વિટામિન B12ની ઉણપથી નખ પર પણ પડે છે અસર, જાણો કઈ રીતે આ સમસ્યાને દૂર કરવી 

શરીરમાં કોઈ વિટામિન કે જરૂરી પોષક તત્વોની ઉણપ સર્જાય તો શરીર આપણને તેની ચેતવણી આપવા માટેના રસ્તા શોધી લેતું હોય છે. જો શરીરમાં વિટામિન B12ની ઉણપ ઉભી થાય તો આપણાં નખ દ્વારા સરળતાથી તેની જાણ થઈ જતી હોય છે. આપણાં નખ પરથી જ વિટામિન B12ની ઉણપની જાણ થઈ જાય છે અને ખોરાકમાં ફેરફાર દ્વારા તેની […]

Share:

શરીરમાં કોઈ વિટામિન કે જરૂરી પોષક તત્વોની ઉણપ સર્જાય તો શરીર આપણને તેની ચેતવણી આપવા માટેના રસ્તા શોધી લેતું હોય છે. જો શરીરમાં વિટામિન B12ની ઉણપ ઉભી થાય તો આપણાં નખ દ્વારા સરળતાથી તેની જાણ થઈ જતી હોય છે. આપણાં નખ પરથી જ વિટામિન B12ની ઉણપની જાણ થઈ જાય છે અને ખોરાકમાં ફેરફાર દ્વારા તેની ભરપાઈ કરી શકાય છે. વિટામિન B12ની ઉણપ દૂર કરી શકે તેવા ખોરાકનું સેવન કરવાથી નખ ઉપરાંત શરીરના અન્ય અંગોને પણ ફાયદો થાય છે. 

વિટામિન B12ના લાભ

મુંબઈની પ્રતિષ્ઠિત હોસ્પિટલના વરિષ્ઠ ક્લિનિકલ ડાયેટિશિયન વર્ષા ગોરેના કહેવા પ્રમાણે વિટામિન B12 એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે અને આપણા દૈનિક આહારમાં તેનો નિયમિતપણે સમાવેશ જરૂરી છે.

1. શરીરને ઉર્જાવાન બનાવવા

વિટામિન B12 કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીના ચયાપચયમાં મહત્વની કામગીરી કરે છે. તે આ મેક્રોન્યુટ્રિઅન્ટ્સને ઉપોગી ઉર્જામાં રૂપાંતરિત કરે છે જે શરીરના દરેક કાર્યો યોગ્ય રીતે થાય તેના માટે જરૂરી છે.

2. લાલ રક્તકણોની રચના માટે

વિટામીન B12 આપણા અસ્થિમજ્જામાં લાલ રક્ત કોશિકાઓના સંશ્લેષણ માટે જરૂરી છે. એનિમિયાને રોકવા માટે વિટામિન B12 નું પૂરતું સ્તર નિર્ણાયક છે કારણ કે તે તંદુરસ્ત લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મદદ કરે છે, જે સમગ્ર શરીરમાં ઓક્સિજન વહનનું કાર્ય કરે છે.

3. DNAના સંશ્લેષણ માટે

વિટામિન B12 શરીરમાં આનુવંશિક મટિરીયલ ગણાતા ડીએનએના સંશ્લેષણની કામગીરીમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તે આપણાં શરીરના દરેક કોષમાં હાજર હોય છે. 

4. હૃદયને સ્વસ્થ બનાવવા

વિટામિન B12 અન્ય B વિટામિન્સ સાથે મળીને લોહીમાં હોમોસિસ્ટીન સ્તરને નિયંત્રિત કરે છે. હોમોસિસ્ટીનનું એલિવેટેડ લેવલ કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના વધતા જોખમ સાથે સંકળાયેલું છે.

5. હાડકાંના સ્વાસ્થ્ય માટે

વિટામિન B12 નું પર્યાપ્ત સ્તર હાડકાંની મિનરલ ડેન્સિટી સાથે જોડાયેલું છે. તે ઓસ્ટીયોપોરોસિસને રોકવા અને મજબૂત હાડકાં જાળવવા માટે મહત્વપૂર્ણ છે.

વિટામિન B12ની ઉણપની નખ પર અસર

વિટામિન B12ની ઉણપથી નખ બરડ અને શુષ્ક બની જાય છે. શરીરમાં લાલ રક્તકણોનું પ્રમાણ ઘટી જવાથી એનિમિયા થાય છે જેનાથી નખને મળતો ઓક્સિજન પુરવઠો ઘટે છે અને નખ નિસ્તેજ, પીળા, વાદળી કે વિકૃત બની જાય છે. ઉપરાંત નખ કોઈલોનીચિયા કે સ્પૂનિંગ નામની સ્થિતિનો ભોગ બને છે અને ચમચીની માફક બહારની તરફ વળાંક બનાવી ઉંડા જાય છે. 

વિટામિન B12ની ઉણપ દૂર કરીને નખ ઉપરાંત શરીરના અન્ય અંગોને ઉર્જાવાન બનાવવા માટે પાણી વધુ પીને શરીરને હાઈડ્રેટ રાખવું જોઈએ અને બેલેન્સ ડાયેટ જાળવવું જોઈએ. ભોજનમાં બાયોટિન અને પ્રોટીનયુક્ત વસ્તુઓનો વપરાશ વધારવો જોઈએ.