Uric Acid: પગેથી લાચાર થઈ જાઓ તે પહેલા જ બંધ કરી દો આ 4 વસ્તુઓનું સેવન

Uric Acid: આજના સમયમાં યુરિક એસિડની બીમારી ખૂબ જ સામાન્ય બની ગઈ છે, જેના કારણે હઠીલા રોગો જન્મ લે છે. ખરાબ જીવનશૈલી, ખરાબ ખાનપાન, પાણીનું ઓછું સેવન અને કેલરીથી ભરપૂર ખોરાક લેવાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે.  ખરેખર, યુરિક એસિડ (Uric Acid) શરીરમાં ગંદકીની જેમ જમા થઈ જાય છે. જો શરીરના લોહીમાં યુરિક એસિડનું […]

Share:

Uric Acid: આજના સમયમાં યુરિક એસિડની બીમારી ખૂબ જ સામાન્ય બની ગઈ છે, જેના કારણે હઠીલા રોગો જન્મ લે છે. ખરાબ જીવનશૈલી, ખરાબ ખાનપાન, પાણીનું ઓછું સેવન અને કેલરીથી ભરપૂર ખોરાક લેવાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે. 

ખરેખર, યુરિક એસિડ (Uric Acid) શરીરમાં ગંદકીની જેમ જમા થઈ જાય છે. જો શરીરના લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય તો તેનાથી સાંધાની સમસ્યા, કિડનીની બીમારી, હાર્ટ એટેક જેવી ખતરનાક બીમારીઓ પણ થઈ શકે છે. ક્યારેક એવું પણ બને છે કે યુરિક એસિડ શરીરમાં ક્રિસ્ટલનું રૂપ ધારણ કરી લે છે અને ધીમે ધીમે સાંધાઓની આસપાસ જમા થવા લાગે છે. જેના કારણે સાંધાના દુખાવાની સમસ્યા શરૂ થાય છે.

વધુ વાંચો: દિવાળી પર તમારા હૃદયને સ્વસ્થ રાખવા અપનાવો આ 5 હેલ્થ ટિપ્સ

Uric Acid પગને નિષ્ક્રિય કરી દેશે

જે લોકોને યુરિક એસિડ વધારે રહેતું હોય તેમના પગમાં સોજા અને સાંધામાં દુખાવો વધારે પ્રમાણમાં રહે છે. આવી સ્થિતિમાં જો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો હલન ચલનમાં પણ પ્રોબ્લેમ થવા લાગે છે. એવામાં તમારે પ્રયત્ન કરવો જોઈએ કે એ વસ્તુઓનું સેવન કરવાથી બચો જે યુરિક એસિડની સમસ્યાને પ્રોત્સાહન આપતી હોય. 

પ્યુરિનનું વધવું શરીરમાં યુરિક એસિડની સમસ્યાને વધારી શકે છે જેનાથી સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે. એવી સ્થિતિમાં તમારે અમુક વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. 

વટાણા

હાઈ યુરિક એસિડની સ્થિતિમાં વટાણા ખાવાના નુકસાન ઘણા છે. પહેલા તો વટાણામાંથી નીકળતું પ્રોટીન શરીરમાં પ્યુરિનને વધારે છે. પછી તે પ્યુરિન તમારા શરીરમાં યુરિક એસિડને વધારે છે જે વધારે હોવા પર હાડકામાં જમા થવા લાગે છે. પછી તે પથરીનું રૂપ લઈ લે છે અને સાંધામાં ચોંટીને એક ગેપ પેદા કરે છે. 

દાળ

જો શરીરમાં યુરિક એસિડ (Uric Acid)નું પ્રમાણ વધુ રહેતું હોય તો રાત્રિભોજનમાં દાળ ખાવાનું ટાળો. દાળમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે, જેના કારણે શરીરમાં વધુ ઉર્જા ઉત્પન્ન થાય છે. યુરિક એસિડથી પીડિત લોકોએ રાત્રે દાળ ન ખાવી જોઈએ.

વધુ વાંચો: શિયાળામાં શુષ્ક વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ 4 ઉપાય અજમાવો

રાત્રિભોજનમાં માંસ ન ખાવું

જે લોકોના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેમણે રાત્રિભોજનમાં મટનનું સેવન ટાળવું જોઈએ. રેડ મીટ, ઓર્ગન મીટ, સીફૂડ જેવી વસ્તુઓ ખાવાનું ટાળો. આ પ્રકારના ખોરાકને કારણે યુરિક એસિડ ઝડપથી વધે છે.

આલ્કોહોલ

યુરિક એસિડની સમસ્યાથી પરેશાન લોકોએ રાત્રે દારૂ પીવાનું ટાળવું જોઈએ. આલ્કોહોલ શરીરમાં યુરિક એસિડનું સ્તર વધારે છે. જો તમે રાત્રે વધુને વધુ પાણી પીઓ છો, તો આપની આ આદત પેશાબને પાતળું કરશે અને શરીરમાંથી વધારાનું યુરિક એસિડ દૂર કરશે. આ સિવાય ગળપણથી પણ દૂર રહો.