમે બધુ ધીરે ધીરે ભૂલવા લાગો છો

જ્યારે આપણે રાત્રે ઊંઘવા માટે જઈને અને આપણને એક સારી ઊંઘ આવે એનાથી મોટી વાત બીજી શું હોઈ શકે. રોજ તમે સાતથી આઠ કલાકની ઊંઘ લઈને ખુશીથી લાઈફ જીવી શકો છો. પરંતુ આજકાલ લોકોનું ઊંઘવાનું ઘટી રહ્યું છે. લોકો મોડી રાત સુધી જાગતા હોય છે. એના કારણે શરીરના બેલેન્સ પર અસર પડે છે. જ્યારથી સ્માર્ટ ફોન આવ્યા છે ત્યારથી લોકો સ્ક્રીન પર જ કલાકો વીતાવતા થઈ ગયા છે. આના કારણે ઊંઘને અસર પહોંચે છે. આનાથી બીમારીઓ પણ ઊભી થતી હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, ઊંઘ પૂ રી ન થાય તો શરીર પર શું અસર પડી શકે છે. 

જલ્દી બીમાર પડી જવું 

 

lifestyle
lifestyle news


જો તમારી ઊંઘ પૂરી નહીં થાય તો તમે વારંવાર બીમાર પડી શકો છો. ઊંઘ ઓછી લેવાથી શરીરની ઈમ્યુનિટી કમજોર થઈ જાય છે. આના કારણે તમે જલ્દી બીમાર પણ પડી શકો છો. ઊંઘ પૂરી ન થવાથી હાઈબીપીની સમસ્યા પણ થઈ શકે છે. ઊંઘનો પ્રભાવ બ્લડના ફ્લો પર પણ પડતો હોય છે. 

હૃદય પર થઈ શકે અસર 
જો તમે ઊંઘ ઓછી લેશો તો તેની અસર દિલ  પર પણ પડી શકે છે. હાર્ટના સ્વાસ્થ્ય માટે ઓછામાં ઓછા પાંચ કલાક અને વધુમાં વધુ 9 કલાક ઊંઘવું જરુરી છે. જરુર કરતા વધારે અને ઓછી ઊંઘ લેવાથી કોરોનરી હાર્ટ ડિસીઝ કે સ્ટ્રોક આવવાનો ખતરો વધી જાય છે. દિલ સંબંધિત બીમારી તકલીફ એવા લોકોને થવાનો ભય રહે છે કે જેમની ઉંમર 40 કે એનાથી વધારે હોય. 

યાદ શક્તિ ઘટવા લાગે 
જો તમે તમારી ઊંઘ પૂરી નહીં કરો તો તમારી સમજવાની શક્તિ પર પણ તેની અસર થશે. જે લોકો પૂરીતી ઊંઘ લેતા નથી તેઓની મેમરી પાવર પણ ઘટી જાય છે. બ્રેઈનને ચાર્જ કરવા માટે ઊંઘ લેવી જરુરી છે. પણ જો તમે જરુર કરતા ઓછી ઊંઘ લેતા હોવ તો તમે રોજો રોજ ભૂલવા લાગો છો. 

વજન વધવા લાગે છે 

 

lifestyle
lifestyle news


અપૂરતી ઊંઘના કારણે તમારા શરીરનું વજન પણ વધવા લાગે છે. દર અઠવાડિયે કે પછી મહિને તમારું વજન વધવા લાગે છે. સારી રીતે ઊંઘ લેવાથી મેટાબોલિઝમ સારી રીતે કામ કરે છે. મેટાબોલિઝમ સારુ હશે તો તમે વજન પણ ઘટાડી શકશો અને હેલ્ધી વેઈટ મેઈન્ટેન કરી શકશો. 

ડાયાબિટીસ થઈ શકે છે 
અપૂરતી ઊંઘના કારણે ડાયાબિટીસનો ખતરો પણ વધી જાય છે. એનાથી વજન વધે છે અને વજન વધતા ડાયાબિટીસના શિકાર બનવાની શક્યતા સંપૂર્ણ રીતે વધી જાય છે. અપૂરતી ઊંઘના કારણે બ્લડમાં ગ્લુકોઝ લેવલ અસંતુલિત થઈ જાય છે. જેના કારણે ડાયાબિટીસ થઈ જાય છે. એટલા માટે પૂરતી ઊંઘ લેવી જરુરી છે.