શિયાળામાં શિયા બટરનો કરો ઉપયોગઃ ત્વચા સંબંધિત તમામ મુશ્કેલીઓ થશે દૂર!

શિયા બટર આપની ત્વચા સંબંધિત લગભગ તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરી દે છે.

Share:

હાઈલાઇટ્સ

  • આનાથી સ્કીન લાંબા સમય સુધી સોફ્ટ રહે છે અને ગ્લો કરતી દેખાય છે
  • શિયા બટર હાથ, પગ અને એડીઓને પણ કોમળ બનાવી રાખવામાં ખૂબજ અસરદાર છે

જ્યારે પણ વાતાવરણ બદલાય છે, ત્યારે આપણી લાઈફ સ્ટાઈલમાં બદલાવ આવે છે અને આની અસર આપણી સ્કીન પર પડે છે. આવા સમયે આપણને ત્વચા સંબંધિત કેટલાય પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારની પ્રોડક્ટ્સ અને ઘરેલુ નુસખા અપનાવે છે. પરંતુ હવે આપ શિયા બટરનો ઉપયોગ કરીને પણ સ્કીન પ્રોબ્લમ્સને દૂર કરી શકો છો. કારણ કે, શિયા બટર આપની ત્વચા સંબંધિત લગભગ તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરી દે છે.

 
સ્કીનને બનાવે છે, સોફ્ટ! 

જો તમારી સ્કીન શિયાળામાં ડ્રાઈનેસના કારણે સફેદ દેખાય અથવા તો ત્વચા પર ક્રેક્સ દેખાવા લાગે ત્યારે શિયા બટર આપની ત્વચાને છેક અંદર સુધી પોષણ આપે છે. આનાથી સ્કીન લાંબા સમય સુધી સોફ્ટ રહે છે અને ગ્લો કરતી દેખાય છે. શિયા બટર હાથ, પગ અને એડીઓને પણ કોમળ બનાવી રાખવામાં ખૂબજ અસરદાર છે. આનાથી સ્કીનના છીદ્રો પણ બંધ નથી થતા અને ડ્રાઈ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. 


સ્ટ્રેચ માર્ક્સના નિશાન દૂર થાય છે 
સામાન્ય રીતે પ્રેગ્નેન્સી દરમિયાન પેટની સ્કીન પર સ્ટ્રેચ માર્ક્સ આવી જાય છે. ખણ આવવાથી અને બળતરા થવાથી આ જગ્યાએ દુઃખાવો વધારે થાય છે. જો આ ભાગમાં શિયા બટર લગાવવામાં આવશે તો ત્વચા એકદમ કોમળ બની જશે અને પેટ પર પડેલા સ્ટ્રેચ માર્ક્સના નિશાન પણ હળવા થઈ જશે. 


ત્વચાને યંગ દેખાવ મળે છે 

શિયા બટર એમિનો એસિડ અને વિટામીન C થી ભરપૂર હોય છે. એમિનો એસિડના એન્ટી-એજિંગ એજન્ટ હોવાના કારણે આના ઉપયોગથી ત્વચાને યંગ લૂક મળે છે. આ સિવાય આમાં એન્ટી-એક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે કે જે ત્વચાને ફ્રી-રેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં અસરદાર છે. શિયા બટરથી ત્વચામાં કોલેજનનું પ્રોડક્શન પણ વધે છે.