સૂર્ય દેવના પ્રિય ફળ કેળાને કહી શકાય સુપર ફૂડ, કબજિયાત હોય કે ઝાડા, કેળા બનશે હેલ્ધી પસંદ

કેળાને લઈ અનેક ગેરસમજ પ્રવર્તે છે જેમાં કેળા ખાવાથી વજન વધે એ સૌથી સામાન્ય ગેરમાન્યતા છે. હકીકતે સૂર્ય દેવનું આ પ્રિય ફળ ટ્રોપિકલ બક્ષિસ સમાન છે અને તે એક સસ્તા સુપર ફૂડનો વિકલ્પ છે. કોઈ પણ સ્થળે કેળા ખાવામાં કોઈ અગવડ નથી પડતી અને તે ખૂબ આસાનીથી ઉપલબ્ધ પણ છે.  સૂપરફૂડ કેળા સૌથી મહત્વની વાત […]

Share:

કેળાને લઈ અનેક ગેરસમજ પ્રવર્તે છે જેમાં કેળા ખાવાથી વજન વધે એ સૌથી સામાન્ય ગેરમાન્યતા છે. હકીકતે સૂર્ય દેવનું આ પ્રિય ફળ ટ્રોપિકલ બક્ષિસ સમાન છે અને તે એક સસ્તા સુપર ફૂડનો વિકલ્પ છે. કોઈ પણ સ્થળે કેળા ખાવામાં કોઈ અગવડ નથી પડતી અને તે ખૂબ આસાનીથી ઉપલબ્ધ પણ છે. 

સૂપરફૂડ કેળા

સૌથી મહત્વની વાત એ છે કે, કેળા આપણાં આંતરડાને ખૂબ અનુકૂળ આવતું ફળ છે અને કબજિયાત હોય કે ઝાડા થયા હોય તો પણ કેળા ખાવાથી કોઈ સમસ્યા નથી આવતી. કેળા એ ફાઈબર, બી વિટામીન્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટ સહિતના પોષક તત્વોનો ભંડાર છે. ઉપરાંત કેળા આંતરડામાં પાચન, શોષણ અને ડિટોક્સિફિકેશન માટે મદદરૂપ પ્રીબાયોટિક્સનો એક શાનદાર સ્ત્રોત પણ છે. 

કેળા ખાવાથી વજન વધતું નથી

કેળા ખાવાથી વજન નથી વધતું અને તે બ્લડ સુગરને પણ વધારતું નથી. કેળાને લઈ અનેક ગેરમાન્યતાઓ છે જેમ કે, કેળામાં ખૂબ કેલેરી હોય છે, કેળા બ્લડ સુગર લેવલ વધારે છે, ડાયાબિટીસ હોય તેમણે કેળા ન ખાવા જોઈએ વગેરે વગેરે. સાચી વાત એ છે કે, બિસ્કિટ ખાવા કરતા કેળા વધારે આરોગ્યપ્રદ કહી શકાય. ડાયાબિટીસના દર્દીઓએ બદામ સાથે કેળાનું સેવન કરવું જોઈએ જેથી બદામમાં રહેલું ફેટ સુગર લેવલને નિયંત્રિત કરી શકે. 

કેળા જેવા કુદરતી આહારને તેમાં રહેલી કાર્બોહાઈડ્રેટ સામગ્રી માટે દોષી ઠેરવવા અને કેળાનું સેવન ટાળવું એ હકીકતમાં શરીર માટે નુકસાનકારક પસંદ કહી શકાય. સત્ય એ છે કે, કેળા ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. 

કેળામાં રહેલા ફાઈબરનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ ખૂબ નીચો હોય છે. માટે તે લોહી અને સ્નાયુમાં સુગરને ખૂબ ધીમે ધીમે છોડે છે જેથી શરીર આખો દિવસ સ્ફુર્તિનો અનુભવ કરે છે. એક કેળામાં 80 કરતા પણ ઓછી કેલેરી હોય છે. એથલીટ્સની પસંદ ગણાતા કેળા ખાસ કરીને સ્ટ્રેન્થ ટ્રેઈનિંગમાં ખૂબ મદદરૂપ બને છે.

નિયમિત ડાયેટમાં કેળાનો સમાવેશ કરવા તમે નીચેની રેસિપી ટ્રાય કરી શકો છોઃ

1. બનાના મિલ્કશેક

પાકા કેળાને ફ્રોઝન કરીને આલમન્ડ મિલ્ક સાથે બ્લેન્ડ કરીને બનાના મિલ્કશેક બનાવી શકાય. તાજા કેળાની જગ્યાએ ફ્રોઝન કેળા મિલ્કશેકમાં અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે.

2. બનાના ડાર્ક ચોકલેટ ડેઝર્ટ

મેલ્ટેડ ડાર્ક ચોકલેટ અથવા તો ફોન્ડ્યુ કે પછી આઈસક્રીમના એક સ્કૂપ સાથે કેળા એક હેલ્ધી ડેઝર્ટ બની રહેશે. 

3. બનાના સિરિયલ્સ

તમારા સિરિયલ્સ બાઉલમાં થોડા તાજા દૂધ સાથે કેળા ઉમેરી તેને ફ્લેક્સ સીડ્સ, નટ્સ અને એક ટી સ્પૂન પીનટ બટર વડે સજાવીને તેનો આનંદ માણો.