તંદુરસ્ત જીવન માટે ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી

કોઈએ સાચું જ કહ્યું છે કે જો તમારા દાંત અને પેઢા સલામત તો જ તમે જીવનનો ખરો આનંદ લઈ શકશો. કારણ કે તેના સ્વસ્થ રહેવાથી જ ભોજન કરવામાં ઓછી તકલીફ પડે છે. ઘણા લોકો પૂછે છે કે, ઓરલ હેલ્થ શા માટે જરૂરી છે? ત્યારે મારી પાસે એક જ જવાબ છે કે, આપણું શરીર ઘણી મહત્વપૂર્ણ […]

Share:

કોઈએ સાચું જ કહ્યું છે કે જો તમારા દાંત અને પેઢા સલામત તો જ તમે જીવનનો ખરો આનંદ લઈ શકશો. કારણ કે તેના સ્વસ્થ રહેવાથી જ ભોજન કરવામાં ઓછી તકલીફ પડે છે. ઘણા લોકો પૂછે છે કે, ઓરલ હેલ્થ શા માટે જરૂરી છે? ત્યારે મારી પાસે એક જ જવાબ છે કે, આપણું શરીર ઘણી મહત્વપૂર્ણ પ્રણાલીઓથી બનેલું છે. પ્રત્યેક પ્રણાલી બીજી પ્રણાલીથી જોડાયેલી છે. એ એક બીજાને અનુરૂપ થઈને કામ કરે છે. એવી જ રીતે આપણું મોઢું પણ દરેક પ્રકારની સ્વસ્થતાનું મુખ છે.

એ દિવસો ગયા જ્યારે સૌંદર્યના માપદંડોને મેકઅપ અને ડ્રેસિંગ સ્ટાઈલથી ક્રમ આપવામાં આવતો હતો.ઓરલ કેરની ટેક્નોલોજીમાં ક્રાંતિકારી અને અપગ્રેડેશનને કારણે લોકોમાં વધારે ને વધારે પ્રચલિત બની છે. જેમ કે ટ્રાન્સપર્ન્ટ અને ખુબ જ ઓછા દુઃખાવા વાળી સારવાર. ઓરલ કેર (મોઢા અને દાંતની સંભાળ) તરફ મોટા પાયે લોકોની સ્વીકૃતિ, જાગૃતિ અને ઝુકાવ વધ્યો છે. જે ઓરલ સંભાળને નિયમિત જીવનશૈલી પ્રથા બનાવે છે.

મોટાભાગના લોકોમાં ડેન્ટલ ટ્રિટમેન્ટને લઈને ડર અને અસ્વીકાર્યતા છે. જે તેની પરંપરાગત રીતો અને અભિગમને કારણે જોવા મળતા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક તકનીકી પ્રગતિ જોવા મળી છે.કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ ડિઝાઇનિંગ અને સારવાર આયોજન જેવી પ્રક્રિયાઓએ દર્દીઓ અને ડેન્ટલ ટ્રિટમેન્ટના પરિણામમાં આત્મવિશ્વાસ અને વિશ્વાસને વેગ આપ્યો છે.

આપણા ઘરની જાળવણી અને પાર્ટીઓમાં નવા બ્રાન્ડ લેબલ પહેરવાનું હવે એકમાત્ર ટ્રેન્ડ નથી. લોકો હવે સારા દાંતો અને સામાન્ય સ્વાસ્થ્યનું મૂલ્ય સમજ્યા છે. પ્રાથમિક સંભાળ જેમ કે દિવસમાં બે વાર બ્રશ કરવું, ફ્લોસ કરવું અને કોગળા કરવા જેવી રીતોને લોકો અનુસરવા લાગ્યા છે. આ સાથે જ ડેન્ટલ ટ્રિટમેન્ટ માટે નિયમિત મુલાકાતો અને ચેકઅપમાં પણ વધારો જોવા મળ્યો છે.

આ બધામાં સોશિયલ મીડિયા એક નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બન્યું છે. જેમાં ઓરલ કેર અને ડેન્ટલ ટ્રિટમેન્ટ માટે લોકોમાં જાગૃતતા વધારી છે. જેના લીધે લોકો પહેલા કરતા વધારે ડેન્ટિસ્ટ પાસે જતા થયા છે. મૈત્રીપૂર્ણ અભિગમથી લોકોને તેમના દાંતની સમસ્યાઓની ચર્ચા કરવામાં અને સારવાર મેળવવામાં મદદ મળી છે. આમ આપણે એવા યુગમાં આવી ગયા છીએ જ્યાં દાંતની સમસ્યાઓ હવે કોઈ રહસ્ય નથી. લોકો શક્ય તેટલી વહેલી તકે તેમની સારવાર કરાવવાના ટ્રેન્ડમાં છે. તેમાં પણ ખાસ કરીને GenZ જનરેશનને દાંતની સારવાને ખૂબ જ નોર્મલ બનાવી છે.