Warm Salt water: જાણો દરરોજ આ ચમત્કારિક પાણી પીવાથી થતા 7 ફાયદા વિશે

Warm Salt water: શું તમે કદી વિચાર્યું છે કે અમુક લોકો તેમના પીવાના પાણીમાં મીઠું શા માટે ઉમેરતા હોય છે? હકીકતે મીઠાવાળું હુંફાળુ પાણી (Warm Salt water) એ અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભોનો ખજાનો છે. મીઠાવાળા હુંફાળા પાણીની ચુસ્કી લેવાથી શરદી અને એલર્જીના કારણે થતા ગળા (Throat)ના દુઃખાવામાં રાહત મળે છે.  Warm Salt waterની અગત્યતા આપણાં […]

Share:

Warm Salt water: શું તમે કદી વિચાર્યું છે કે અમુક લોકો તેમના પીવાના પાણીમાં મીઠું શા માટે ઉમેરતા હોય છે? હકીકતે મીઠાવાળું હુંફાળુ પાણી (Warm Salt water) એ અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભોનો ખજાનો છે. મીઠાવાળા હુંફાળા પાણીની ચુસ્કી લેવાથી શરદી અને એલર્જીના કારણે થતા ગળા (Throat)ના દુઃખાવામાં રાહત મળે છે. 

Warm Salt waterની અગત્યતા

આપણાં શરીરમાં પ્રવાહીનું સંચાલન યોગ્ય રીતે થાય અને ઈલેક્ટ્રોલાઈટ સ્તર જળવાઈ રહે તે માટે થોડી માત્રામાં સોડિયમ કે મીઠું જરૂરી છે. માટે જ પાણીમાં મીઠું ઉમેરીને પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે, ઈલેક્ટ્રોલાઈટનું સંતુલન જળવાય છે અને પાચનક્રિયામાં પણ મદદ મળે છે. જાણો મીઠાવાળું હુંફાળુ પાણી (Warm Salt water) પીવાથી શરીરને થતા 7 મહત્વના ફાયદાઓ વિશે:

1. રીહાઈડ્રેશન અને ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ

કોઈ પણ સ્વરૂપમાં પીવાતું પાણી આપણને હાઈડ્રેટ રાખવામાં મદદરૂપ બને છે પરંતુ મીઠાવાળું પાણી યોગ્ય ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ જાળવી રાખવામાં પણ ઉપયોગી બને છે. શરીરની કામગીરી યોગ્ય રીતે થતી રહે તે માટે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સહિતના ઈલેક્ટ્રોલાઈટ્સનું ચોક્કસ સંતુલન જળવાય તે જરૂરી છે.

2. પાચનમાં મદદરૂપ

યોગ્ય માત્રામાં મીઠાવાળા પાણીનું સેવન કરવાથી પાચનતંત્રને પ્રોત્સાહન મળે છે. આ પાણી આંતરડાની કામગીરીમાં મદદરૂપ બને છે અને પેટના pH લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે જે શ્રેષ્ઠ પાચન માટે જરૂરી છે.

3. ડિટોક્સિફિકેશન

મીઠાવાળા પાણીમાં ડિટોક્સિફાઈંગ પ્રોપર્ટીઝ હોય છે જે પરસેવા દ્વારા શરીરમાં રહેલા ઝેરી સંયોજનોને બહાર કાઢવામાં ઉપયોગી બને છે. ઉપરાંત આ પાણી કિડની અને લીવરને પણ સક્રિય બનાવે છે જે શરીરનો કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. 

વધુ વાંચો: જાણો વાળનો વિકાસ વધારનારા 5 મહત્વના વિટામીન્સ વિશે

4. ત્વચા માટે લાભકારી

મીઠાવાળું પાણી શરીરના pH લેવલને નિયંત્રિત કરે છે અને ત્વચાને એક્સફોલિએટ, કાયાકલ્પ કરવામાં ઉપયોગી બને છે. તેનાથી ખીલ, સોરાયસિસ, ખરજવાના લક્ષણો પણ ઘટે છે.

5. શ્વસનસંબંધી સમસ્યાઓમાં લાભ

જ્યારે પણ આપણને ગળા (Throat)માં બળતરા થાય ત્યારે માતા કે ઘરના વડીલો મીઠાવાળા હુંફાળા પાણીના કોગળા કરવાનું સૂચન કરે છે. આ પાણી ફેફસાં અને શ્વસન કાર્યને ગતિશીલ બનાવે છે. આમ તે શરદી, એલર્જી અને અન્ય શ્વસન સંબંધી બીમારીઓ માટેનો ઘરેલું ઉપચાર છે.

વધુ વાંચો: આ 7 રીતે તમારા રોજિંદા ડાયટને બનાવો આકર્ષક અને આરોગ્યપ્રદ

6. વજન ઘટાડવામાં ઉપયોગી

ખૂબ જ મર્યાદિત માત્રામાં મીઠાના પાણીનું સેવન કરવાથી પરોક્ષ રીતે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તે પાચન તંત્રની કાર્યશીલતા વધારે છે અને શરીરનો ઝેરી કચરો બહાર કાઢવામાં ઉપયોગી બને છે.

7. તણાવ ઘટાડે છે

ખારા પાણીમાં રહેલા મેગ્નેશિયમ સહિતના ખનીજો નર્વસ સિસ્ટમ પર શાંત અસર પાડે છે જેથી આરામની અનુભૂતિ થાય છે અને માનસિક સુખાકારી વધે છે.

જોકે વધુ પડતું મીઠાવાળું પાણી એલિવેટેડ બ્લડ પ્રેશર અને કિડનીને નુકસાનનું કારણ બની શકે છે માટે પ્રમાણભાન જાળવવું જરૂરી છે.