મધની મીઠાશ માત્ર સ્વાદ પૂરતી જ નથી, જાણો મધના અજાણ્યા સ્વાસ્થ્ય લાભો

એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર મધ એ સુગર, મીઠાશનું કુદરતી સ્વરૂપ છે. ઘણાં લોકો પોતાના દિવસની શરૂઆત એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને કરતા હોય છે અને તેનો સ્વાદ વધારવા તેમાં મધ પણ ઉમેરે છે. પેનકેક્સ સહિતની કોઈ પણ વસ્તુ જેમાં મીઠાશની જરૂર હોય તેમાં મધ ખૂબ જોરદાર સ્વાદનો ઉમેરો કરે છે. મધની મીઠાશ માત્ર સ્વાદ […]

Share:

એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર મધ એ સુગર, મીઠાશનું કુદરતી સ્વરૂપ છે. ઘણાં લોકો પોતાના દિવસની શરૂઆત એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને કરતા હોય છે અને તેનો સ્વાદ વધારવા તેમાં મધ પણ ઉમેરે છે. પેનકેક્સ સહિતની કોઈ પણ વસ્તુ જેમાં મીઠાશની જરૂર હોય તેમાં મધ ખૂબ જોરદાર સ્વાદનો ઉમેરો કરે છે. મધની મીઠાશ માત્ર સ્વાદ પૂરતી જ નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ઉપયોગી છે. 

મધના સ્વાસ્થ્ય લાભો

એક ટેબલ સ્પૂન મધ એટલે કે આશરે 15 ગ્રામ મધમાં આશરે 64 કેલેરી અને 17-18 ગ્રામ જેટલી સુગર હોય છે. મધમાં કોઈ પણ પ્રકારનું પ્રોટીન કે ચરબી નથી હોતા. મધનો pH સાવ ઓછો કહી શકાય તેવો 3.9 જેટલો હોય છે જે એન્ટીસેપ્ટિક તરીકે પણ કામ આપે છે. 

1. મધ એક કુદરતી એક્સફોલિએટર

મધ ત્વચાને ઉંડેથી મોઈશ્ચરાઈઝ અને હાઈડ્રેટ કરવાનું કામ કરે છે માટે અનેક ફેસ વોશ અને ક્રીમમાં મધનો ઉપયોગ થાય છે. મધ એક કુદરતી એક્સફોલિએટર પણ છે માટે મધને ત્વચા પર લગાવવાથી તે શુષ્ક અને નિસ્તેજ ત્વચાને દૂર કરે છે. 

2. ઉધરસમાં મધથી રાહત

મધની મીઠાશ અને તેના ગુણધર્મો ઉધરસમાં ખૂબ રાહત આપે છે અને ખાસ કરીને બાળકોને તેનાથી ખૂબ સારા પરિણામો મળે છે. દિવસમાં 3 વખત હળદર અને મધમાં સહેજ આદુનો રસ ઉમેરીને લેવાથી બાળકો અને પુખ્ત વયના લોકોને ઉધરસમાં રાહત મળશે. મધમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે માટે તે બ્રોન્કાઈટિસના લક્ષણો ઘટાડે છે. 

3. ઈજા મટાડવા માટે મધ ઉપયોગી

મધમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો રહેલા હોય છે માટે ઈજા દરમિયાન પણ મધ શ્રેષ્ઠ પરિણામ આપે છે. મધ શ્વેત કણો જેને લ્યુકોસાઈટ્સ પણ કહે છે તેને સાયટોકાઈન્સ મુક્ત કરવા માટે પ્રેરે છે જે પેશીઓના સમારકામમાં ઉપયોગી બને છે. મધ ઘા રૂઝવવામાં ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને દાઝી જવાના કિસ્સામાં અથવા તો શસ્ત્રક્રિયા બાદ ચેપ લાગ્યો હોય તેવા ઘા રૂઝવવામાં મધ ખૂબ ઉપયોગી બને છે. 

4. મધના સેવનથી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થમાં સુધારો

મધમાં પોલિફીનોલ્સ, ફ્લેવોનોઈડ્સ અને વિટામીન સી સહિતના અનેક એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. આ એન્ટીઓક્સિડેન્ટ્સના કારણે મધ લોહીમાં ફેટનું પ્રમાણ સુધારે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે અને ધબકારા નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ બને છે. આ તમામ પરિબળો હૃદયનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ બને છે. 

5. ન્યુરોલોજિકલ હેલ્થ માટે ઉપયોગી

મધમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ એન્ટીડિપ્રેસન્ટ તરીકે કામ આપે છે. તે નર્વસ સિસ્ટમના ઓક્સિડેશનને અટકાવે છે.

મધથી ત્વચા કોમળ બને છે તે સાથે જ તે વાળને કન્ડિશન્ડ અને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે દિવસમાં માત્ર એક ચમચી મધનું જ સેવન કરવું અને આદર્શ રીતે એક વર્ષથી નાના બાળકોને મધ ન આપવું જોઈએ.