WhatsApp: વ્હોટ્સએપ દ્વારા તાજેતરમાં જ એક નવું ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે જેના વડે વ્હોટ્સએપ પર આવેલા વીડિયો જોવામાં વધુ સુગમતા મળી રહેશે. જાણવા મળ્યા મુજબ આ નવું ફીચર તમને યુટ્યુબની યાદ અપાવી દેશે. આ નવા ફીચર વડે યુઝર્સ સ્ક્રીનને લેફ્ટ કે રાઈટ સાઈડ ડબલ ટેપ (Double tap) કરીને વીડિયોને ખૂબ જ સરળતાથી સ્કીપ કરી શકશે.
વ્હોટ્સએપના આ નવા ફીચર વડે યુટ્યુબની જેમ જ વીડિયો જોતી વખતે સ્ક્રીન પર લેફ્ટ કે રાઈટ સાઈડ ડબલ ટેપ કરીને તેને ખૂબ સરળતાથી સ્કીપ કરી શકાશે. યુઝર્સ દ્વારા વીડિયો પ્લેબેક એક્સપીરિયન્સ પર વધુ કંટ્રોલ માટેની ઈચ્છા જાહેર કરવામાં આવી તેના લીધે આ નવું ફીચર ડેવલપ કરવામાં આવ્યું હોય તેવી શક્યતાને નકારી ન શકાય.
વધુ વાંચો: નવું સેટિંગ ઓન કરતાં જ ગાયબ થઈ જશે તમારી પર્સનલ ચેટ્સ
વ્હોટ્સએપ (WhatsApp)ના નવા ફીચર ટ્રેક કરનારી એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે આ ફીચર એન્ડ્રોઈડ અપડેટ માટે લેટેસ્ટ વ્હોટ્સએપ બીટા વર્ઝન 2.23.24.6માં શોધવામાં આવ્યું છે જે હવે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ ફીચર વડે યુઝર પોતે મોકલેલા વીડિયો અથવા પોતાને મળેલા વીડિયોને આગળ વધારવા કે રિવાઈન્ડ કરવા માટે સ્ક્રીનની ડાબી કે જમણી બાજુ ડબલ ટેપ (Double tap) કરી શકશે.
આ ફીચર મહદઅંશે યુટ્યુબ પર વીડિયો નેવિગેશનની જેમ કામ કરશે જે વીડિયો શેર કરવા અને જોવા માટેનું એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. આ ફીચર યુટ્યુબની જેમ જ કામ કરશે માટે લોકો માટે તેનો ઉપયોગ કરવાનું વધુ સરળ બની જશે કારણકે મોટા ભાગના લોકોને યુટ્યુબ પર વીડિયો નેવિગેટ કરવાની આદત પડી ચુકી છે.
વીડિયો સ્કીપ કરવા માટેનું ફીચર આવી ગયા બાદ સમયની બચત થશે અને કન્ટેન્ટ નેવિગેશનનો અનુભવ પણ વધુ મજેદાર બની જશે. તેના વડે યુઝર્સ કોઈ પણ વીડિયોના મહત્વના હિસ્સાને તરત જ જોઈ શકશે અને વીડિયોનો કોઈ હિસ્સો ફરી જોવા માટે તેને રિવાઈન્ડ પણ કરી શકશે.
વધુ વાંચો: હવે એક જ ફોનમાં વાપરી શકાશે 2 એકાઉન્ટ, જાણો નવા ફીચર વિશે
હાલ જેમણે પ્લે સ્ટોર પરથી એન્ડ્રોઈડ અપડેટ માટે લેટેસ્ટ વ્હોટ્સએપ (WhatsApp) બીટા ઈન્સ્ટોલ કર્યું છે તેવા અમુક પસંદગીના બીટા ટેસ્ટર્સ ગ્રુપ માટે વીડિયો સ્કીપ કે રિવાઈન્ડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વ્હોટ્સએપમાં આવતા લાંબા વીડિયો જોવામાં સમયની ખૂબ બરબાદી થતી હોય છે અને અમુક સંજોગોમાં યુઝર માટે આખો વીડિયો જોવો એ મજબૂરી બની જાય છે. જોકે આ નવા ફીચર વડે ડબલ ટેપ (Double tap) કરીને વીડિયોને 10 સેકન્ડના ગેપ માટે ફોરવર્ડ કે બેકવર્ડ કરી શકાશે.