Trail Mix: તહેવારો દરમિયાન નાસ્તા માટે અપનાવો હેલ્ધી ઓપ્શન અને રહો તંદુરસ્ત

Trail Mix: આપણામાંથી મોટા ભાગના લોકોને નાસ્તો (Snacks) કરવાની આદત હોય છે. સવારે અને રાત્રિના ભોજન વચ્ચે જ્યારે પણ વિચિત્ર પ્રકારની ભૂખ લાગે ત્યારે ચિપ્સના પેકેટ કે અન્ય હાઈ કેલેરી ધરાવતી વસ્તુઓ આપણાં પેટમાં જવા દઈએ છીએ. હેલ્ધી ચોઈસ માટે Trail Mix અપનાવો નિષ્ણાતો બજારમાં મળતા વિવિધ પ્રકારના તૈયાર નાસ્તાઓ કે પછી ફરસાણ વગેરે પર […]

Share:

Trail Mix: આપણામાંથી મોટા ભાગના લોકોને નાસ્તો (Snacks) કરવાની આદત હોય છે. સવારે અને રાત્રિના ભોજન વચ્ચે જ્યારે પણ વિચિત્ર પ્રકારની ભૂખ લાગે ત્યારે ચિપ્સના પેકેટ કે અન્ય હાઈ કેલેરી ધરાવતી વસ્તુઓ આપણાં પેટમાં જવા દઈએ છીએ.

હેલ્ધી ચોઈસ માટે Trail Mix અપનાવો

નિષ્ણાતો બજારમાં મળતા વિવિધ પ્રકારના તૈયાર નાસ્તાઓ કે પછી ફરસાણ વગેરે પર નજર નાખવા કરતા સુકામેવા, નટ્સ વગેરેને હાથવગા રાખવાની સલાહ આપે છે. આવી વસ્તુઓને નાસ્તા (Snacks)માં સ્થાન આપવાથી ખૂબ જ આરોગ્યપ્રદ રીતે ભૂખ સંતોષી શકાય છે. આ માટે કેટલાક ટ્રેઈલ મિક્સ (Trail Mix) દર્શાવ્યા છે જે તહેવારોની મોસમમાં પણ તમારૂં અને તમારા મહેમાનોનું આરોગ્ય જાળવશે. 

Trail Mix એટલે શું? 

ટ્રેઈલ મિક્સ એ નટ્સ, સુકા ફળો, સીડ્સ, ઓટ્સ વગેરેનું એક ખૂબ જ પૌષ્ટિક સંયોજન છે જે નાસ્તા માટેની બેસ્ટ ચોઈસ છે. વિવિધ પ્રકારના ટ્રેઈલ મિક્સમાં ઘટકો અલગ અલગ હોવા છતાં પણ તેમાં ગ્રેનોલા, બદામ, સીડ્સ અને સુકા ફળો હોય જ છે. તે સિવાય અમુક વેરાઈટીમાં પોપકોર્ન, સીરિયલ, કેન્ડી કે ચોકલેટ ચિપ્સ અથવા તો દરિયાઈ નમક, લસણના પાવડર, થાઈમ, તજ, પેપ્રિકા જેવા મસાલા અને સ્વાદનો ઉમેરો કર્યો હોય છે. 

વધુ વાંચો: તમારા આહારમાં ઈલાયચીને સામેલ કરવાના ફાયદા જાણો

જાણો Trail Mixમાં શું ઉમેરી શકાય?

માર્કેટમાં રેડિમેઈડ ટ્રેઈલ મિક્સ પેકેટ્સ પણ ઉપલબ્ધ છે જે તેની પોર્ટેબિલિટી અને પોષણક્ષમ સામગ્રીના લીધે ખૂબ હેલ્ધી ચોઈસ બની રહે છે. ટ્રેઈલ મિક્સ સામાન્ય રીતે હાઈ પ્રોટીન વસ્તુઓ જેમ કે બદામ, સીડ્સ વગેરેથી બનેલું હોય છે. અહીં દર્શાવેલા મિક્સના ઓપ્શન તમે ઘરે પણ તૈયાર કરી શકશો અને માર્કેટમાં પણ સરળતાથી ઉપલબ્ધ છે.

વધુ વાંચો: પ્રદૂષણ સામે લાડવા માટે તમારા ડાયટમાં આ આહારને સામેલ કરો

– ટ્રેઈલ મિક્સ માટે તમે બદામ, કાજુ, પિસ્તા, ચણાને મીઠું ચઢાવીને ક્રંચી સ્વાદ આપી શકો છો.

– બદામ, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, વોટરમેલન સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, સુકી કાળી દ્રાક્ષ, સુકી ક્રેનબેરી અને બ્લુબેરીને મિક્સ કરીને બનતા આ હેલ્ધી નાસ્તા (Snacks)માં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી તે તંદુરસ્ત ચયાપચયને પ્રોત્સાહન આપે છે. 

આ રીતે પસંદ કરો બ્રાન્ડેડ Trail Mix

– પેકેટમાં રહેલા ઘટકોની યાદી ચોક્કસથી તપાસો અને તેમાં બદામ, સીડ્સ મહત્તમ માત્રામાં હોવા જોઈએ. 

– તેમાં રહેલા નટ્સ અનસોલ્ટેડ હોવા જોઈએ અને પેકેટમાં કેટલા પ્રમાણમાં સુકામેવા, નાળિયેરના ટુકડા, ડાર્ક ચોકલેટનો ઉપયોગ થયો છે તે પણ તપાસો.

– જો તમે હાઈ ઈમ્પેક્ટ કસરત ન કરતા હોવ તો વધુ પડતા મીઠાવાળા ટ્રેઈલ મિક્સને અવગણો. 

– શીંગ, બદામ, અખરોટ, સનફ્લાવર અને પમ્પકીન સીડ્સ ઉત્તમ વસ્તુઓ છે પરંતુ તે કેન્ડી કોટેડ ના હોય તે યોગ્ય રહેશે. 

– ઘટકોની યાદીમાં પ્રથમ 3 નામ નટ્સ અને સીડ્સના હોય તે ચોક્કસથી જુઓ અને પ્રથમ 3માં ખાંડને સ્થાન ન અપાયું હોય તે મહત્વનું છે.