માઈગ્રેનના અસહ્ય દુઃખાવામાંથી રાહત મેળવવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

આધાશીશી, માઈગ્રેન એ માથાનો એક વિચિત્ર પ્રકારનો ગંભીર દુઃખાવો છે. માઈગ્રેન સાથે ઘણી વખત બ્લાઈન્ડ સ્પોટ, ઉબકા, ઉલટી, અવાજ કે પ્રકાશથી તકલીફ સહિતના લક્ષણો પણ અનુભવાતા હોય છે. માઈગ્રેન એ ખૂબ જ જૂનો અને જાણીતો રોગ છે અને તેમાં અવારનવાર માથાનો એક ચોક્કસ પ્રકારનો દુઃખાવો થતો હોય છે. જોકે આયુર્વેદમાં દર્શાવ્યા પ્રમાણેના કેટલાક કુદરતી ઉપચારો […]

Share:

આધાશીશી, માઈગ્રેન એ માથાનો એક વિચિત્ર પ્રકારનો ગંભીર દુઃખાવો છે. માઈગ્રેન સાથે ઘણી વખત બ્લાઈન્ડ સ્પોટ, ઉબકા, ઉલટી, અવાજ કે પ્રકાશથી તકલીફ સહિતના લક્ષણો પણ અનુભવાતા હોય છે. માઈગ્રેન એ ખૂબ જ જૂનો અને જાણીતો રોગ છે અને તેમાં અવારનવાર માથાનો એક ચોક્કસ પ્રકારનો દુઃખાવો થતો હોય છે. જોકે આયુર્વેદમાં દર્શાવ્યા પ્રમાણેના કેટલાક કુદરતી ઉપચારો માઈગ્રેનમાં રાહત આપી શકે છે. 

શિરોલેપઃ

માઈગ્રેન અને તણાવના લીધે જે માનસિક થાક અનુભવાઈ રહ્યો હોય તેને દૂર કરવામાં શિરોલેપ મદદરૂપ બની શકે છે. શિરોલેપ માટે અમુક આયુર્વેદિક જડીબુટ્ટીઓને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણને માથા પર રાખવામાં આવે છે અને એક કલાક માટે વિશિષ્ટ પાનની મદદથી તેને ઢાંકી દેવામાં આવે છે. 

શિરોધારાઃ

માઈગ્રેનની સારવાર માટે શિરોધારામાં કપાળ પર જ્યાં આપણી ચેતનાનું કેન્દ્ર હોય ત્યાં ગરમ તેલની પાતળી ધારા સતત રેડવામાં આવે છે. એક જ જગ્યાએ સતત તેલ રેડાવાથી કપાળના તે હિસ્સામાં દબાણથી સ્પંદન રચાય છે જે આપણા મન અને નર્વસ સિસ્ટમને માનસિક આરામની પ્રગાઢ સ્થિતિનો અનુભવ કરાવે છે અને માઈગ્રેનમાં રાહત આપે છે. 

ક્વાલા ગ્રહાઃ

ક્વાલા ગ્રહાથી ડિટોક્સિફિકેશનની અસર અનુભવાય છે જે માઈગ્રેનના દુઃખાવામાં માથામાં રાહત આપે છે. આયુર્વેદ આધાશીશી, માઈગ્રેનના દુઃખાવામાંથી રાહત મેળવવા માટે ચંદનદી તેલ અને મહાનારાયણી તેલથી કોગળા કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. 

સ્નેહ બસ્તીઃ 

માઈગ્રેનના દુઃખાવામાંથી રાહત મેળવવા માટે સ્નેહ બસ્તી ઉપચારમાં અનુનાસિક માર્ગ એટલે કે, નોઝલ રૂટ દ્વારા શિદબિંદુ તેલ અથવા તો અનુ તેલને નસકોરામાં જવા દેવામાં આવે છે. ખભાની ઉપરના હિસ્સામાં થતા કોઈ પણ દુઃખાવા માટે સ્નેહ બસ્તી આપવામાં આવે છે. 

માઈગ્રેનના દુઃખાવા દરમિયાન સૂર્યપ્રકાશના વધુ પડતા સંપર્કમાં રહેવાથી ભ્રમરની ઉપરના હિસ્સામાં અથવા તો માથાના દુઃખાવામાં ખૂબ જ વધારાનો અનુભવ થાય છે. આ દુઃખાવો ઘણી વખત નાડી દ્વારા પ્રસરીને ગરદન અને ખભા સુધી ફેલાય છે. સામાન્ય રીતે માઈગ્રેનનો દુઃખાવો 2-3 કલાક પીડા આપે છે પરંતુ અમુક ગંભીર સંજોગોમાં તેની અસર 2-3 દિવસ સુધી પણ ખેંચાતી હોય છે. આવા સંજોગોમાં નિષ્ણાતની મદદ લેવી આવશ્યક છે. 

તે સિવાય માઈગ્રેનના દુઃખાવા દરમિયાન નીચેની ટિપ્સ અનુસરોઃ

– માઈગ્રેનની શરૂઆત જેવું લાગે એટલે તરત જ જે કામ કરો છો તેમાંથી બ્રેક લો અને શાંત વાતાવરણમાં રહો.

– માઈગ્રેન વખતે લાઈટ બંધ કરી દો કારણ કે તેનાથી માઈગ્રેનનો દુઃખાવો વધી શકે છે. 

– માઈગ્રેન દરમિયાન માથા અને ગરદનના ભાગે આઈસ પેક અથવા હોટ બેગ વડે શેક કરો. 

– માઈગ્રેન દરમિયાન એક કપ કોફી લઈ શકાય કારણ કે, કેફીન માઈગ્રેનને રોકી શકે છે પરંતુ વધુ પડતું કેફીન ટાળો.