વાસ્તુ પ્રમાણે શ્રી ગણેશની મૂર્તિનું સ્થાપન ક્યાં કરવું જાણો

આપણા પુરાણમાં અનેક વાર્તાઓ થકી ભગવાન ગણેશનું મહત્વ દર્શાવવામાં આવ્યું  છે. ભગવાન ગણેશ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનાં દેવ માનવામાં આવે છે. કોઈ પણ શુભ પ્રસંગે સૌથી પહેલા તેમની પૂજા કરવી જોઈએ તેવું આપણાં વિધિ વિધાનોમાં કહેવામાં આવ્યું છે.  કોઈ પણ સારા પ્રસંગે ગણેશની સ્થાપના સૌ પ્રથમ કરવામાં આવતી હોય છે. આથી ઘરમાં તેમની સ્થાપના અને પૂજાનું […]

Share:

આપણા પુરાણમાં અનેક વાર્તાઓ થકી ભગવાન ગણેશનું મહત્વ દર્શાવવામાં આવ્યું  છે. ભગવાન ગણેશ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનાં દેવ માનવામાં આવે છે. કોઈ પણ શુભ પ્રસંગે સૌથી પહેલા તેમની પૂજા કરવી જોઈએ તેવું આપણાં વિધિ વિધાનોમાં કહેવામાં આવ્યું છે. 

કોઈ પણ સારા પ્રસંગે ગણેશની સ્થાપના સૌ પ્રથમ કરવામાં આવતી હોય છે. આથી ઘરમાં તેમની સ્થાપના અને પૂજાનું મહત્વ તમે સમજી શકો છો. 

ઘરમાં ગણેશની સ્થાપના સમયે કેટલીક વાતોનું સાથે સાથે ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. 

ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કયા હતું માટે કરવામાં આવી રહી છે તેને સમજીને જો સ્થાપન કરવામાં આવે તો તે ફળદાયી નીવડે છે.  ઘરના મુખ્ય દ્વારા પર ગણેશજીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

વાસ્તુ નિષ્ણાંતો મુજબ ઘરમાં ગણેશની મૂર્તિ રાખવા માટે પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા સૌથી સારી જગ્યા છે. યાદ રાખો દરેક ગણેશ મૂર્તિઓના મુખ ઉત્તર દિશા તરફ હોવા જોઈએ.

ઘરમાં મૂર્તિમાં ડાબા હાથ તરફ સુંઢ વળેલી હોય, તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. જમણા હાથ તરફ વળેલી સુંઢ વાળા ગણેશજી જીદ્દી હોય છે અને તેમની સાધના-આરાધના કઠીન હોય છે. ગણેશજીને મોદક પસંદ છે અને તેમનું વાહન ઉંદર અતિપ્રિય છે એટલે ધ્યાન રાખો કે મૂર્તિમાં મોદકના લાડુ અને ઉંદર જરૂર હોવા જોઈએ.

આત્મ વિકાસ કે સર્વ મંગળની કામના કરવા વાળા માટે સિંદુરી રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ. ધન સમૃદ્ધીની ઈચ્છા રાખવા વાળા પીળા રંગની મૂર્તિમાં લીલા રંગના ઉપયોગ વાળી મૂર્તિ રાખો. વાસ્તુ શાસ્ત્ર મુજબ સફેદ રંગની ગણેશ મૂર્તિ જે શાંતિ અને સમૃદ્ધી ઇચ્છતા હોય તે લોકો માટે છે.

ગણેશની ઘરમાં રાખો તે મૂર્તિ એવી હોવી જોઈએ જેમાં ભગવાન આસન પર બિરાજમાન હોય. ઓફિસ કે દુકાનમાં રાખેલી મૂર્તિ ઊભી હોવી જોઈએ. તેનાથી કામ-ધંધામાં પ્રગતિ થાય છે. 

ગણપતિની મૂર્તિ ઘરમાં એક હોય તો વધુ સારું ફળ આપે છે જો એકથી વધારે ગણપતિની મૂર્તિ ઘરમાં રાખવામાં આવે તો ગૃહસ્થને ઘરમાં અશાંતિ અનુભવાય છે. આ ઉપરાંત બાથરૂમની નજીક, સીડીની નીચે અંધારી જગ્યાએ પણ ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપનાને શુભ મનાતું નથી. 

લાલ આસન પર બીરાજેલા ગણપતિ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. આમ, અનેક નિયમો અને ઉલ્લેખો વસ્તુ શાસ્ત્રમાં સ્થાપનાને લઈને આપવામાં આવ્યા છે આથી મહત્તમ ફળ માટે તેને ધ્યાનમાં લઈને જ મૂર્તિની સ્થાપના કરવી જરૂરી છે.