Weight lossમાં મદદ કરશે તમારાં રસોડાના આ 5 મસાલાઓ

Weight loss: સ્વાસ્થ્ય માટે સજાગ હોય તેવા લોકો વજન ઘટાડવા (Weight loss) માટેના ઝડપી ઉપાયો કરતા ટકાઉ હોય તેવા રસ્તાઓ પર વધારે વિશ્વાસ કરતા હોય છે. ફેડ ડાયેટ અપનાવીને તમે ઝડપથી અનેક કિલો વજન ઘટાડી શકો છો પરંતુ તેમાં અમુક વસ્તુઓ પર જ ભાર મુકવામાં આવ્યો હોય છે અથવા ઓછી કેલેરીવાળી વસ્તુઓને ડાયેટમાં સામેલ કરવામાં […]

Share:

Weight loss: સ્વાસ્થ્ય માટે સજાગ હોય તેવા લોકો વજન ઘટાડવા (Weight loss) માટેના ઝડપી ઉપાયો કરતા ટકાઉ હોય તેવા રસ્તાઓ પર વધારે વિશ્વાસ કરતા હોય છે. ફેડ ડાયેટ અપનાવીને તમે ઝડપથી અનેક કિલો વજન ઘટાડી શકો છો પરંતુ તેમાં અમુક વસ્તુઓ પર જ ભાર મુકવામાં આવ્યો હોય છે અથવા ઓછી કેલેરીવાળી વસ્તુઓને ડાયેટમાં સામેલ કરવામાં આવે છે જે લાંબા ગાળે નુકસાનકારી બને છે. જોકે સદીઓથી આપણાં પૂર્વજો દ્વારા વાપરવામાં આવતા કેટલાક રસોડાના મસાલા (Kitchen spices) તમને વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. 

Weight loss માટે અપનાવો કુદરતી વિકલ્પ

અહીં 5 પ્રાચીન મસાલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે કુદરતી રીતે જ ચયાપચયમાં સુધારો કરીને, બ્લડ સુગરને સ્થિર રાખીને, કેલેરી બર્ન કરવામાં મદદ કરીને અને ભૂખને કાબૂમાં રાખીને તમને વજન ઘટાડવામાં મદદરૂપ બનશે. તો ચાલો જાણીએ 5 રસોડાના મસાલા (Kitchen spices) વિશે જે તમને ખૂબ ઉપયોગી બની રહેશે.

1. તજ

સદીઓ પહેલા તજ સોના અને ચાંદી કરતા પણ વધારે મૂલ્યવાન ગણાતા હતા. તજ બ્લડ સુગર લેવલને સ્થિર કરવામાં, સુગર ક્રેવિંગ ઘટાડવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે ચયાપચયને પણ વેગ આપી શકે છે. સવારે ઓટમીલ પર છાંટીને, સ્મૂધીમાં કે બેકિંગમાં ઉમેરીને તેનો ઉપયોગ કરી શકાય. 

2. હળદર

હળદર તેના એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો માટે પ્રખ્યાત છે અને તે લોહીને શુદ્ધ કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન ઈન્ફ્લેમેશનને નિયંત્રણમાં રાખે છે જે ઘણી વખત સ્થૂળતાનું કારણ બને છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન ઈન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો લાવે છે અને ફેટના બ્રેકડાઉનમાં પણ ઉપયોગી બને છે. હળદરની ગરમ ચા બનાવીને અથવા તેને કઢી, સૂપમાં ઉમેરીને વપરાશમાં લઈ શકાય. 

વધુ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ ટેન્શન ફ્રી થઈને આનંદ માણો આ 4 સ્મૂધી રેસિપીનો

3. આદુ

આદુ શરીરને ગરમી આપવા, ઉધરસ-શરદીમાં રાહત આપવા ઉપરાંત વજન ઘટાડવા (Weight loss)માં પણ ઉપયોગી બની શકે છે. તે ચયાપચયને વેગ આપે છે અને ડિટોક્સમાં પણ મદદરૂપ બને છે. આદુ ફેટ બર્નમાં ઉપયોગી બને છે, ઓવરઈટિંગની આદત ઘટાડે છે જેથી વજન વધવાનું જોખમ ઘટે છે.

4. કાળા મરી

કાળા મરીમાં રહેલું પાઈપરિન ફેટના મેટાબોલિઝમને પ્રોત્સાહન આપે છે અને પેટની ચરબી ઘટાડવામાં ઉપયોગી બને છે. 

વધુ વાંચો: વજન ઘટાડયા પછી Hunger Control કરવા માટેની 7ટિપ્સ જાણો

5. સરસવ

વજન ઘટાડવા માટે ઉપયોગી મસાલાની યાદીમાં 5મો અને છેલ્લો રસોડાનો મસાલા (Kitchen spices) સરસવ એટલે કે, રાઈના દાણા ચયાપચયનો વેગ વધારે છે જે કેલેરી બર્ન કરવામાં ઉપયોગી સાબિત થાય છે. તે શરીરની કેલેરી બર્ન કરવાની ક્ષમતા વધારે છે માટે તમારી વજન ઘટાડવાની યાત્રા પર નોંધપાત્ર અસર જોવા મળશે. 

જોકે અહીં દર્શાવેલા મસાલાઓને સંતુલિત આહાર અને નિયમિત કસરત સાથે જોડવામાં આવે તો વધુ શ્રેષ્ઠ પરિણામો મળી શકે છે.