ચોમાસાંમાં આ 5 ટિપ્સ ફોલો કરી સુરક્ષિત ટ્રાવેલ કરો

ચોમાસાંમાં વરસાદ માજા મૂકે તેની સાથે આપણું મન ફરવા માટે દોડતું થઈ જાય છે. ચોમાસાંમાં સુરક્ષિત ટ્રાવેલ કરવો જરૂરી બની જાય છે કારણે આ સિઝનમાં વાતાવરણમાં ભેજ હોય છે, જમીન ભીની હોય છે સાથે હવામાં કેટલાક જીવ જંતુઓને કારણે શરીરને કોઈ પણ રીતે હાનિ થવાનું જોખમ વધી જાય છે. જો તમે સાહસી હો અને ટ્રેકિંગ […]

Share:

ચોમાસાંમાં વરસાદ માજા મૂકે તેની સાથે આપણું મન ફરવા માટે દોડતું થઈ જાય છે. ચોમાસાંમાં સુરક્ષિત ટ્રાવેલ કરવો જરૂરી બની જાય છે કારણે આ સિઝનમાં વાતાવરણમાં ભેજ હોય છે, જમીન ભીની હોય છે સાથે હવામાં કેટલાક જીવ જંતુઓને કારણે શરીરને કોઈ પણ રીતે હાનિ થવાનું જોખમ વધી જાય છે. જો તમે સાહસી હો અને ટ્રેકિંગ કરવાનું પસંદ કરતા હો તો તમારે સુરક્ષિત ટ્રાવેલ કરવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. 

આ 5 ટિપ્સ ફોલો કરી તમે સુરક્ષિત ટ્રાવેલ કરી શકો છો.

વાતાવરણની માહિતી જાણ્યા બાદ પ્લાન બનાવો

આજ કાલની ટેક્નોલોજી એટલી એડવાન્સ્ડ બની છે કે તમે તમારી આંગળીના ટેરવે બધી જ માહિતી મેળવી શકો છો. તમે જે જગ્યાએ ટ્રાવેલ કે ટ્રેકિંગ માટે જવાના હો તે દિવસનું વેધર ફોરકાસ્ટ અર્થાત આગામી દિવસોમાં ત્યાંનું વાતાવરણ કેવું રહેશે તે જાણી લો. લેન્ડસ્લાઈડ કે ભારે વરસાદની સંભાવના હોય તેવી જગ્યાએ જવાનું ટાળો. હવામાન વિભાગની ચેતવણીઓ પર ધ્યાન આપો.

તમારી બેગ વેધર ફ્રેન્ડલી બનાવો

ચોમાસાંમાં તમે ટ્રેકિંગ કે ટ્રાવેલ માટે જતાં હો તો તમારી બેગમાં રહેલો સમાન ક્યારેક દેવદૂત બની શકે છે. તમારી બેગ વોટરપ્રૂફ પસંદ કરો અથવા વોટરપ્રૂફ કવરની ખરીદી કરો. વજનમાં હળવા અને જલ્દી સુકાઈ જાય તેવા કપડાં લો. છત્રી અને રેનકોટ ખાસ પેક કરો. તમારા ફૂટવેરની પસંદગી એવી કરો જે તમને લપસતાં બચાવે. તમારા મોબાઈલ સહિતના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ મૂકવા માટે એરટાઈટ પ્લાસ્ટિક બેગ મૂકો.

પર્સનલ સેફ્ટી પર ધ્યાન આપો

તમે જે જગ્યાએ ફરવા ગયા છો ત્યાં ભારે વરસાદ કે પૂર આવે તો તરત એક સુરક્ષિત સ્થાન પર ચાલ્યા જાઓ. સ્થાનિક તંત્રની કેવી રીતે મદદ લેવી તેની આગોતરી માહિતી લો. તમારી સાથે ફર્સ્ટ એડ કિટ રાખો. આમ પર્સનલ સેફ્ટી પર ધ્યાન રાખી તમે સુરક્ષિત ટ્રાવેલ કરી શકો છો.

ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લો

તમારા ટ્રાવેલને વધુ સુરક્ષિત બનાવવા માટે તમે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લઈ શકો છો. તેમાં ટ્રિપ કેન્સલેશન, સામાન ગુમ થવો, મેડિકલ ઈમર્જન્સી સહિતના કવર મળે છે. 

સ્થાનિક સેવાઓનાં સંપર્કમાં રહો

તમારા ટ્રાવેલ ડેસ્ટિનેશન પર લોકલ ગાઈડની મદદ લો. જે તમને તમામ પરિસ્થિતિમાં સુરક્ષિત રાખી શકે તેવી ક્ષમતા ધરાવતો હોય. હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને હેલ્પલાઈનનો અગાઉથી નંબર સાચવી રાખો.

ઉપરોક્ત ટિપ્સ સિવાય તમે તમારા મિત્રો અને પેરેન્ટ્સની મદદથી તમારી ચોમાસાંની ટ્રિપને વધુ સુરક્ષિત અને મજેદાર બનાવી શકો છો. ટ્રાવેલ કરતાં પહેલાં તમારું લાઈવ લોકેશન તમારા પેરેન્ટ્સ કે મિત્રને આપી શકો છો. જેથી ઈમર્જન્સીમાં તમારી મદદ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.