કાળઝાળ ઉનાળામાં ગરમીના પ્રકોપથી કેમ બચવું

હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી આકાશમાંથી વરસી રહી છે અને હજુ તો મે  મહિનો આવવાનો બાકી છે ત્યારે આ ગરમીના પ્રકોપથી બચવાના ઉપાયો જાણવા જરૂરી છે.  ગરમની કારણે જ્યારે ઘરમાં હોઈએ ત્યારે અને જ્યારે બહાર જવું પડે ત્યારે જો આપણે કેટલીક તકેદારી રાખી તો આ ગરમીના મારથી બચી શકાય છે.  ગરમીની સીધી અસર આપણાં શરીરને વાળ […]

Share:

હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી આકાશમાંથી વરસી રહી છે અને હજુ તો મે  મહિનો આવવાનો બાકી છે ત્યારે આ ગરમીના પ્રકોપથી બચવાના ઉપાયો જાણવા જરૂરી છે. 

ગરમની કારણે જ્યારે ઘરમાં હોઈએ ત્યારે અને જ્યારે બહાર જવું પડે ત્યારે જો આપણે કેટલીક તકેદારી રાખી તો આ ગરમીના મારથી બચી શકાય છે. 

ગરમીની સીધી અસર આપણાં શરીરને વાળ અને ત્વચાને થાય છે. ગરમીમાં શરીરમાંથી વધુ માત્રામાં પાણી ઓછું થાય છે. આથી શરીરમાં પાણીનો શોષ નાં પડે તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે. આથી સમયાંતરે આપણે પાણી પિતા રહેવું જોઈએ. આટલું જ નહીં, ઉનાળા દરમિયાન, તમારી ત્વચાની વિશેષ કાળજી લેવી જોઈએ,અને યોગ્ય ત્વચા સંભાળની દિનચર્યાને વળગી રહેવું પણ ખૂબ જ જરૂરી છે, જેથી ટેનિંગ, ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓની અસરોને ઘટાડવામાં મદદ કરી શકે. 

ગરમીમાં શરીર ઠંડુ રહે તેવાં પ્રયાસો કરવા જોઈએ પગને ઠંડા પાણીમાં  રાખીને અને ઠંડા ફૂવારામાં  બેસીને તમારા શરીરને  ઠંડક  આપવાનો પ્રયત્ન કરો. શક્ય હોય તો એસીમાં બેસો પડદા બંધ રાખી સૂર્યના સીધા કિરણોથી બચો. 

જો તમારે બહાર નીકળવાનું થાય ત્યારે એમ જ ન જતાં ટોપી કે  સ્કાર્ફ  પહેરો  અને સનસ્ક્રીન લગાવો. વળી, બપોરે  બહાર જવું  અનિવાર્ય હોય તો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચવાના  પ્રયત્ન કરો. આ  કિરણો ત્વચાને ડેમેજ  તો કરે જ છે.  સાથોસાથ  સનબર્ન, પિગ્મેન્ટેશન  અને કેન્સર જેવી વિવિધ  સમસ્યાનું  કારણ પણ બની શકે છે.

સુતરાઉ અને લેનિન જેવા કાપડમાંથી બનેલા કપડાં પહેરો અને આંખની સંભાળ માટે સનગ્લાસ પહેરવાનું ચૂકશો નહીં. 

ગરમીના વાતાવરણમાં છાશ, લીંબુનું પાણી અને નારિયેળ પાણીનું સેવન ખૂબ લાભદાયી છે. તરબૂચ, ટેટી અને કાકડી ખાવ.  જંક ફૂડ, મસાલેદાર, તૈલી, પ્રોસેસ્ડ કે કેનના  આહાર ટાળો.  આવા ખોરાક તમારી  રોગપ્રતિકારક શક્તિ ઘટાડી શકે છે. ભોજન  પ્રમાણમાં  ઓછું લો અથવા થોડો થોડો ખોરાક વધુ વખત લો. સાથે સલાડ ખાવો.

મહત્વનું છે કે ગરમીની ઋતુમાં ખોરાકને બહાર રાખવાને બદલે ફ્રીઝમાં સ્ટોર કરવો જોઈએ. એસિડિટી, હાર્ટબર્ન અને અપચાથી બચવા વધુ ખાવું નહીં. રાત્રિ ભોજન પણ હળવું  લેવું.  હવામાન ગરમ હોય ત્યારે  બાળકોને બહાર મોકલવાનું ટાળવું જોઈએ. 

આમ જો નાની નાની તકેદારી લેવામાં આવે તો ઉનાળાથી વધુ હેરાન થશો નહીં અને ઉનાળો કયા વીતી જશે તેની ખબર પણ પડશે નહીં.