Winter Diet: કડકડતી ઠંડીમાં અને તહેવારો દરમિયાન સ્વાસ્થ્ય જાળવવા જરૂરથી ખાઓ આ 7 સુકામેવા

Winter Diet: તહેવારો એ આનંદ, ઉજવણી અને ભોગ-વિલાસનો સમય છે. જોકે આ સમય દરમિયાન મીઠાઈઓ અને વિવિધ પ્રકારના નાસ્તાઓ વજન વધવાનું પણ કારણ બને છે. ત્યારે તહેવારો દરમિયાન અને હવે શરૂ થઈ રહેલી ફૂલગુલાબી ઠંડીમાં અહીં દર્શાવેલા સુકામેવા આરોગીને તમે શિયાળાના ડાયેટ (Winter Diet)ને વધારે આરોગ્યપ્રદ બનાવી શકશો. ઉપરાંત અમુક સુકા મેવા તમારી ગળ્યું ખાવાની […]

Share:

Winter Diet: તહેવારો એ આનંદ, ઉજવણી અને ભોગ-વિલાસનો સમય છે. જોકે આ સમય દરમિયાન મીઠાઈઓ અને વિવિધ પ્રકારના નાસ્તાઓ વજન વધવાનું પણ કારણ બને છે. ત્યારે તહેવારો દરમિયાન અને હવે શરૂ થઈ રહેલી ફૂલગુલાબી ઠંડીમાં અહીં દર્શાવેલા સુકામેવા આરોગીને તમે શિયાળાના ડાયેટ (Winter Diet)ને વધારે આરોગ્યપ્રદ બનાવી શકશો. ઉપરાંત અમુક સુકા મેવા તમારી ગળ્યું ખાવાની ઈચ્છાને સંતોષવાની સાથે જ કમરના ઘેરાવાને વધતો પણ અટકાવશે.

આખું વર્ષ નિરોગી રાખશે Winter Diet 

તમારા નિયમિત આહારમાં પોષણ વધારવા માટે સુકા મેવાનું સેવન કરવું ખૂબ જરૂરી બની જાય છે. સુકા મેવામાં ખૂબ જ પૂરતા પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર, વિટામીન્સ અને મિનરલ્સ હોય છે માટે શિયાળા દરમિયાન નટ્સ અને સીડ્સનું સેવન કરવાથી ખૂબ લાભ થશે. ત્યારે અહીં દર્શાવેલા સુકા મેવાને તમારા શિયાળાના ડાયેટ (Winter Diet)માં મર્યાદિત માત્રામાં ઉમેરીને તમે આખું વર્ષ નિરોગી રહેવા માટે શરીરને જરૂરી પોષણ આપી શકશો. 

વધુ વાંચો: Winter Diet: શિયાળામાં તમારા આહારમાં આ 6 સૂકા મેવાને સામેલ કરો 

1. બદામ

બદામ સૌથી લોકપ્રિય ડ્રાય ફ્રુટ્સમાંથી એક છે. તે ઉત્કૃષ્ટ સ્વાદ અને સમૃદ્ધ પોષક મૂલ્ય માટે જાણીતી છે. હૃદય માટે જરૂરી મોનોઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર બદામ સંપૂર્ણ અને સંતુષ્ટ રાખીને વજન જાળવવામાં મદદ કરે છે. તે વિટામીન Eની પણ અદ્ભૂત સ્ત્રોત છે, જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે અને શરીરના કોષોને નુકસાનથી બચાવે છે.

2. ખજૂર

ખજૂર એ કુદરતી સ્વીટનર અને ફાઈબરથી ભરપૂર પાચનમાં મદદરૂપ થનારૂં અને તૃપ્તિનો અનુભવ કરાવતું ખૂબ જ આરોગ્યપ્રદ ફળ છે. ખજૂરમાં રહેલી કુદરતી શર્કરા એનર્જી આપે છે અને તેમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા જરૂરી ખનીજો હૃદયને સ્વસ્થ રાખે છે. 

3. અખરોટ

તે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને ભૂખ ઓછી કરીને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

4. કાજુ

તે પ્રોટીનની સારી માત્રા પૂરી પાડે છે, જેથી સંતોષ અનુભવાય છે. વધુમાં તે મેગ્નેશિયમથી સમૃદ્ધ છે, જે ચયાપચયને નિયંત્રિત કરીને અને સ્નાયુઓના ખેંચાણને ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

વધુ વાંચો: Jeera Water: રાત્રે આ ડ્રિંક પીને સૂવાથી બ્લોટિંગ અને ગેસની સમસ્યામાં મળશે રાહત

5. પિસ્તા

પિસ્તા વજન વ્યવસ્થાપન માટે ઉત્તમ પસંદગી છે કારણ કે તેમાં કેલેરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જે પૂર્ણતાની લાગણીને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત તે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. 

6. કિસમિસ

સુકી દ્રાક્ષ એટલે કે કિસમિસમાં કુદરતી મીઠાશ ઉપરાંત ઉંચી માત્રામાં આયર્ન હોય છે જે એનિમિયાને રોકવામાં ઉપયોગી છે. તેમાં રહેલું ફાઈબર પાચનક્રિયા સુધારે છે. 

7. અંજીર

સ્વાદમાં ગળ્યા અંજીર ડાયેટરી ફાઈબરનો સમૃદ્ધ સ્ત્રોત છે અને તે બ્લડ સુગરને નિયંત્રિત કરી વજન વ્યવસ્થાપનમાં મદદ કરે છે. ઉપરાંત તેમાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ હાડકાં અને સ્નાયુઓ માટે ઉપયોગી છે. 

Tags :