Sugar cravings: તહેવારો દરમિયાન તંદુરસ્તી જાળવવા માટે ફોલો કરો આ ડાયેટ હેક્સ

Sugar cravings: દિવાળીનો તહેવાર નજીક આવવાની સાથે જ સ્વાદિષ્ટ મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની ઈચ્છા વધુ પ્રબળ બનવા લાગે છે. તહેવારોની સિઝન (Festive Season)માં કશુંક ગળ્યું ખાવાની ઈચ્છા (Sugar cravings) પર કાબૂ રાખવો ખૂબ જ પડકારજનક કામ બની જાય છે. ત્યારે અહીં દર્શાવેલા કેટલાક ડાયેટ હેક ફોલો કરીને તમે તંદુરસ્તી જાળવવાની દિશામાં વધુ એક ડગલું […]

Share:

Sugar cravings: દિવાળીનો તહેવાર નજીક આવવાની સાથે જ સ્વાદિષ્ટ મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની ઈચ્છા વધુ પ્રબળ બનવા લાગે છે. તહેવારોની સિઝન (Festive Season)માં કશુંક ગળ્યું ખાવાની ઈચ્છા (Sugar cravings) પર કાબૂ રાખવો ખૂબ જ પડકારજનક કામ બની જાય છે. ત્યારે અહીં દર્શાવેલા કેટલાક ડાયેટ હેક ફોલો કરીને તમે તંદુરસ્તી જાળવવાની દિશામાં વધુ એક ડગલું આગળ વધી શકો છો. 

Sugar cravings ઘટાડવા શું ધ્યાન રાખવું?

તહેવારો એ ઉજવણી અને આનંદ પ્રમોદ માટેના દિવસો હોય છે માટે આ સમય દરમિયાન ઘરમાં અને બજારોમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓનો ભંડાર જોવા મળે છે. આ કારણે જ સતત કશુંક ગળ્યું ખાવાની ઈચ્છા પણ વધી જાય છે. જોકે પ્રોટીનયુક્ત ડાયેટ અપનાવવાથી તમે આ સમસ્યા પર મહદઅંશે કાબૂ મેળવી શકશો. પ્રોટીન એ ડાયેટરી સુપરહીરો છે જે ગળપણ ખાવાની ઈચ્છાને કાબૂમાં રાખવામાં મદદ કરવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 

વધુ વાંચો… Trail Mix: તહેવારો દરમિયાન નાસ્તા માટે અપનાવો હેલ્ધી ઓપ્શન અને રહો તંદુરસ્ત

તહેવારોની સિઝન (Festive Season)માં દરરોજ 20-30 ગ્રામ પ્રોટીન લેવાથી સુગર ક્રેવિંગ્સ ઘટે છે. વધુ પડતા કાર્બ અને ફેટવાળા ખોરાકના બદલે પ્રોટીનયુક્ત ડાયેટ અપનાવવાથી ભૂખ ઓછી લાગે છે અને સંતૃપ્તિનો અનુભવ કરાવતા હોર્મોન્સ વધે છે. 

તહેવારો દરમિયાન ગળ્યું ખાવાની ઈચ્છા (Sugar cravings) પર કાબૂ મેળવવા પ્રોટીનને અહીં દર્શાવેલી રીતે તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.

1. ચણા કબાબ

ચણામાંથી બનતા પ્રોટીનયુક્ત કબાબ સ્વાદિષ્ટ એપેટાઈઝર કે નાસ્તો છે જે તમને કશુંક મજેદાર ખાવાની અનુભૂતિ કરાવવાની સાથે જ ભૂખ સંતોષવાનું પણ કામ આપશે. 

2. પનીર ટીક્કા

પનીર એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. સુગંધીત મસાલામાં મેરીનેટ કરીને ગ્રીલ કરેલા પનીર ટીક્કા તહેવારો દરમિયાન એક મજેદાર અને હેલ્ધી ઓપ્શન બની રહેશે. 

વધુ વાંચો… Karwa Chauth 2023: તમારા વ્હાલમ તમારાથી દૂર હોય તો મૂંઝાશો નહીં, આ રીતે કરો ઉજવણી

3. દહીં

દહીં એ પ્રોટીનનો શાનદાર સ્ત્રોત હોવાની સાથે જ તેમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચન ક્રિયામાં પણ મદદરૂપ બને છે. એક બાઉલ દહીમાં તમને ગમતાં ફળો ઉમેરી તેના પર મધ વડે ડેકોરેશન કરીને તમે પૌષ્ટિક મીઠાઈનો આનંદ માણી શકો છો. 

4. સુકા મેવાની મોજ માણો

બદામ, અખરોટ, પિસ્તા જેવા સુકામેવામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને તે ખાવાથી સંતોષ પણ મળે છે. તમે કુદરતી ગળપણ સાથે અખરોટ કે અન્ય સુકા મેવાના લાડુ બનાવીને આરોગ્યપ્રદ રીતે ગળ્યું ખાવાની ઈચ્છા (Sugar cravings) પર કાબૂ મેળવી શકો છો. 

આમ તહેવારો દરમિયાન ડાયેટમાં હાઈ પ્રોટીન સામેલ કરવાથી સંતૃપ્તિનો અનુભવ કરાવતા GLP-1 હોર્મોન્સ અને પેપ્ટાઇડ YYના સ્તરમાં વધારો થાય છે અને ભૂખનો અનુભવ કરાવતા ઘ્રેલિન હોર્મોનનું સ્તર નીચું આવે છે.