Winter Diet: ઋતુ પરિવર્તનના કારણે થતા મેન્ટલ ડિસઓર્ડરથી બચવા આ 7 વસ્તુનું સેવન કરો

ડાર્ક ચોકલેટમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ એન્ડોર્ફિન્સને મુક્ત કરવામાં અને મૂડ સુધારવામાં મદદ કરે છે

Courtesy: Image: Twitter

Share:

 

Winter Diet: સામાન્ય રીતે શિયાળા દરમિયાન સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડરનું જોખમ વધી જતું હોય છે. આ ડિપ્રેશનની એક એવી સ્થિતિ છે જે ઋતુઓમાં થતા ફેરફાર સાથે સંબંધિત છે. તેમાં પણ ખાસ કરીને પાનખર અને શિયાળા દરમિયાન જ્યારે સૂર્ય પ્રકાશ ઓછો હોય છે ત્યારે તેની શક્યતા વધી જાય છે. 

 

તેના લીધે મૂડ ખરાબ રહે છે, ખૂબ જ ઉંઘ આવે છે અને વધુ પડતી ભૂખ લાગતી હોય છે. જોકે શિયાળાનું ડાયેટ (Winter Diet) ફોલો કરીને તમે શરીરમાં આખા વર્ષ માટે જરૂરી ઉર્જાનો સંગ્રહ કરી શકો છો. 

 

શિયાળામાં આરોગ્યપ્રદ આહારનું સેવન કરવાથી સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડરનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે. ફળો, શાકભાજી, આખા અનાજ, લીન પ્રોટીન અને આવશ્યક ફેટી એસિડથી સમૃદ્ધ સંતુલિત આહાર મગજના શ્રેષ્ઠ કાર્ય માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. 

 

ખાસ કરીને શિયાળામાં ફેટી ફીશ, ઈંડા અને ફોર્ટિફાઈડ ડેરી ઉત્પાદનો જેવા વિટામિન ડીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે કારણ કે, આ સમય દરમિયાન સૂર્યપ્રકાશના સંપર્કમાં ઘટાડો થાય છે, જે વિટામિન ડીનો પ્રાથમિક સ્ત્રોત છે. અહીં દર્શાવેલી વસ્તુઓને તમારા શિયાળાના ડાયેટ (Winter Diet)માં સામેલ કરીને તમે આરોગ્ય લાભ મેળવવાની સાથે જ સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડરથી બચી શકો છો. 

 

આ ખોરાક લઈ સિઝનલ ડિસઓર્ડરથી બચી શકાય છે

1. પાલક

મેગ્નેશિયમથી ભરપૂર પાલકને સલાડમાં કાચી ખાઈ શકાય છે અથવા સૂપ, સ્ટ્યૂ અથવા સોતે કરીને ઋતુ પરિવર્તનના કારણે થતા  મેન્ટલ ડિસઓર્ડર સામે લડી શકાય છે.

2. સાલ્મન

તેમાં ઓમેગા-3 ફેટી એસિડ્સનું પ્રમાણ વધુ હોય છે. શેકેલા અથવા બેકડ સૅલ્મોન ખાવાથી મૂડ વધારવામાં અને SADના લક્ષણો સામે લડવામાં મદદ મળી શકે છે.

3. શક્કરિયા

વિટામીન A અને ફાઈબરથી ભરેલા શક્કરિયાને શિયાળામાં માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે શેકીને, બાફીને અથવા સૂપ બનાવી શકાય છે.

4. નારંગી

નારંગીમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં અને SAD સામે લડવામાં મદદ કરે છે. તેને નાસ્તા તરીકે ખાઈ શકાય છે, રસ કાઢીને પી શકાય છે અથવા સલાડમાં સામેલ કરી શકાય છે.

5. અખરોટ

તે ઓમેગા-3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે અને તેને સલાડ, ઓટમીલમાં ઉમેરી શકાય છે. અથવા મૂડ અને મગજના કાર્યને વધારવા માટે નાસ્તા તરીકે ખાઈ શકાય છે.

6. ડાર્ક ચોકલેટ 

ડાર્ક ચોકલેટમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ એન્ડોર્ફિન્સને મુક્ત કરવામાં અને મૂડ સુધારવામાં મદદ કરે છે. ટ્રીટ તરીકે નાનો ટુકડો ખાવાથી કુદરતી મૂડ બૂસ્ટર મળી શકે છે.

7. બીટ

બીટમાં ફોલેટ અને બીટેઈન વધુ હોય છે, જે ન્યુરોટ્રાન્સમીટરના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. SADના લક્ષણોનો સામનો કરવા માટે તેને સલાડમાં શેકીને, જ્યુસ અથવા છીણ કરીને વાપરી શકાય છે.

 

આ સિવાય શિયાળાના ડાયેટ (Winter Diet)માં ગ્રીક યોગર્ટ, હળદર અને લસણનો પણ ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.

Tags :