ગણેશ ચતુર્થીના કારણે અમુક શહેરોની બેંકમાં રજા રહેશે, જાણો તારીખવાર યાદી

આ વર્ષે 19મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. અમુક શહેરોમાં 18, 19 અને 20મી સપ્ટેમ્બરના રોજ 3 દિવસ માટે બેંકમાં રજા રહેશે. ગણેશ ચતુર્થી એટલે કે ભગવાન ગણેશજીના જન્મદિવસની ઉજવણી માટેનું પર્વ એ ભારતના અનેક લોકપ્રિય તહેવારો પૈકીનો એક છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવને લઈ ખૂબ જ ઉત્સુકતા જોવા મળતી હોય છે.  […]

Share:

આ વર્ષે 19મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. અમુક શહેરોમાં 18, 19 અને 20મી સપ્ટેમ્બરના રોજ 3 દિવસ માટે બેંકમાં રજા રહેશે. ગણેશ ચતુર્થી એટલે કે ભગવાન ગણેશજીના જન્મદિવસની ઉજવણી માટેનું પર્વ એ ભારતના અનેક લોકપ્રિય તહેવારો પૈકીનો એક છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવને લઈ ખૂબ જ ઉત્સુકતા જોવા મળતી હોય છે. 

આ વર્ષે 19મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર દરમિયાન 10 દિવસ સુધી ગણેશ ઉત્સવની ઉજવણી ચાલશે. RBIના હોલિડે કેલેન્ડર મુજબ 18 સપ્ટેમ્બરના રોજ બેંગલુરૂ, ચેન્નાઈ અને હૈદરાબાદ-તેલંગાણામાં વરસિદ્ધિ વિનાયક વાર્તા / વિનાયક ચતુર્થી નિમિત્તે બેંકમાં રજા રહેશે. 

19મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, બેલાપુર, ભુવનેશ્વર, મુંબઈ, નાગપુર, પણજીમાં ગણેશ ચતુર્થી અને સંવત્સરી નિમિત્તે બેંકમાં રજા રહેશે. 

20મી સપ્ટેમ્બરના રોજ ભુવનેશ્વર અને પણજીમાં ગણેશ ચતુર્થીના બીજા દિવસે બેંકોમાં રજા રહેશે. 

ગણેશ ઉત્સવનું શુભ મુહૂર્ત

પંચાંગ પ્રમાણે 18 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:39 કલાકે ગણેશ ચતુર્થી તિથિનો આરંભ થાય છે અને 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:43 કલાકે ગણેશ ચતુર્થીનું મુહૂર્ત સમાપ્ત થાય છે. ગણેશ ઉત્સવમાં મૂર્તિ સ્થાપનનું પણ ઘણું મહત્વ રહેલું છે. આ વર્ષે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાનું શુભ મુહૂર્ત 19 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11:07 વાગ્યાથી શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે બપોરે 1:34 વાગ્યા સુધી ચાલશે. મૂર્તિ સ્થાપના બાદ 10 દિવસ સુધી ભક્તિભાવ સાતે ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવશે. ત્યાર બાદ 28મી સપ્ટેમ્બરે, અનંત ચતુર્દશીના રોજ ગણપતિ બાપ્પાની મૂર્તને પાણીમાં પધરાવી દેવામાં આવશે. 

સપ્ટેમ્બર મહિના દરમિયાન બેંકમાં રજાઓની યાદી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં 12 સત્તાવાર રજાઓ છે. (દરેક રાજ્યમાં અલગ યાદી) રવિવાર અને વૈકલ્પિક શનિવારની રજાઓ મળીને સપ્ટેમ્બર મહિનામાં કુલ 16 બેંક રજાઓ છે.

22 સપ્ટેમ્બરઃ

શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ. કેરળની બેંકમાં રજા.

23 સપ્ટેમ્બરઃ

મહારાજા હરિસિંહજીનો જન્મદિવસ. જમ્મુ અને કાશ્મીરની બેંકમાં રજા.

25 સપ્ટેમ્બરઃ

શ્રીમંત સંકરદેવનો જન્મોત્સવ. આસામની બેંકમાં રજા.

27 સપ્ટેમ્બરઃ

મિલાદ-એ-શરીફ. (પયગમ્બર મોહમ્મદનો જન્મદિવસ) જમ્મુ અને કેરળની બેંકમાં રજા.

28 સપ્ટેમ્બરઃ

ઈદ-એ-મિલાદ/ઈદ-એ-મેલાદુન્નબી (પયગંબર મોહમ્મદનો જન્મદિવસ) (બારા વફાત) ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, તેલંગાણા, મણિપુર, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, છત્તીસગઢ અને ઝારખંડની બેંકમાં રજા.

29 સપ્ટેમ્બરઃ

ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી શુક્રવારે ઈન્દ્રજાત્રા. સિક્કિમ, જમ્મુ અને શ્રીનગરની બેંકમાં રજા.

આ દિવસોમાં બેંકની શાખાઓ બંધ રહેશે પણ મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ રાબેતા મુજબ કાર્યરત રહેશે. ગ્રાહકો ઓનલાઈન મોડ દ્વારા નાણાકીય વ્યવહારો કરી શકશે.