ત્રિફળા, કેસર અને જિન્કગો બિલોબા, આ 3 આયુર્વેદિક જડીબુટ્ટીઓ આંખના સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન

મેક્યુલાએ આપણી આંખના રેટિનાનો એક નાનકડો હિસ્સો છે જે આપણને આ સુંદર દુનિયા નિહાળવામાં, દૂરની વસ્તુઓ કે રંગ ઓળખવામાં મદદરૂપ બને છે. ત્રિફળા, કેસર અને જિન્કગો બિલોબા એ એવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ છે જે આંખના મેક્યુલર સ્વાસ્થ્યને જાળવવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આમ આયુર્વેદિક જડીબુટ્ટીઓ દ્વારા તમે તમારી આંખોનું તેજ વધારી શકો છો.  ત્રિફળાઃ  […]

Share:

મેક્યુલાએ આપણી આંખના રેટિનાનો એક નાનકડો હિસ્સો છે જે આપણને આ સુંદર દુનિયા નિહાળવામાં, દૂરની વસ્તુઓ કે રંગ ઓળખવામાં મદદરૂપ બને છે. ત્રિફળા, કેસર અને જિન્કગો બિલોબા એ એવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ છે જે આંખના મેક્યુલર સ્વાસ્થ્યને જાળવવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આમ આયુર્વેદિક જડીબુટ્ટીઓ દ્વારા તમે તમારી આંખોનું તેજ વધારી શકો છો. 

ત્રિફળાઃ 

ત્રિફળા એ 3 ફળો આમળા (એમ્બલીકા ઑફિસિનાલિસ), હરિતકી/હરડે (ટર્મિનાલિયા ચેબ્યુલા), અને બિભીતાકી/બહેડાં (ટર્મિનાલિયા બેલીરિકા)નું મિશ્રણ ધરાવતી આયુર્વેદિક જડીબુટ્ટી છે. તે મેક્યુલર સ્વાસ્થ્ય જાળવવામાં ઉપયોગી હોવાની સંભાવના ધ્યાનમાં આવતા સંશોધકો હાલ તેમાં ખૂબ રસ દાખવી રહ્યા છે. 

આંબળામાં રહેલું વિટામિન સી અને એન્ટિઓક્સિડેન્ટ્સ આંખની પેશીઓની તંદુરસ્તી જાળવવાનું કામ કરે છે. ઉપરાંત આંબળામાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ ઓક્સિડેટિવ તણાવના લીધે રેટિનાને થતાં નુકસાનને દૂર કરવામાં મદદ કરે છે. હરડેમાં રહેલા કમ્પાઉન્ડ્સ આંખમાં બળતરાના લીધે મેક્યુલાને થતા નુકસાનથી બચાવે છે. જ્યારે બહેડાં આંખમાં લોહીનું પરિભ્રમણ વધારીને જોવાની ક્ષમતા સુધારે છે.

કેસરઃ

એક સંશોધન પ્રમાણે કેસર આંખમાં લોહીનો પ્રવાહ વધારીને રેટિનાના કોષોને ઓક્સિડેટિવ તણાવના નુકસાનથી બચાવતી શ્રેષ્ઠત્તમ આયુર્વેદિક જડીબુટ્ટી છે. કેસરમાં રહેલું ક્રોસિન કોશિકાઓને પુનર્જીવન માટે પ્રોત્સાહિત કરે છે. આ કોશિકાઓ AMD જેવા રોગોમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. દૈનિક આહારમાં નિયમિતપણે કેસરનો ઉપયોગ કરવાથી ઉંમર સાથે આંખનું તેજ પણ જળવાઈ રહે છે. 

જિન્કગો બિલોબાઃ

પ્રાચીન કાળથી ચાઈનીઝ મૂળ ધરાવતી વૃક્ષની પ્રજાતિ જિન્કગો બિલોબાનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં થતો આવ્યો છે. તેના પાંદડાઓમાં ફ્લેવોનોઈડ્સ અને ટર્પેનોઈડ્સ હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ અને ન્યુરોપ્રોટેક્ટિવ ગુણ આંખ અને ખાસ કરીને મેક્યુલા માટે ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. 

આ લાભો ખાસ કરીને મેક્યુલર ડિજનરેશનનું જોખમ ધરાવતા લોકો માટે અથવા ઉંમર સાથે દૃષ્ટિની તંદુરસ્તી જાળવવાનો પ્રયાસ કરતા લોકો માટે તે ફાયદાકારક બની શકે છે. જિન્કગો બિલોબાનું વૃક્ષ 40 મીટર જેટલું ઉંચુ હોઈ શકે છે અને તે 1,000 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે છે. તેના પંખા જેવા લીલા પાનનો ઉપયોગ ચિકિત્સામાં થાય છે. 

આમ આંખ સહિત સમગ્ર શરીર માટે અમૃત સમાન આયુર્વેદિક જડીબુટ્ટીઓને તમારી દિનચર્યામાં સ્થાન આપીને તમે તંદુરસ્ત જીવનશૈલી તરફ આગળ વધી શકો છો.આયુર્વેદિક જડીબુટ્ટીઓ ઉપરાંત નિયમિત કસરત, ફળો, શાકભાજી અને ખનીજોથી ભરપૂર સંતુલિત આહાર આંખની સંભાળ માટે ખૂબ જ આવશ્યક છે. 

આયુર્વેદ આંખના મેક્યુલર હિસ્સાને વધુ ચેતના આપતી અનેક જડીબુટ્ટીઓથી સભર છે. ત્રિફળા, કેસર અને જિન્કગો બિલોબા સહિતની આયુર્વેદિક જડીબુટ્ટીઓનો અભ્યાસ આંખના સ્વાસ્થ્યની દિશામાં એક વ્યાપક અભિગમ પ્રદાન કરી શકે તેમ છે.