સુંદર અને તંદુરસ્ત ત્વચા મેળવવા માટે તેના ph સ્તરને સંતુલિત કરવાની કેટલીક ટિપ્સ 

ત્વચાની સુંદરતા માટે તેમાં રહેલું PHનું સ્તર પણ મહત્વનો ભાગ ભજવે છે. આથી તેને જાળવવું મહત્વનું બની રહે છે.  ત્વચાનું pH સ્તર શું છે? તમારી ત્વચાનો pH સૂચવે છે કે તમારી ત્વચા કેટલી એસિડિક અથવા કેટલી આલ્કલાઇન છે. ડૉ. કોચર કહે છે કે, “pH સ્સ્તર 0 થી 14 સુધીની હોય છે. જો કે, ત્વચાનું કુદરતી […]

Share:

ત્વચાની સુંદરતા માટે તેમાં રહેલું PHનું સ્તર પણ મહત્વનો ભાગ ભજવે છે. આથી તેને જાળવવું મહત્વનું બની રહે છે. 

ત્વચાનું pH સ્તર શું છે?

તમારી ત્વચાનો pH સૂચવે છે કે તમારી ત્વચા કેટલી એસિડિક અથવા કેટલી આલ્કલાઇન છે. ડૉ. કોચર કહે છે કે, “pH સ્સ્તર 0 થી 14 સુધીની હોય છે. જો કે, ત્વચાનું કુદરતી pH સંતુલન થોડું એસિડિક હોય છે, સામાન્ય રીતે pH સ્તર 4.5 થી 5.5 સુધીનું હોય છે.” જો તે 7 થી વધુ છે, તો તમારી ત્વચા આલ્કલાઇન છે, અને જો તે 7 થી ઓછી છે, તો તમારી ત્વચા એસિડિક છે. ત્વચા એસિડિક હોય તો તે ત્વચાને રક્ષણ આપે છે, તેમાં ભેજ જળવાય છે તેમજ તે તેને પોષણયુક્ત રાખે છે.   

તમારી ત્વચા માટે શ્રેષ્ઠ pH સ્તર જાળવવાથી ઘણા લાભો મળે છે. 

pH સ્તરને સંતુલિત કરવાની ટિપ્સ 

1. હળવા ક્લીનઝરનો ઉપયોગ 

ત્વચા માટે અત્યંત ભારે ક્લીનઝરનો ઉપયોગ કરવાને બદલે હળવા ક્લીનઝરનો ઉપયોગ કરવાથી તે ત્વચા પરના કુદરતી તેલને ક્ષતિ પહોંચાડતું નથી. એવા ઉત્પાદનો પસંદ કરો કે જે સંવેદનશીલ ત્વચા માટે બનેલા હોય. 

2. ગરમ પાણીનો ઉપયોગ ટાળો 

ત્વચા માટે ગરમ પાણી વધુ કઠોર સાબિત થાય છે અને તે ત્વચાના pH સ્તરને ખોરવી શકે છે. આથી, ન્હાવા માટે હળવા ગરમ પાણીનો ઉપયોગ કરો. 

3. નિયમિત મોશ્ચુરાઇઝર વાપરો 

સારી ગુણવત્તા ધારાવતા મોશ્ચુરાઇઝર વાપરવાથી તામરી ત્વચા હાઇડ્રેટેડ રહે છે. તેમજ તેનું pH સ્તર જળવાઈ રહે. 

4. મૃત ત્વચા દૂર કરવામાં સાવધાની રાખો 

મૃત ત્વચા દૂર કરવાથી ત્વચાને ફાયદો થાય છે પરંતુ વધુ પડતું કરવાથી તે ત્વચાનાં  pH સ્તરને નુકશાન પહોંચાડે છે. 

5. ત્વચા માટે નુકશાનકારક ઉત્પાદન ન વાપરો 

જેમાં વધુ પડતો આલ્કોહોલ હોય કે વધુ સુગંધ હોય અથવા અત્યંત કઠોર ડીટર્જન્ટ હોય તેવા ઉત્પાદનો બની શકે તો ન વાપરો. તે ત્વચાના pH સ્તરને નુકશાન પહોંચાડી  શકે છે. 

6. સૂર્યના કિરણોથી ત્વચાને સુરક્ષિત રાખો 

બહાર જતાં સમયે હાનિકારક UV કિરણોથી બચવા SPF30 કે તેથી વધુ SPF ધરાવતા ક્રીમનો ઉપયોગ કરવો.