Winter season: જાણો આ ઋતુમાં શરીરને ગરમી પ્રદાન કરી ઉર્જાવાન બનાવતા 5 સુપર ફુડ વિશે

Winter season: આપણાં દેશમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ મુખ્ય 3 ઋતુઓ જોવા મળે છે. જેમાં હેમંત અને શિશિર નામની પેટા ઋતુઓને આવરી લેતી શિયાળાની ઋતુ (Winter season) દરમિયાન આપણું શરીર ખૂબ જ એક્ટિવ મોડમાં હોય છે અને કુદરતે આપણને આ ઋતુ આખા વર્ષ માટેની શારીરિક શક્તિનો સંગ્રહ કરવા માટે જ આપી છે. શિયાળાની ઋતુનું […]

Share:

Winter season: આપણાં દેશમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ મુખ્ય 3 ઋતુઓ જોવા મળે છે. જેમાં હેમંત અને શિશિર નામની પેટા ઋતુઓને આવરી લેતી શિયાળાની ઋતુ (Winter season) દરમિયાન આપણું શરીર ખૂબ જ એક્ટિવ મોડમાં હોય છે અને કુદરતે આપણને આ ઋતુ આખા વર્ષ માટેની શારીરિક શક્તિનો સંગ્રહ કરવા માટે જ આપી છે. શિયાળાની ઋતુનું આગમન થઈ રહ્યું છે ત્યારે આ સમય કેટલાક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક દ્વારા આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો શ્રેષ્ઠ સમય છે. 

Winter season માટેની શ્રેષ્ઠ 5 વસ્તુઓ

શિયાળા દરમિયાન વિટામીન્સથી ભરપૂર શક્કરિયાથી લઈને પ્રોટીનથી ભરપૂર લીલા ચણા, રતાળામાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ આપણાં શરીરને ગરમી આપવાની સાથે જ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરશે. 

શક્કરિયા

બાફેલા, શેકેલા કે શેલો ફ્રાય શક્કરિયાનું સલાડ અથવા તો શક્કરિયાની પેનકેક સહિતની વાનગીઓ તમારા શરીરની વિટામીન્સ અને ફાઈબરની જરૂરિયાતો પૂર્ણ કરશે. શક્કરિયાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે અને પાચનશક્તિ પણ સુધરે છે. શક્કરિયામાં રહેલા પોટેશિયમને કારણે તે આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. 

લીલા ચણા

રોગપ્રતિકારક શક્તિ અને એકંદર આરોગ્ય વધારવા માટે પ્રોટીનયુક્ત આહાર લેવો મહત્વપૂર્ણ છે. લીલા ચણા જે બોલચાલની ભાષામાં ઝીંઝરા તરીકે ઓળખાય છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે સ્નાયુઓ અને પેશીઓના સમારકામમાં મદદ કરે છે. શિયાળાની ઋતુ (Winter season)માં મળતા લીલા ચણાને તમે ફોલીને કાચા પણ ખાઈ શકો છો અથવા તો તેનું શાક બનાવીને કે ઓળો પાડીને પણ ખાઈ શકાય છે. 

વધુ વાંચો: જાણો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરતી સમસ્યાના ઉકેલો

રતાળુ

જાંબલી રંગનું આ કંદ એન્ટીઓક્સિડેન્ટ્સનો ખૂબ સારો એવો સ્ત્રોત છે. તે આરોગ્યમાં વધારો કરી સ્વાસ્થ્યને નવા પ્રાણ પૂરા પાડે છે.  રતાળુ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે. તેમાં વિટામિન એ પણ હોય છે જે વાળના વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. 

બાજરી

ફાઈબર અને આવશ્યક પોષક તત્ત્વોથી ભરપૂર બાજરી સારા પાચન અને ઊર્જા સ્તરમાં વધારો કરવામાં મદદ કરે છે. શિયાળા દરમિયાન શરીરને ગરમી મળી રહે તે માટે તમારા આહારમાં બાજરીના રોટલા કે પછી બાજરીની અન્ય વાનગીઓનો ઉમેરો કરવો જોઈએ. 

વધુ વાંચો:ખૂબ જ સરળતાથી બનતી આ સુગર ફ્રી મીઠાઈ તહેવારમાં ઉમેરશે અનેરો સ્વાદ

તલ

ફેલ્ધી ફેટ્સ અને કેલ્શિયમથી ભરપૂર તલ હાડકાંના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને કાયમી ઉર્જા પ્રદાન કરે છે. તલને તમે ચટણી અથવા તો લાડુ બનાવવામાં વાપરી શકો છો. તે સિવાય ગોળ પણ શરીરને ઉષ્મા પૂરી પાડે છે માટે કુદરતી ગોળ ઉમેરીને બનાવેલું કાળા કે સફેદ તલનું કચ્ચરિયું પણ શિયાળાની ઋતુ (Winter season) દરમિયાન શરીરને ગરમી પૂરી પાડવાની સાથે અન્ય ફાયદા આપશે. તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે દાંત અને પેઢાં માટે ફાયદાકારક છે.