આ લક્ષણો સાયલન્ટ હાર્ટ એટેક તરફ ઈશારો કરે છે

ઘણા રોગો તાવ, દુખાવો અને ઉબકા જેવા લક્ષણો દ્વારા તેમની હાજરી દર્શાવે છે. જો કે, કેટલીક બિમારીઓ, જેમ કે સાયલન્ટ હાર્ટ એટેક અથવા સાયલન્ટ મ્યોકાર્ડિયલ ઈન્ફાર્ક્શન (SMI), સ્પષ્ટ લક્ષણો દર્શાવતા નથી અથવા અસ્પષ્ટ હોય છે જેને ઘણીવાર અવગણવામાં આવે છે. સાયલન્ટ હાર્ટ એટેક વધુ ખતરનાક બની શકે છે કારણ કે તેને જાણવો મુશ્કેલ છે. હાર્વર્ડ […]

Share:

ઘણા રોગો તાવ, દુખાવો અને ઉબકા જેવા લક્ષણો દ્વારા તેમની હાજરી દર્શાવે છે. જો કે, કેટલીક બિમારીઓ, જેમ કે સાયલન્ટ હાર્ટ એટેક અથવા સાયલન્ટ મ્યોકાર્ડિયલ ઈન્ફાર્ક્શન (SMI), સ્પષ્ટ લક્ષણો દર્શાવતા નથી અથવા અસ્પષ્ટ હોય છે જેને ઘણીવાર અવગણવામાં આવે છે.

સાયલન્ટ હાર્ટ એટેક વધુ ખતરનાક બની શકે છે કારણ કે તેને જાણવો મુશ્કેલ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અહેવાલ મુજબ, લગભગ 45% હાર્ટ એટેક વિશે ખ્યાલ આવતો નથી. સાયલન્ટ હાર્ટ એટેકનો અનુભવ કરતા લોકો અન્ય સમસ્યાઓ માટે થાક, છાતીમાં બળતરાં અથવા અપચો જેવા હળવા લક્ષણો અનુભવે છે, જેના કારણે લોકો તેને અવગણે છે. કમનસીબે, આ વિલંબ ગંભીર નુકસાન અથવા તો બીજા ઘાતક હાર્ટ એટેકમાં પરિણમી શકે છે.

સાયલન્ટ હાર્ટ એટેક આવવાની શક્યતા સ્ત્રીઓ અને ડાયાબિટીસના દર્દીઓને વધુ હોય છે. સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણોમાં પાચનની સમસ્યા, છાતી અથવા પીઠના ઉપરના ભાગમાં તણાવયુક્ત સ્નાયુ, વધુ પડતો થાક લાગવો હોય છે. સામાન્ય રીતે 45 વર્ષથી ઉપરના પુરૂષો અને 55 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓને હાર્ટ એટેક આવવાની શક્યતા અન્ય લોકો કરતા વધુ રહે છે.

એપોલો હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ રાહુલ ગુપ્તાના જણાવ્યા મુજબ, સાયલન્ટ હાર્ટ એટેક સામાન્ય રીતે સામાન્ય હાર્ટ એટેક જેવો લાગતો નથી જેનો અર્થ છે હાથ, ગરદન અથવા જડબામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો અથવા ચક્કર આ બધા સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો છે. સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો એટલા હળવા અથવા અસ્પષ્ટ હોય છે, કે લોકો તેમને સામાન્ય ગણે છે અને ઘણી વખત હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી પરીક્ષણો કરાવવાને બદલે પોતે જ સારવાર કરવાનું શરૂ કરે છે.

સાયલન્ટ હાર્ટ એટેક, વ્યક્તિ તેને ગંભીરતાથી ન લે અથવા તેને આ સમસ્યા કાર્ડિયાક સમસ્યા છે તેનો ખ્યાલ ન આવે તો તેનું નિદાન કરવું પડકારજનક હોઈ શકે છે . ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) અથવા ઈમેજિંગ સ્કેન જેવા તબીબી પરીક્ષણો અન્ય કારણોસર કરવામાં આવે ત્યારે આવા હાર્ટ એટેક ઘણીવાર આકસ્મિક રીતે જોવા મળે છે. 

સાયલન્ટ હાર્ટ એટેકના લક્ષણો

  • છાતી અથવા પીઠના ઉપરના ભાગમાં સ્નાયુમાં દુખાવો 
  • જડબામાં દુખાવો 
  • હાથ અથવા કમરના ઉપરના ભાગમાં દુખાવો
  • થાક
  • અપચો

સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ

સાયલન્ટ હાર્ટ એટેક ગંભીર અને કેટલાક કિસ્સાઓમાં જીવલેણ હોઈ શકે છે. સમયસર નિદાન અને સારવાર વિના, હૃદયના સ્નાયુમાં નુકસાન વધી શકે છે, જે સંભવિત ઘાતક હૃદયરોગનો હુમલો અથવા ભવિષ્યમાં કાર્ડિયોવાસ્ક્યુલર ઘટનાઓનું જોખમ વધારી શકે છે. વધુમાં, જે વ્યક્તિઓ સાયલન્ટ હાર્ટ એટેકનો અનુભવ કરે છે તેઓમાં હ્રદયરોગના હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અથવા ડાયાબિટીસ જેવા જોખમી પરિબળો હોય છે. .

સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ કોને?

સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ વય સાથે વધતું જાય છે. વૃદ્ધ વયસ્કો, ખાસ કરીને 65 વર્ષથી વધુ વયના લોકોને થાય છે. હ્રદયરોગના જોખમી પરિબળોમાં હાઈ બ્લડ પ્રેશર, વધારે કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ, સ્થૂળતા, ધૂમ્રપાન, બેઠાડુ જીવનશૈલી અને હૃદય રોગનો પારિવારિક ઈતિહાસનો સમાવેશ થાય છે. ક્રોનિક કિડની ડિસીઝ, પેરિફેરલ ધમની બિમારી અથવા સ્ટ્રોકનો ઈતિહાસ, સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે.

સાયલન્ટ હાર્ટ એટેકને રોકવા માટે સંતુલિત આહાર લેવો, નિયમિત શારીરિક પ્રવૃત્તિમાં જોડાવું, ધૂમ્રપાન છોડવું જોઈએ.આલ્કોહોલનું સેવન ઓછું કરો. બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ જેવી બીમારી હોય તો નિયમિત ચેક-અપ અને સ્ક્રીનીંગ પણ તેનું જોખમ ઘટાડી શકે છે.