આંખોની નીચે થતા ડાર્ક સર્કલ્સથી છુટકારો મેળવવા માટે આ 7 ઉપાયો અજમાવો 

શરીરના કોઈપણ ભાગની ચામડી સામાન્ય કરતાં વધુ કાળી થાય તો તેને હાયપરપીગ્મેન્ટેશન કહેવામાં આવે છે. આંખોની નીચે આવા વિસ્તારોને સામાન્ય રીતે ડાર્ક સર્કલ્સ કહેવામાં આવે છે. અતિશય થાક અને ઊંઘમાં ખલેલ એ ડાર્ક સર્કલ્સ થવાનું સૌથી મોટું કારણ છે. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ અને અપૂરતો આહાર એ એવા પરિબળો છે જેના કારણે આંખોની આસપાસ ડાર્ક […]

Share:

શરીરના કોઈપણ ભાગની ચામડી સામાન્ય કરતાં વધુ કાળી થાય તો તેને હાયપરપીગ્મેન્ટેશન કહેવામાં આવે છે. આંખોની નીચે આવા વિસ્તારોને સામાન્ય રીતે ડાર્ક સર્કલ્સ કહેવામાં આવે છે. અતિશય થાક અને ઊંઘમાં ખલેલ એ ડાર્ક સર્કલ્સ થવાનું સૌથી મોટું કારણ છે. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ અને અપૂરતો આહાર એ એવા પરિબળો છે જેના કારણે આંખોની આસપાસ ડાર્ક સર્કલ્સ ઉદ્દભવે છે. વૃદ્ધ વ્યક્તિઓમાં ડાર્ક સર્કલ્સ વધુ પ્રચલિત છે કારણ કે તેમની ઉંમર સાથે આંખના વિસ્તારની આસપાસની ત્વચા ધીમે ધીમે પાતળી થતી જાય છે. તદુપરાંત, ડાર્ક સર્કલ્સ એલર્જી, લોહીનું નીચું સ્તર, ડિહાઈડ્રેશન, થાઈરોઈડની સમસ્યાઅને ત્વચાની બળતરા જેવા કારણોને આભારી છે.

ડાર્ક સર્કલ્સને દૂર કરવાના ઉપાયો:

તમારા ઊંઘનું શેડ્યૂલ મેનેજ કરો

રાત્રે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લો અને ઊંઘનું શેડ્યુલ મેનેજ કરો. તે થાકને દૂર રાખવામાં મદદ કરી શકે છે અને તેનાથી ડાર્ક સર્કલ્સની શક્યતા ઘટે છે.

કોલ્ડ કોમ્પ્રેસ અજમાવો  

વિસ્તરેલી રક્તવાહિનીઓને કારણે ડાર્ક સર્કલ્સની સમસ્યા થાય છે. કોલ્ડ કોમ્પ્રેસનો ઉપયોગ આંખોની નીચે કરવાથી ધમનીઓ અને નસો સંકુચિત થાય છે, જે હાયપરપીગ્મેન્ટેશનને અટકાવે છે.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો

અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનો સામનો કરવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરીને અને શક્ય તેટલું સૂર્યના સીધા સંપર્કને ટાળીને ડાર્ક સર્કલ્સને અટકાવી શકાય છે. સંવેદનશીલ વિસ્તારને આવરી લેતા ગોગલ્સનો ઉપયોગ કરવાથી મદદ મળી શકે છે.

ટામેટાંનો ઉપયોગ કરો 

ટામેટાં, જે તેમના એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતા છે તેનો ઉપયોગ બ્લીચિંગ માટે કરી શક્ય છે જે ડાર્ક સર્કલ્સ ઘટાડવામાં મદદ કરે છે. ટામેટાનો રસ લગભગ દસ મિનિટ સુધી લગાવવાથી ઈન્ફ્રોર્બિટલ પિગમેન્ટેશનથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. આ તકનીકનો ઉપયોગ કરતા પહેલા ખાતરી કરો કે તમારી ત્વચા સંવેદનશીલ ન હોય.

આલ્કોહોલ લેવાનું ટાળો

જો તમે આ ડાર્ક સર્કલ્સને થતા રોકવા માંગતા હોવ તો મોડી રાતની પાર્ટીઓથી દૂર રહેવું યોગ્ય છે. હેંગઓવર થાક તરફ દોરી શકે છે, જેના કારણે આંખોમાં સોજો આવે છે અને ડાર્ક સર્કલ્સ થાય છે.

દરરોજ મેડિટેશન કરો

વ્યસ્ત જીવનશૈલી, તણાવ અને ચિંતામાં વધારો કરે છે, જે થાક અને બાદમાં ડિપ્રેશન તરફ દોરી જાય છે. મુશ્કેલીઓની વચ્ચે કેવી રીતે શાંત રહેવું તે પ્રેક્ટિસ કરવાથી ડાર્ક સર્કલ્સને નિયત્રિત કરી શકાય છે. તે તમારી સ્લીપ સાયકલને પણ પ્રભાવિત કરે છે. 

ટી બેગનો ઉપયોગ કરો

કોલ્ડ ટી બેગનો ઉપયોગ કરીને ડાર્ક સર્કલ્સને ઘટાડી શકાય છે. ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે રેફ્રિજરેટેડ ટી બેગ લગભગ પંદર મિનિટ માટે આંખોની નીચે લગાવો. આ માટે કેમોલી ટી બેગનો ઉપયોગ કરી શકાય છે.