બાળકોને બંને હાથનાં ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ 

બંને હાથનો ઉપયોગ કરવાથી બાળકના બંને બાજુના મગજનો વિકાસ થાય છે. આથી તે તેને એક વ્યક્તિ તરીકે વિકસવામાં સરી રીતે મદદરૂપ થઈ શકે છે. શું તમે પણ આમ માનો છો? તો તેનો જવાબ હા છે.  આપણે બાળકને એક માતા, પિતા કે એક શિક્ષક તરીકે  તેનાં બંને હાથનો ઉપયોગ કરવા કહેતા હોઈએ છીએ. સામાન્ય રીતે કયા […]

Share:

બંને હાથનો ઉપયોગ કરવાથી બાળકના બંને બાજુના મગજનો વિકાસ થાય છે. આથી તે તેને એક વ્યક્તિ તરીકે વિકસવામાં સરી રીતે મદદરૂપ થઈ શકે છે. શું તમે પણ આમ માનો છો? તો તેનો જવાબ હા છે. 

આપણે બાળકને એક માતા, પિતા કે એક શિક્ષક તરીકે  તેનાં બંને હાથનો ઉપયોગ કરવા કહેતા હોઈએ છીએ. સામાન્ય રીતે કયા હાથનો ઉપયોગ કરવો તેની સૂઝ અને ટેવ લગભગ 3 થી 4 વર્ષની આસપાસ પડે છે. 

 બાળકોને બંને હાથનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઘણા ફાયદા છે જે બાળકોને તેમના વિકાસમાં અને તેમના સમગ્ર જીવન દરમિયાન મદદ કરી શકે છે.

બમ્પ2ક્રેડલના સ્થાપક અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટ ડૉ. અતચરા વેંકટરામન કહે છે કે, બંને હાથનો ઉપયોગ મગજની બે બાજુઓ વચ્ચેની કનેક્ટિવિટી સુધારી શકે છે. જમણા મગજનું મુખ્ય કાર્ય ફોટોગ્રાફિક મેમરી, સર્જનાત્મકતા અને ભાવનાત્મક બુદ્ધિ/વાંચન લાગણીઓમાં વિકાસ છે. ડાબા મગજના કાર્યોમાં વિશ્લેષણાત્મક વિચારસરણી, તાર્કિક વિચારસરણી, એકાગ્રતામાં સુધારો, સંખ્યાત્મક ક્ષમતાઓ અને ભાષા અભિમુખતાનો સમાવેશ થાય છે.” આ કિસ્સામાં જેટલા બાળકો તેમના જમણા હાથથી લખે છે તેમ ડાબો મગજ સક્રિય થશે અને જ્યારે આપણે ડાબા હાથનો ઉપયોગ કરીશું, ત્યારે જમણું મગજ સક્રિય થશે. સક્રિય થવું. આ બધી વિશેષતાઓ પ્રાપ્ત કરવા માટે, આપણે બંને મગજનો એકસાથે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે, આપણે બાળકોને બંને હાથમાં પેન્સિલ પકડીને કાગળ પર લખવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે અને દરેક મગજની વિશેષતાઓને સક્રિય કરવા માટે તેમને બંને હાથ વડે કામ કરાવવું જોઈએ.

વળી, વિજ્ઞાન દ્વારા કરાયેલી આ શોધથી બાળકને ઉછેરતી વખતે તેમના શિક્ષકોએ એવી રમતો કે લેખન કાર્ય દ્વારા અવનવી રીત દ્વારા તેનાં બંને હાથનો ઉપયોગ કરે તે ચકાસવું જોઈએ. તેમણે પ્રોત્સાહન આપવું જોઈએ. બાળકો નાજુક હોય છે તેમણે જેમ વાળી તેમ તેઓ વળે છે. 

જેમ જેમ લોકો આ અંગે વધુ જાણશે તેમ તેમનાં બાળકોમાં આ ટેવ વિકસાવી શકે છે. જે તેમના બાળકોના સર્વાંગી વિકાસમાં પણ સાથ આપશે. બાળકનું ઉત્તમ ઘડતર તેમના માતા પિતા જ કરી શકે આજના યુગમાં મોબાઈલનું ચલણ વધ્યું છે ત્યારે તેમનો ઈતર પ્રવૃત્તિનો સાથ છુટતો જાય છે આ સમયે દરેક વ્યક્તિએ જાગૃત થઈને આ દિશામાં યોગ્ય પગલાં લેવા અત્યંત આવશ્યક છે.