Vicky Kaushalએ દિલ્હીમાં ‘સેમ બહાદુર’ના ટ્રેલર લોન્ચ વખતે 6 શીખ રેજિમેન્ટ સાથે પ્રેક્ટિસ કરી

Vicky Kaushal: વિકી કૌશલની આગામી ફિલ્મ સેમ બહાદુર 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સેમ માણેકશોના જીવન પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ તાજેતરમાં દિલ્હીમાં યોજાયું હતું. વિકી કૌશલ (Vicky Kaushal)એ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું કે તેના રોકાણ દરમિયાન તેણે 6 શીખ રેજિમેન્ટ સાથે પ્રેક્ટિસ કરી હતી. અભિનેતાએ તેની તસવીર પણ […]

Share:

Vicky Kaushal: વિકી કૌશલની આગામી ફિલ્મ સેમ બહાદુર 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સેમ માણેકશોના જીવન પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ તાજેતરમાં દિલ્હીમાં યોજાયું હતું. વિકી કૌશલ (Vicky Kaushal)એ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું કે તેના રોકાણ દરમિયાન તેણે 6 શીખ રેજિમેન્ટ સાથે પ્રેક્ટિસ કરી હતી. અભિનેતાએ તેની તસવીર પણ શેર કરી હતી.

વધુ વાંચો: Ishaan Khatter અને ચાંદની બેન્ઝ પિપ્પા ફિલ્મની સ્ક્રીનિંગમાં સાથે જોવા મળ્યા

Vicky Kaushalએ દિલ્હીમાં પ્રેક્ટિસની તસવીર શેર કરી 

વિકી કૌશલે (Vicky Kaushal) તસવીર અને વીડિયો શેર કર્યા છે જેમાં તે શીખ રેજિમેન્ટ સાથે પ્રેક્ટિસ કરતો અને રણનીતિ શીખતો જોવા મળે છે. તેમની મુલાકાત દિલ્હીમાં ‘સેમ બહાદુર’ના ટ્રેલર લોન્ચ દરમિયાન થઈ હતી. વિકીએ ‘URI’ ના શૂટિંગ દરમિયાન 2018 માં શીખ રેજિમેન્ટ સાથેની તેની તાલીમને યાદ કરી હતી.

તેણે તેની પોસ્ટને કેપ્શન આપ્યું, “સેમ બહાદુરના ટ્રેલર લોન્ચ માટે મારી દિલ્હીની સફર દરમિયાન આ વખતે 6 શીખ રેજિમેન્ટ દ્વારા મારું ‘ઉષ્માભર્યું’ સ્વાગત થયું! 2018 માં, અમે URI ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું તે પહેલાં, મને 7 શીખ રેજિમેન્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. વાસ્તવિક નાયકો તમારી પીઠ થપથપાવતા હોય તે હંમેશા ખૂબ જ સરસ લાગે છે!”

વધુ વાંચો: Raveena Tandon: દીકરી રાશા સાથે ઋષિકેશના પરમાર્થ નિકેતન ઘાટ પર કરી ગંગા આરતી

તાજેતરમાં ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન, વિકી કૌશલે (Vicky Kaushal) કહ્યું, “મારા માટે સૌથી મોટું વેલિડેશન એ છે કે હું જ્યારે યુનિફૉર્મ પહેરીને ​પર્ફોર્મ કરું અને એને આર્મી પસંદ કરે. અમે આ ફિલ્મમાં ખૂબ યોગદાન આપ્યું છે. અમે દરેક નાની બાબત જેવી કે રિબન કે પછી મેડલ હોય એના પર ધ્યાન આપ્યુ છે. મને નથી લાગતું કે એમાં કોઈ ખામી રહી ગઈ હોય. હું હંમેશાં ભારતીય સેનાને મળું છું અને તેઓ મને ખૂબ જ પ્રોત્સાહન આપે છે. તેઓ જણાવતા કે તેમને એ વાતની ખુશી છે કે આ ફિલ્મ હું કરું છું. છેલ્લે તેઓ એમ કહીને ડરાવી દેતા કે પાત્ર બરાબર ભજવજે, તું પ્રતિષ્ઠિત વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે.”

સેમ માણેકશોનો રોલ કરવા વિશે વિકી કૌશલે કહ્યું કે, “મેં આજ સુધી ભજવેલા રોલમાં આ રોલ ખૂબ અઘરો હતો. આ રોલ માટે મારે ખૂબ જ મહેનત કરવી પડી હતી. હું એટલું ચોક્કસ કહીશ કે ફિલ્મમાં હું જેવો દેખાઉં છું એની પાછળ ટીમની મહેનત અને મેઘનાનું અઢળક રિસર્ચ જવાબદાર છે.”

વિકી કૌશલ (Vicky Kaushal) સ્ટારર સેમ બહાદુર ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત છે. તેઓ ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર પ્રથમ ભારતીય આર્મી અધિકારી હતા અને 1971ના ભારત-પાક યુદ્ધમાં તેમની લશ્કરી જીતને કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું.