આજે 25 એપ્રિલે મનાવાતો વિશ્વ મેલેરિયા દિવસ 

વિશ્વમાં હજુ પણ દર 2 મિનિટે એક બાળકનું મૃત્યુ મેલેરિયાને લીધે થતું હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં આંકડા જણાવે છે ત્યારે તેને રોકવાનું મહત્વ ઘણું વધી જાય છે.  મેલેરિયાનાં રોગ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય એ હેતુથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે ૨૫ એપ્રિલે  `વિશ્વ મેલેરિયા દિવસ’ ઉજવાય છે. ચેપી માદા એનાફિલીસ મચ્છરથી મેલેરિયા ફેલાય […]

Share:

વિશ્વમાં હજુ પણ દર 2 મિનિટે એક બાળકનું મૃત્યુ મેલેરિયાને લીધે થતું હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં આંકડા જણાવે છે ત્યારે તેને રોકવાનું મહત્વ ઘણું વધી જાય છે. 

મેલેરિયાનાં રોગ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય એ હેતુથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે ૨૫ એપ્રિલે  `વિશ્વ મેલેરિયા દિવસ’ ઉજવાય છે. ચેપી માદા એનાફિલીસ મચ્છરથી મેલેરિયા ફેલાય છે. 

વિશ્વ મલેરિયા દિવસ 2023ની થીમ “શૂન્ય મેલેરિયા સુધી પહોંચવાનો સમય: રોકાણ, નવીનતા, અમલ” છે.

25 એપ્રિલ 2008ના રોજ પ્રથમ વખત ‘વિશ્વ મેલેરિયા દિવસ’ મનાવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનોઅને તે પ્રત્યે જાગૃતતા ફેલાવોનો છે. જે રોગથી દર વર્ષે લાખો લોકોના ભોગ લેવાય છે. 

આફ્રિકામાં મેલેરિયાના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના ભોગ લેવાતા હતાં ત્યાં મેલેરિયાથી બચવા માટે દર વર્ષે આફ્રિકા મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવતી હતી.  જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2007માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 60માં સત્રમાં વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર પછી વર્ષ 2008થી દર વર્ષે 25 એપ્રિલે ઉજવવામાં આવે છે. 

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતને મેલેરિયા મુકત કરવાનો લક્ષ્ય રાખવામા આવ્યો છે.  આ ધ્યેયને પૂર્ણ કરવા માટે મેલેરિયા નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. માંડવિયાએ આપેલા આંકડા અનુસાર, 2015ની સરખામણીએ 2021માં મેલેરિયાના કેસોમાં 86.45% ઘટાડો થયો છે અને મેલેરિયા સંબંધિત મૃત્યુમાં 79.16% ઘટાડો થયો છે. દેશના 124 જિલ્લાઓમાં ‘ઝીરો મેલેરિયા કેસ’ નોંધાયા છે. મેલેરિયાને નાબૂદ કરવાના અમારા ધ્યેય તરફ આ એક મોટું પગલું છે પરંતુ મેલેરિયા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા હજુ વધુ કરવાની જરૂર છે, મેલેરિયા એ અટકાવી શકાય તેવી અને સારવાર કરી શકાય તેવી બીમારી છે જે વિશ્વભરના લોકોના સ્વાસ્થ્ય અને આજીવિકા પર સતત વિનાશક અસર કરે છે. તે પ્લાઝમોડિયમ પરોપજીવીને કારણે થાય છે. આ પરોપજીવી મેલેરિયા વેક્ટર તરીકે ઓળખાતા માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી માનવ શરીરની રક્તવાહિનીઓ સુધી ફેલાય છે. મેલેરિયાના લક્ષણો સામાન્ય રીતે માદા એનોફિલીસ મચ્છરના કરડવાના 10-15 દિવસ પછી દેખાય છે.

વિશ્વ પહેલાથી જ જીવલેણ કોવિડ-19 સામે લડી રહ્યું છે. જો કે, અન્ય જીવલેણ રોગો જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ બધામાં મલેરિયા મચ્છર દ્વારા ફેલાતા ખતરનાક વાયરસ પૈકીનો એક છે.