દરિયા કિનારે પહેરવા માટેના આરામદાયક શૂઝ

જ્યારે પણ બીચ પર એટલે કે દરિયા કિનારે જવાનું થાય ત્યારે મગજમાં તરત જ તેની તૈયારી ચાલુ થઈ જતી હોય છે. સ્વિમસુટ, ગોગલ્સ, કેપ અને ખાસ કરીને પગમાં શું પહેરવું તેની મથામણ ચોક્કસ રહે છે. ત્યારે સીધું આપણા મગજમાં ફ્લિપ ફ્લોપ આવે છે. પરંતુ ફ્લિપ ફ્લોપ સિવાય પણ વિકલ્પો છે જે તમે અપનાવી શકો છો […]

Share:

જ્યારે પણ બીચ પર એટલે કે દરિયા કિનારે જવાનું થાય ત્યારે મગજમાં તરત જ તેની તૈયારી ચાલુ થઈ જતી હોય છે. સ્વિમસુટ, ગોગલ્સ, કેપ અને ખાસ કરીને પગમાં શું પહેરવું તેની મથામણ ચોક્કસ રહે છે. ત્યારે સીધું આપણા મગજમાં ફ્લિપ ફ્લોપ આવે છે. પરંતુ ફ્લિપ ફ્લોપ સિવાય પણ વિકલ્પો છે જે તમે અપનાવી શકો છો અને તેનાથી તમે અન્ય લોકોથી થોડા અલગ પણ તરી આવશો. 

પ્રોસ્પર એક્સરસાઇઝ ફિઝિયોલોજીના એક્સરસાઇઝ ફિઝિયોલોજિસ્ટ અને ડિરેક્ટર બ્રિઆના ક્રેગી કહે છે કે જ્યારે બીચ પર પહેરવા માટે શ્રેષ્ઠ પગરખાંની વાત આવે ત્યારે સપોર્ટ મહત્વપૂર્ણ છે.

પોડિયાટ્રિસ્ટ અને સ્ટાઈલિસ્ટ બીચ માટે જે સેન્ડલની ભલામણ કરે છે તે જાણીએ. તેઓ કહે છે કે, તમારે આરામ ખાતર સ્ટાઇલને બાજુ પર મૂકવાની જરૂર નથી. પછી ભલે તમે દરિયામાં સર્ફિંગ કરો કે, માત્ર વોલીબોલ રમો કે ફક્ત તમારી ખુરશી પર બેસીને સૂર્યના કિરણોની મજા માણો. આવતી વખતે બીચ પર જાઓ ત્યારે તમે નિષ્ણાતોના દ્વારા સૂચવેલા નીચે આપેલા જૂતા પહેરી શકો છો.

1. બિર્કેનસ્ટોક 

સ્ટાઈલિશ અને ફૂટવેર બ્લોગ કેપ્ટન ક્રેપ્સના સ્થાપક, જોશ હર્બર્ટ કહે છે કે તમે બીચ પર બિર્કેનસ્ટોક સ્ટાઇલના સેન્ડલ પહેરી શકો છો. તે ફ્લિપ-ફ્લોપથી વિપરીત પગને સારો ટેકો આપે છે. તે સાફ કરવામાં પણ ખૂબ જ સરળ છે. ઉપરાંત, તમે તેના સ્ટ્રેપની મદદથી તેને તમારી અનુકૂળતા મુજબ ફિટ કરી શકો છો.

2. એન્કલ સ્ટ્રેપ સેન્ડલ 

માન્ય પોડિયાટ્રિસ્ટ, ફૂટ સર્જન અને પ્રોગ્રેસિવ ફુટ કેરના સ્થાપક બ્રુસ પિંકરના જણાવ્યા અનુસાર, બીચ પર પગની એડીને સપોર્ટ આપતા સ્ટ્રેપવાળા સેન્ડલ વધુ ફાયદાકારક હોય છે. તેનાથી તમારી એડીને સપોર્ટ મળે છે અને તમે તે સ્ટ્રેપને અનુકૂળતા મુજબ ફિટ પણ કરી શકો છો.

3. વોટર શૂઝ 

જો તમે સ્નોર્કલિંગ, સ્વિમિંગ અથવા પેડલબોર્ડિંગ કરવાનું વિચારો છો તો તમારે માટે વોટર શૂઝ સલામતીની દ્રષ્ટિએ ફાયદાકારક છે કારણ કે તેનાથી વધારાની પકડ મળે છે.

4. એસ્પેડ્રિલ્સ

એસ્પેડ્રિલ્સ કેનવાસ અને શણથી બનેલા છે જે બીચ પર ચાલવા માટે આરામદાયક રહે છે. તેમાંથી હવા પણ પસાર થતી હોવાથી તે સ્ટાઈલિશ લુકની સાથે-સાથે આરામદાયક પણ હોય છે.