શું તમે જાણો છો તમારા બાળકને સ્માર્ટફોન આપવાની યોગ્ય ઉંમર કઈ છે ?

આજના સમયમાં કોઈપણ સ્માર્ટફોન વિનાના જીવનની કલ્પના પણ કરી શકતું નથી. ગેમિંગથી માંડીને સરળ ગણતરીઓ કરવા સુધી, સ્માર્ટફોન આપણા માટે બધું કરે છે. મોબાઈલે ઘણી બાબતોમાં માનવ મનનું કામ ઘટાડી દીધું છે. ઇન્ટરનેટ પરના લાખો વિડીયો બાળકો માટે અત્યંત ઉપયોગી સાબિત થયા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકને પ્રથમ સ્માર્ટફોન આપવાની યોગ્ય […]

Share:

આજના સમયમાં કોઈપણ સ્માર્ટફોન વિનાના જીવનની કલ્પના પણ કરી શકતું નથી. ગેમિંગથી માંડીને સરળ ગણતરીઓ કરવા સુધી, સ્માર્ટફોન આપણા માટે બધું કરે છે. મોબાઈલે ઘણી બાબતોમાં માનવ મનનું કામ ઘટાડી દીધું છે. ઇન્ટરનેટ પરના લાખો વિડીયો બાળકો માટે અત્યંત ઉપયોગી સાબિત થયા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળકને પ્રથમ સ્માર્ટફોન આપવાની યોગ્ય ઉંમર કઈ છે?

બિલ ગેટ્સે તેમના બાળકોને 14 વર્ષના થયા ત્યાં સુધી મોબાઈલ ફોન નહોતો આપ્યો. એક અહેવાલ મુજબ તેમણે ડિનર ટેબલ પર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે અને તેમના બાળકો માટે મોબાઇલના ઉપયોગનો સમય પણ નક્કી કર્યો છે. નિષ્ણાતોએ કહ્યું છે કે જ્યારે બાળકો સંચારને સમજવા લાગે છે ત્યારે તેમને સંચારના ગેજેટનો પરિચય કરાવવાનો યોગ્ય સમય છે.

પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણ મુજબ, 13 થી 17 વર્ષની વયના 95% બાળકો પાસે સ્માર્ટફોનનો ઉપયોગ ઉપલબ્ધ છે. તેમાં એ પણ જાણવા મળ્યું છે કે 15 થી 17 વર્ષની ઉમરના બાળકો પાસે તેમની 13 થી 14 વર્ષની ઉમરના સમયગાળા કરતાં સ્માર્ટફોનનો વધુ વપરાશ હતો.

પ્યુ સંશોધન સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે છેલ્લાં 8 વર્ષોમાં કિશોરોમાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે, જે 2014-2015ના અભ્યાસનો ઉલ્લેખ કરે છે જે તેણે સમાન વિષય પર કર્યો હતો. અગાઉના અભ્યાસમાં, 73% કિશોરો પાસે સ્માર્ટફોન હતા. જો કે, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લેપટોપ, કોમ્પ્યુટર અથવા ગેમિંગ કન્સોલનો વપરાશ આંકડાકીય રીતે યથાવત છે. આનો અર્થ એ છે કે જ્યારે ટીન બાળકોમાં સ્માર્ટફોનનો ઉપયોગ ઘણો વધ્યો છે. જ્યાં 2022 માં 95% બાળકો તેમની માલિકીનો મોબાઈલ ધરાવે છે, 2014 અને 2022 માં ડેસ્કટોપ અથવા લેપટોપ ધરાવતા કિશોર બાળકોની સંખ્યા અનુક્રમે 87% અને 90% હતી.

કોરોનાકાળે આપણને સ્માર્ટફોન પર નિર્ભર બનાવ્યા છે. જ્યારે 2020ની શરૂઆતમાં લોકોને ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે સ્માર્ટફોને વિશ્વને સાથે જોડી રાખ્યું હતું.  સ્માર્ટફોને બાળકોને તેમનું શિક્ષણ ચાલુ રાખવામાં મદદ કરી. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, સ્માર્ટફોન રાખવાનો હેતુ મર્યાદિત છે પરંતુ કિશોરો માટે તે જરૂરી છે. માતા-પિતાએ સ્માર્ટફોનના ઉપયોગ પર નિયંત્રણ રાખવું જોઈએ જેથી કરીને બાળક છેતરપિંડીઓની જાળમાં ન ફસાય. સ્માર્ટફોનમાં પેરેંટલ કંટ્રોલ, સ્ક્રીન ટાઈમ લિમિટ, બ્રાઉઝર હિસ્ટ્રી ચેક કરવાની જવાબદારી માતા-પિતાની હોવી જોઈએ.