સુપર ફૂડ સરગવો અને લીમડો કાલે કરતાં કઈ રીતે વધારે સારા છે? 

આપણા સ્થાનિક કક્ષાએ મળતા સરગવો અને લીમડો કાલે કરતાં વધુ ગુણકારી છે. પરંતુ, કેટલીકવાર તેને વધુ પકવીને ઉપયોગમાં લેવામાં આવે છે. આપણી જીવનશૈલીને લગતી બિમારીમાં તે ઘણો મહત્વનો ભાગ ભજવી શકે છે તેવું ચેન્નાઈની ડૉ મોહન’સ ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટરના ડાયેટિશિયન અને ડાયાબિટીસ એજ્યુકેટર ઉમાસક્તી જણાવે છે.  છેલ્લા ઘણા વખતથી હેલ્થકેર ઉદ્યોગમાં સુપરફૂડ શબ્દ ઘણો જાણીતો […]

Share:

આપણા સ્થાનિક કક્ષાએ મળતા સરગવો અને લીમડો કાલે કરતાં વધુ ગુણકારી છે. પરંતુ, કેટલીકવાર તેને વધુ પકવીને ઉપયોગમાં લેવામાં આવે છે. આપણી જીવનશૈલીને લગતી બિમારીમાં તે ઘણો મહત્વનો ભાગ ભજવી શકે છે તેવું ચેન્નાઈની ડૉ મોહન’સ ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટરના ડાયેટિશિયન અને ડાયાબિટીસ એજ્યુકેટર ઉમાસક્તી જણાવે છે. 

છેલ્લા ઘણા વખતથી હેલ્થકેર ઉદ્યોગમાં સુપરફૂડ શબ્દ ઘણો જાણીતો થયો છે. આજે આપણે જાણીશું કે કયા પોષક તત્વો તેને સુપરફૂડની શ્રેણીમાં લઈ જાય છે. અને આ સંભવિત ફૂડના લાભો તેમજ કયા સુપરફૂડ તમે તમારા આહારમાં લઈ શકો છો તેના વિશે ચર્ચા કરીશું. 

સુપરફૂડ્સ શું છે?

સુપરફૂડ એ એવો ખોરાક છે  જેમાં ભરપૂર પોષક તત્વો હોય છે. જેમાં આવશ્યક તત્વો જેવાકે વિટામિન્સ, મિનરલ્સ અને બાયોએક્ટિવ સંયોજનોનું પ્રમાણ વધારે હોય છે. આ સંયોજનોમાં એન્ટીઓક્સીડન્ટ્સ, ફાયટોકેમિકલ્સ, પ્રોબાયોટીક્સ, પ્રીબાયોટીક્સ અને સ્વાસ્થ્ય માટે સારી ફેટ જેમકે, ઓમેગા-3 ફેટી એસિડ્સ, પોલીફેનોલ્સ, કેરોટીનોઈડ્સ હોય  છે.

સુપરફૂડને અન્ય સંપૂર્ણ ખોરાકથી અલગ બનાવે છે આ મહત્વપૂર્ણ પોષક તત્વો અને બાયોએક્ટિવનું અદભૂત સંયોજન આ પદાર્થોને અન્ય વસ્તુઓથી અલગ સુપર ફૂડની શ્રેણીમાં મૂકે છે. આ પદાર્થોને કારણે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે.

વેપારી લાભને ધ્યાનમાં લઈ સુપરફૂડ શબ્દનો વધારે ઉપયોગ થાય છે. તેથી એ હકીકત બદલાતી નથી કે, કેટલાક પદાર્થમાં પોષકતત્વોનો ખજાનો હોય છે. તે ક્રોનિક રોગોને રોકવા અને જીવનશૈલી વ્યવસ્થાપનમાં મદદ કરવા માટે જરૂરી છે.

આયુર્વેદે ઉપચાર અને સુખાકારી માટે પોષક તત્વોથી ભરપૂર ખોરાકના ઉપયોગ પર ભાર મૂક્યો છે. વિવિધ બિમારીઓ માટે હળદર, આદુ અને અશ્વગંધા જેવા ખોરાકની ભલામણ કરવામાં આવે છે. ગ્રીક અને રોમન જેવી પ્રાચીન સંસ્કૃતિઓ તેમના સ્વાસ્થ્ય માટે અમુક ખોરાક ખાવામાં માનતી હતી. જિનસેંગને તેના પોષક ગુણધર્મોને કારણે સુપરફૂડ માનવામાં આવતું હતું.

ભારતમાં સુપરફૂડ્સ 

લોકો વધુને વધુ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઈ રહ્યા છે. હળદરને ભારતમાં સુપરફૂડ્સની શ્રેણીમાં મુકાયું છે. તે તેના બળતરા વિરોધી ગુણધર્મોને કારણે સુપરફૂડ માનવામાં આવે છે. લોકપ્રિય સુપરફૂડના અન્ય ઉદાહરણોમાં ચણા, સરગવાના પાન, બદામ, કાજુ, આમળા જે વિટામિન Cથી સમૃદ્ધ છે તેનો પણ સમાવેશ થાય છે. જો કે, ભારતીયો માટે કાલે અથવા ગૂસબરી જેવી આયાત કરેલી વસ્તુઓ પરવડે તે એક ચિંતાનો વિષય છે.