વજન ઘટાડવા અને ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ગણાતા અવાકાડોને આ રીતે ડાયેટમાં સામેલ કરો

અવાકાડો એક સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ ખોરાક તો છે જ પરંતુ તેનું સેવન કર્યા બાદ અનેરી સંતૃપ્તિનો પણ અનુભવ કરાવે છે. અવાકાડોને ડાયેટમાં સામેલ કરવાથી બ્લડ સુગર લેવલમાં સુધારો આવે છે તથા હૃદય અને આંતરડાને પણ ફાયદો થાય છે.  કાકડી, ફુદીના અને દહીં સાથે અવાકાડોને સૂપ મેકરમાં કાપીને પોપ કરવાથી ખૂબ આસાનીથી એક સ્વાદિષ્ટ કોલ્ડ સૂપ […]

Share:

અવાકાડો એક સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ ખોરાક તો છે જ પરંતુ તેનું સેવન કર્યા બાદ અનેરી સંતૃપ્તિનો પણ અનુભવ કરાવે છે. અવાકાડોને ડાયેટમાં સામેલ કરવાથી બ્લડ સુગર લેવલમાં સુધારો આવે છે તથા હૃદય અને આંતરડાને પણ ફાયદો થાય છે. 

કાકડી, ફુદીના અને દહીં સાથે અવાકાડોને સૂપ મેકરમાં કાપીને પોપ કરવાથી ખૂબ આસાનીથી એક સ્વાદિષ્ટ કોલ્ડ સૂપ તૈયાર કરી શકાય છે જે ખાઈને સ્વાદની સાથે ભરપૂર સંતોષ પણ મળે છે. 

અવાકાડો એક ફળ

ટેક્નિકલ રીતે જોઈએ તો અવાકાડો એ શાકભાજી નહીં પણ એક ફળ છે. અવાકાડોનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ ખૂબ નીચો હોય છે જેથી બ્લડ સુગર લેવલ ઉંચુ નથી જતું અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક બની રહે છે. ઉપરાંત વજન ઘટાડવા માટે પણ અવાકાડો ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. અવાકાડોમાં રહેલા ગુડ ફેટ, હાઈ ફાઈબર અને શાનદાર સ્વાદ આપણને ઘણાં લાંબા સમય સુધી સંતૃપ્તિનો અનુભવ કરાવે છે જેથી સતત કશું ખાવાની ઈચ્છા નથી થતી. 

ચીઝનો વિકલ્પ બની શકે છે અવાકાડો સ્પ્રેડ

મેયોનીઝ, ચીઝ કે બટર જેવા હાઈ કેલેરીવાળા ઘટકોની જગ્યાએ અવાકાડોનો ઉપયોગ કરીને વાનગીને એક રીચ ક્રીમી ટેક્સચર અને સ્વાદ આપી શકાય છે અને તે સ્વાસ્થ્યપ્રદ પણ બની રહે છે. આપણી બેઠાડુ જીવનશૈલી અને અયોગ્ય આહાર આદતોના કારણે સ્થૂળતાના કેસ વધી રહ્યા છે. જોકે ડાયેટમાં અવાકાડોને સામેલ કરીને સ્વાસ્થ્ય જાળવી શકાય છે. અવાકાડો ગુડ ફેટનો એક શાનદાર શાકાહારી સ્ત્રોત છે જે સ્વાસ્થ્ય અને હૃદય માટે ખૂબ ઉપયોગી બની શકે છે. ખાસ કરીને તેના વડે કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખી શકાય છે. 

અવાકાડોમાં રહેલા ડાયેટરી ફાઈબર આંતરડાને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી બને છે. સલાડ અને સૂપમાં અવાકાડોનો ઉપયોગ કરવાથી શરીરને ભોજનમાં રહેલા A, D, E અને K જેવા ચરબી દ્રાવ્ય વિટામીન્સનું શોષણ કરવામાં મદદ મળે છે. જો રસોઈમાં અવાકાડોનો વપરાશ કઈ રીતે કરવો તે સવાલ હોય તો તમે નીચે દર્શાવેલી ટિપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી બની રહેશે.

– સેન્ડવિચ પર મેયોના બદલે અવાકાડોની સ્લાઈસ અથવા તો પાકેલા અવાકાડોનો છૂંદો લગાવો.

– સૂપ પર અવાકાડોના ઝીણા ટુકડા વડે સજાવટ કરો.

– અખરોટ, નારંગી, તાજા ફુદીનાના પાન સાથે અવાકાડોની સ્લાઈસીસ મિક્સ કરીને એક શાનદાર સલાડ બનાવી શકાય. 

– કોઈ પણ સ્વાસ્થ્યપ્રદ બ્રેડ પર લીંબુના રસ સાથે મેશ કરેલી અવાકાડો પેસ્ટ સ્પ્રેડ કરો. તેના પર ગાર્લિક સોલ્ટ, જીરૂં, ઈલાયચી, કાળા મરીનો ભૂકો પણ છાંટી શકાય.