Tea Recipes: જે પ્રદૂષણના કારણે થતા ગળાના દુઃખાવામાં તરત જ આપશે રાહત

પ્રદૂષણથી રક્ષણ માટે સતત હાઈડ્રેટ રહેવું, એર પ્યુરીફાયરનો ઉપયોગ કરવો, ધુમ્રપાન ટાળવું અને હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો

Courtesy: pexels

Share:

Tea Recipes: હાલ ઋતુ પરિવર્તન અને પ્રદૂષણના કારણે મોટા ભાગના લોકો શરદી, કફ અને ગળામાં ખારાશ, દુઃખાવાની સમસ્યાથી ત્રસ્ત છે. વાયુ પ્રદૂષણના કારણે ગળામાં દુઃખાવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે જે વાયરલ ચેપ તરફ દોરે છે. આમ પ્રદૂષણ આપણાં સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. ત્યારે અહીં દર્શાવેલી કેટલીક ચાની રેસિપી (Tea Recipes) તમને વાયુ પ્રદષૂણના કારણે થતાં ગળાના દુઃખાવામાં જરૂરથી રાહત આપશે. 

ગળામાં બળતરા થતી હોય અથવા સોજો આવ્યો હોય ત્યારે એક કપ ગરમ ચા પીવાથી અથવા મીઠાના પાણી વડે કોગળા કરવાથી સોજામાં રાહત મળે છે, ડિહાઈડ્રેશન ઘટે છે. 


1. મધ અને આદુની ચા
આ માટે 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી મધ અને 1 ચમચી તાજું છીણેલુ આદુ મિક્સ કરીને સરખી રીતે હલાવી લો. હવે આ ચાને ધીમે ધીમે ઘૂંટડા ભરીને પીવો. 
2. મધ અને કેમોમાઈલ ચા
આ માટે 1 કપ ગરમ પાણીમાં કેમોમાઈલ ટીની એક બેગને થોડી વાર પલાળો અને પછી તેમાં 1 ચમચી મધ ઉમેરીને ચાનો આનંદ માણો. કેમોમાઈલ ચામાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો રહેલા હોય છે જે સોજો ઘટાડી ટીસ્યુના રીપેર કામમાં મદદરૂપ બને છે. 
3. હળદર અને મધની ચા
ખૂબ જ સરળતાથી બની જતી આ ચાની રેસિપી (Tea Recipes) રોગપ્રતિકારક શક્તિ વધારશે. હળદરમાં રહેલું કર્ક્યુમિન ઉપચારને પ્રોત્સાહન આપે છે અને બળતરા ઘટાડે છે. તે પીડામાંથી રાહત આપવામાં પણ મદદ કરી શકે છે. આ માટે 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી હળદરનો પાવડર અને 1 ચમચી મધ ઉમેરીને સરખી રીતે મિક્સ કરી ગરમ ગરમ જ ચૂસકી લેવી. 
4. આદુ અને લીંબુની ચા
એક ચમચી તાજા છીણેલા આદુમાં 1 કપ ગરમ પાણી ઉમેરી સહેજ હુંફાળુ રહે એટલે તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ઉમેરી ગળામાં દુઃખાવા અને શરદીમાં રાહત માટે તેનો પ્રયોગ કરી શકાય. 
5. પીપરમીન્ટ અને કેમોમાઈલ ટી
આ માટે 1 કપ ગરમ પાણીમાં પીપરમીન્ટ અને કેમોમાઈલની 1-1 ટી બેગ ડીપ કરીને તેની ચૂસકીઓ માણવી. સ્વાદ વધારવા તમે તેમાં એક ચમચી મધ પણ ઉમેરી શકો છો. 
6. ગ્રીન ટી
ગ્રીન ટી વિવિધ સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. તેના એન્ટીઓકિસડન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો પીડાથી રાહત આપે છે. ગ્રીન ટી સાથે ગાર્ગલ કરવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે.

અહીં દર્શાવેલી વિવિધ ચાની રેસિપી (Tea Recipes) ટ્રાય કરવાની સાથે જ તમારે પ્રદૂષણથી રક્ષણ માટે સતત હાઈડ્રેટ રહેવું જોઈએ, એર પ્યુરીફાયરનો ઉપયોગ કરવો જોઈએ ધુમ્રપાન ટાળવું જોઈએ અને હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો જોઈએ.