શરજાહની જેલમાં તેની કફોડી સ્થિતિનું વર્ણન કરતી ક્રિસન પરેરા

તાજેતરમાં ડ્રગ કેસમાં ફસાયેલી અભિનેત્રી ક્રિસન પરેરાએ શારજાહની જેલમાં તેની કફોડી સ્થિતિનું વર્ણન કર્યું છે. તે લગભગ એક મહિના માટે ત્યાંની જેલમાં હતી અને તે દરમ્યાન ટાઈડ ડિટર્જંટ પાવડરથી તેના વાળ ધોવાની અને બાથરુમનાં પાણીથી કોફી બનાવવી પડતી હતી. તેના દ્વારા લખવામાં આવેલી એક નોટ તેનાં ભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે જેમાં […]

Share:

તાજેતરમાં ડ્રગ કેસમાં ફસાયેલી અભિનેત્રી ક્રિસન પરેરાએ શારજાહની જેલમાં તેની કફોડી સ્થિતિનું વર્ણન કર્યું છે. તે લગભગ એક મહિના માટે ત્યાંની જેલમાં હતી અને તે દરમ્યાન ટાઈડ ડિટર્જંટ પાવડરથી તેના વાળ ધોવાની અને બાથરુમનાં પાણીથી કોફી બનાવવી પડતી હતી.

તેના દ્વારા લખવામાં આવેલી એક નોટ તેનાં ભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે જેમાં તેણે ત્યાંની જેલમાં કેટલી ખરાબ રીતે પસાર કર્યા તેનું વર્ણન છે. તેને તેની પોસ્ટમાં એમ પણ જણાવ્યું છે કે, તે ત્યાંની કાયદાકીય કાર્યવાહી પૂરી કરી  ભારત પાછી ફરશે. 

 તેને હોલિવૂડની વેબ સિરીઝમાં કામ આપવાનું વચન આપીને બે આરોપીઓએ તેને ઓડિશનનાં  બહાને ડ્રગ્સ સાથે શારજાહ મોકલી હતી. અને તેને આપવામાં આવેલા મોમેન્ટોમાં ડ્રગ છુપાવવામાં આવ્યું હતું. આ મોમેન્ટો તેને ત્યાં કોઈણે આપવા જણાવવામાં આવ્યું હતું.  તેની ત્યાનાં કાયદા હેઠળ ધરપકડ કરતાં તેની માતાએ મુંબઈની પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં તેણીએ બેકરીનાં  સંચાલક એન્થની પૉલ અને એક બેન્કના એક એક્ઝિક્યુટિવ સામે ફરિયાદ નોંધાવી હતી. 

અભિનેત્રીની ધરપકડ પછી રવિ અને એન્થની પોલ દ્વારા પરેરાને બચાવવા માટે તેની માતા પાસેથી રૂ. 80 લાખની માંગણી પણ કરાઇ હતી. અભિનેત્રીની માતા એક ફરિયાદ કરતાં પોલીસ છેતરપિંડીનો કેસ નોંધીને બંને આરોપીની ધરપકડ કરી હતી. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પરેરાને પહેલી એપ્રિલે શારજાહ એરપોર્ટ પર પકડવામાં આવી હતી અને જેલમાં મોકલવામાં આવી હતી. તેને મહેશ ભટ્ટ દિગ્દર્શિત બૉલીવુડ ફિલ્મ સડક 2 માં અભિનય કર્યો છે. 

તેણીએ શારજાહમાં વિતાવેલા કપરા સમયનું વર્ણન કરતા જણાવ્યું કે, મને લખવા માટે નોટ અને પેન મેળવતા ત્રણ અઠવાડિયા અને પાંચ દિવસ લાગ્યા હતા અને મારું જીવન  બચાવનારા યોદ્ધાઓનો હું આભાર માનું છું. તેને જણાવ્યું કે હું ક્યારેક બોલિવૂડ મૂવી આખોમાં આસું સાથે જોતી હતી, મને ખબર છે કે મારી મહત્વાકાંક્ષા મને અહી લઈ આવી છે. આપની સંસ્કૃતિ અને જાણીતા લોકોને ટીવી પર જોઈ હસી પણ લેતી હતી. મને ભારતીય હોવા પર અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના ભાગ હોવા ઉપર ગર્વ છે. 

તેને જણાવ્યું કે, મારા નિર્દોષ હોવા પર ભરોસો મુકનારા મારી માતા, પિતા, કેવિન, મીડિયા, યુએઇના અને  ભારતીય આધિકારીઓ તેમજ મારા સંબંધીઓને લીધે મારામાં આશા જાગી છે. આ રાક્ષસોએ મને  ફસાવી છે અને ટ્વિટ કરનારા દરેકને અને સાચા ગુનેગારોને પકડવામાં મદદ કરનાર દરેકનો હું આભાર માનું છું.