આખરે સવારના સમયે જ કેમ આવે છે ખતરનાક હાર્ટ એટેક? વાંચો મહત્વપૂર્ણ વિગતો...

સવારે 6 વાગ્યાથી લઈને બપોર સુધીના સમયમાં આવનારા હાર્ટ એટેક સૌથી વધારે ખતરનાક હોય છે

Share:

હાઈલાઇટ્સ

  • કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં ઘણો તફાવત છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે લોહી હૃદય સુધી પહોંચતું નથી, પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે.
  • ઓક્સિજનની અછતને કારણે, હૃદયની પેશીઓનો એક ભાગ ડેડે થઇ જાય છે અને તે કામ જ નથી કરતો.

અત્યારે હાર્ટએટેકથી થતા મૃત્યુના કેસોની સંખ્યા ભારતમાં વધી રહી છે. કિશોર હોય કે પછી કોઈ યુવાન હોય કે પછી કોઈ વૃદ્ધ... દરેક વયજૂથના લોકોને હાર્ટએટેક આવે છે. ત્યારે હાર્ટએટેકથી થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે પરંતું શું તમે જાણો છો કે મોટાભાગના હાર્ટ એટેક સવારના સમયે જ કેમ આવે છે? આની પાછળ પણ કેટલાક મોટા કારણો જવાબદાર છે. 

એક સંશોધનમાં સાબિત થયું છે કે, સવારે 6 વાગ્યાથી લઈને બપોર સુધીના સમયમાં આવનારા હાર્ટ એટેક સૌથી વધારે ખતરનાક હોય છે. સંશોધનથી એપણ સ્પષ્ટ થઈ ગયું છે કે, મોટાભાગના હાર્ટએટેક સવારના સમયે આવે છે. તાજેતરમાં જ સ્પેશનમાં એક સંશોધન કરવામાં આવ્યું અને તેમાં સાબિત થયું કે, મોટાભાગે હાર્ટ એટેક સવારના સમયે જ આવે છે. સવારે 6 વાગ્યાથી બપોરની વચ્ચે આવનારા હાર્ટએટેક સૌથી વધારે ખતરનાક હોય છે. 

'કાર્ડિયોવેસ્ક્યુલર ફિઝિયોલોજિકલ'

નિષ્ણાતોના મતે, જો આ સમયે હાર્ટ એટેક આવે છે, તો તેમાંથી લગભગ 20 ટકા ભાગ ડેડ ટિશુમાં બદલી જાય છે.  આ તે વ્યક્તિને સૌથી વધુ અસર કરે છે. જો દિવસના અન્ય કોઈ સમયે હાર્ટ એટેક આવે તો આવું ભાગ્યે જ બને છે. આ સમયે  'કાર્ડિયોવેસ્ક્યુલર ફિઝિયોલોજિકલ' પ્રક્રિયાઓ પછી વધુ થાય છે. જ્યારે વ્યક્તિ ઊંઘમાંથી જાગે છે. મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે કોરોનરી ધમની બ્લોક થઈ જાય છે. ઓક્સિજનની અછતને કારણે, હૃદયની પેશીઓનો એક ભાગ ડેડે થઇ જાય છે અને તે કામ જ નથી કરતો.
 

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત

  • કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં ઘણો તફાવત છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે લોહી હૃદય સુધી પહોંચતું નથી, પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે.
  • જ્યારે ધમનીઓમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે, તો હૃદયનો તે ભાગ ઓક્સિજનની અછતને કારણે ડેડ થઇ જાય છે. બીજી તરફ, કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક ધડકવાનું બંધ કરી છે. જ્યારે આવું થાય ત્યારે કંઈપણ થઈ શકે છે.

કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો

  • કાર્ડિયાક અરેસ્ટમાં બિલકુલ લક્ષણો નથી, તે હંમેશા અચાનક આવે છે.
  • જ્યારે પણ દર્દી પડે છે, તે કાર્ડિયાક અરેસ્ટને કારણે છે, તેને ઓળખવાની ઘણી રીતો છે.
  • જ્યારે પણ દર્દી પડી જાય છે, ત્યારે તેની પીઠ અને ખભાને થપથપાવ્યા પછી કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી.
  • દર્દીના હૃદયના ધબકારા અચાનક ખૂબ જ ઝડપી થઈ જાય છે અને તે સામાન્ય રીતે શ્વાસ લઈ શકતો નથી.
  • પલ્સ અને બ્લડ પ્રેશર અટકે છે.
  • આવી સ્થિતિમાં મગજ અને શરીરના અન્ય ભાગો સુધી લોહી પહોંચતું નથી.